Gujarati Woman Kiran Patel Shot Dead in South Carolina : અમેરિકાના સાઉથ કેરોલિનામાં ગુજરાત મહિલા કિરણ પટેલની હત્યા મામલે 21 વર્ષના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીનું નામ ઝાયેદાન મેક હિલ છે અને તેણે 16મી સપ્ટેમ્બરે ગોળી મારીને કિરણ પટેલની હત્યા કરી હતી. આરોપીએ એક જ દિવસમાં બે લોકો પર ગોળીબાર કર્યો હતો.
અમેરિકાની પોલીસે આપેલી માહિતી અનુસાર 16મી સપ્ટેમ્બરે કિરણ પટેલ એક ફૂડ માર્ટના પાર્કિંગમાં હતા. તેઓ ગેસ સ્ટેશનના મેનેજર હોવાથી કેશની ગણતરી કરી રહ્યા હતા. તે જ સમયે લૂંટારો આરોપી રજીસ્ટર પર ચઢી ગયો અને કિરણ પટેલ પર ગોળીબાર કર્યો. આરોપી કેશ લૂંટવાના ઈરાદે આવ્યો હતો.
જીવ બચાવવા માટે કિરણ પટેલે લૂંટારા પર પ્લાસ્ટિકની એક વસ્તુ મારી અને ભાગવા લાગ્યા. જે બાદ આરોપીએ તેમને ગોળી મારી દીધી. લૂંટારો પહેલા તો ભાગી ગયો પણ થોડીવારમાં પાછો આવ્યો અને જમીન પર ઢળી પડેલા કિરણ પટેલ પર ફરી ગોળીબાર કર્યો.
પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલમાં નાંખ્યો છે. અમેરિકામાં ભારતીયોની હત્યાના દિવસેને દિવસે વધી રહ્યા છે. તાજેતરમાં જ એક ભારતીય હોટલ મેનેજરનું માથું કાપીને હત્યા કરવામાં આવી હતી.


