Indian Origin Man Convited Child Rape Case: બ્રિટનમાં મોબાઈલ ફોન રિપેર કરતી વખતે એક ઘૃણાસ્પદ જાતિય ગુનાનો પર્દાફાશ થયો છે. મોબાઈલ ફોન રિપેર કરાતાં પૂર્વ લંડનમાં રહેતાં ભારતીય મૂળના બે ભાઈઓનો દુષ્કર્મનો ગુનો બહાર આવતાં બ્રિટિશ કોર્ટે તેમને આકરી જેલની સજા ફટકારી છે.
લંડનની સ્નેરેસબ્રુક ક્રાઉન કોર્ટે 7 ઓક્ટોબર, 2025ના રોજ 26 વર્ષીય વ્રજ પટેલને 13 વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર દુષ્કર્મ કરવાના જઘન્ય અપરાધ બદલ 22 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આરોપી વ્રજ પટેલે 17 આરોપોમાં પોતાનો ગુનો કબૂલ્યો હતો અને તેને આજીવન 'સેક્સ ઓફેન્ડર્સ રજિસ્ટર' (Sex Offenders' Register) માં મૂકવામાં આવ્યો છે. તેના મોટા ભાઈ કિશન પટેલ (31) ને પણ બાળકોની અશ્લીલ તસવીરો (indecent images) રાખવાના ગુના બદલ 15 મહિનાની જેલની સજા થઈ છે.
મોબાઈલ રિપેરિંગથી થયો પર્દાફાશ
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કિશન પટેલના કથિત રીતે ખરાબ થઈ ગયેલો મોબાઈલ ફોન રિપેર કરવા મોકલ્યો હતો. કિશન પટેલે તૂટેલી સ્ક્રિન, કરપ્ટેડ ફાઈલ્સ સાથે બંધ પડી ગયેલો મોબાઈલ ફોન રિપેરિંગમાં આવ્યો હતો. રિપેરમેને ફોન રિપેર કરી તેને સ્વિચ ઑન કર્યો હતો. પરંતુ ટિપિકલ ગ્લિચના કારણે ફોન બરાબર કામ કરી રહ્યો ન હતો. તેણે ફોનમાં પ્રાઈવેટ ફોલ્ડર્સ જોયા, જેમાં ગ્લિચ આવી રહ્યું હતું. આ ફાઈલ ચેક કરતાં દુષ્કર્મના વીડિયોની સીરિઝ જોવા મળી. જેમાંથી બાળ યૌન શોષણ (child sex abuse)ના વીડિયો મળી આવ્યા હતા.
તપાસમાં જાણવા મળ્યું કે વીડિયો કિશન પટેલના ડિવાઇસમાં હતા, પરંતુ વીડિયોમાં દુષ્કર્મ કરનારો નરાધમ તેનો નાનો ભાઈ વ્રજ પટેલ હતો. ડિટેક્ટીવ્સ એક વીડિયોના અંતમાં વ્રજ પટેલનો ચહેરો થોડી સેકંડ માટે દેખાતા તેને ઓળખી શક્યા હતા. પોલીસને આ મોબાઈલ ફોનમાંથી અન્ય ઘમા વીડિયો મળી આવ્યા હતાં. તેમાં વ્રજે એક યુનિવર્સિટીની પાર્ટી બાદ એક મહિલા પર દુષ્કર્મ કરતો જોવા મળ્યો હતો. વ્રજ પટેલે 13 વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર દુષ્કર્મ કર્યો હતો. તેમજ 16 વર્ષથી વધુ ઉંમરની સગીરા પર પણ દુષ્કર્મ અને જાતિય હુમલો કર્યો હતો.
વ્રજ પટેલ પર 2018થી કેસ
વ્રજ પટેલ પર 2018થી દુષ્કર્મ સંબંધિત કેસો ચાલી રહ્યા છે. જો કે, તેનો સચોટ પુરાવો મળી રહ્યો ન હતો. આ મોબાઈલ ફોનની વીડિયો ક્લિપથી તેનો ગુનો સાબિત થયો છે. અંતે તેણે પોતાનો ગૂનો કબૂલ્યો હતો. કોર્ટે તેને 22 વર્ષની જેલની સજા ફટકારી છે. તેનો ભાઈ કિશન પટેલ પર પણ નિર્દોષ બાળકીઓના હજારથી વધુ અશ્લીલ તસવીરો રાખવા બદલ તેને 15 મહિનાની સજા ફટકારવામાં આવી છે.


