અમેરિકામાં કોમોડીટિ વેપારમાં બનાવટ કરનાર ગુજરાતી મૂળના શખસ સામે કેસ
- નેપરવિલેના જીતેશ ઠક્કર સામે ષડયંત્ર અને ગેરમાર્ગે દોરવાનો અપરાધિક ચાર્જ
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા.30 જાન્યુઆરી, 2018, મંગળવાર
અમેરિકામાં કોમોડીટીઝમાં છેતરામણી વેપાર પ્રેકટીસ કરવાના આરોપસર બે ભારતીયો સહિત આઠ જણા સામે કેસ કરવામાં આવ્યો હતો. નેપરવિલે, ઇલિનોઇસના 41 વર્ષના જીતેશ ઠક્કર સામે અન્ય 6 સાથે મળી બનાવટી અને છેતરામણો વેપાર કરવાની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
સ્પુફિંગ ( બનાવટી) વેપાર પ્રેકટિસ ગેરકાયદે છે અને કોમોડિટી બજારમાં મેનિપ્યુલેટ કરવા એનો ઉપયોગ કરાય છે. ન્યુયોર્કના 33 વર્ષના ક્રિષ્ણા મોહન સામે કોમોડિટી ફ્રોડ અંગે ટેકસાસના દક્ષિણી જિલ્લામાં અપરાધિક ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.આ બે ઉપરાંત અન્ય ત્રણને જ જાહેરમાં ચાર્જશીટ કરાયા હતા.
ઉપરાંત ઓળખાયેલાઓ પૈકી પાંચને ગ્લોબલ ફાઇનાન્શિયલ સંસ્થાઓ દ્વારા નોકરી પર રાખવામાં આવ્યા હતા. બે જણા કોમોડીટી વેપાર કંપની સાથે સંકળાયેલા છે અને એક ટેકનોલોજી કંપનીનો માલીક છે.
આરોપીઓ અને તેમના સહ-ષડયંત્રકારો પર બજારમાં વેપાર કરતા લોકો સાથે ફ્રોડ કરવાનો અને સેંકડો અથવા તો હજારો ડોલર મુકી શેર બજારમાં કંપનીના શેર ઉંચા લઇ જવાનો કેસ હતો. વાસ્તવમાં તેઓ શેર ખરીદતા જ નહતા. તેઓ ખોટી રીતે મોટો પુરવઠો પુરો પાડયો હોવાનો દેખાવ કરતાં અને પોતે નક્કી કરેલા ભાવે અન્યોને વેપાર કરવા ફરજ પાડી છેતરપિંડી કરતા હોવાનો તેમની પર આરોપ હતો.
આ લોકો સામે સોમવારે મૂકવામાં આવેલા આરોપોમાં ખૂબ જ આક્રમક રીતે તેઓ અન્ય બાબતો ઉપરાંત સ્પુફીંગ કરતા. તેઓ વિવિધ રીતે લોકોને લોભામણી ઓફરો કરી કોમોડિટી બજારમાં રોકાણકારોને ગેર માર્ગે દોરતા હતા.