કેલિફોર્નિયા
તા. 26 નવેમ્બર,
2022
અમેરીકાના
સધર્ન કેલિફોર્નિયાના લોસ એન્જલસના નોર્વોકના શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં ''દેવદીવાળી સંતરામ
સત્સંગ'' નિમિત્તે ખાસ પાઠ યોજાયો હતો. સધર્ન કેલિફોર્નિયાના
લોસ એન્જેલસના નોર્વોક સિટી ખાતે આવેલ પ્રસિદ્ધ શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં શનિવાર
તા. 12 નવેમ્બરના રોજ બ્રહ્મલીન અષ્ટમ્ મહંત શ્રી નારાયણદાસ
મહારાજશ્રી પ્રેરીત તથા પ્રાતઃ સ્મરણીય પ.પૂ.શ્રી રામદાસજી મહારાજશ્રીના
શુભાર્શિવાદ સહ દેવ દિવાળી સંતરામ પાઠ અંતરગત બરાબર સાંજના પાંચ પછી સંતરામ ભક્ત
સમાજના સૌ કોઈ આવવા લાગ્યા હતા. શરૂઆતમાં રાધાકૃષ્ણ મંદિરના પ.પૂ. શ્રી ભરતભાઈ
રાજગોરે સૌને આવકાર આપી ભજન કિર્તનની શરૂઆત કરી હતી. જેમાં શ્રી સંતરામ ચાલીસા,
દત્તાબાવની તથા બ્રહ્મલીન અષ્ટમ્ મહંતશ્રી નારાયણદાસજી મહારાજશ્રીના
મુખે ગવાયેલ વિષ્ણુસહત્રનામ પાઠનું સમૂહ પઠન કરવામાં આવ્યું હતું.
કિર્તન બાદ બરાબર 5:30 વાગ્યે નડિઆદના પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરથી પ.પૂ.શ્રી
રામદાસજીએ ટેલિફોનીક માધ્યમથી હાજર સૌને આશિર્વચન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું
હતું કે, ''પરદેશની ધરતી પર પણ આ રીતે 'સંતરામ સ્ત્રોતમ્ અને શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ' પાઠનું
આયોજન થાય છે તે ખૂબ જ સારી વાત છે. આપ સૌને આશિર્વાદ સહ જયમહારાજ''. ત્યાર બાદ કેટલાક ભક્તો દ્વારા અન્ય ભજનો પણ ગવાયાં હતાં. આ કાર્યક્રમમાં
સારી એવી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભક્તો ઉમંગભેર દેવ દિવાળ સંતરામ પાઠમાં જોડાયા હતા.
અંતમાં રાધાકૃષ્ણ મંદિરની સાયં આરતીમાં સૌ કોઈ ભાવપૂર્વક જોડાયા હતા. આરતી બાદ
મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સૌ કોઈ મહાપ્રસાદમાં જય મહારાજના
નામોચ્ચાર સાથે જોડાયા હતા. મહાપ્રસાદ બાદ સૌ કૃતાર્થતા અનુભવી વિસરાયા હતા.
નોંધ: વિદેશોમાં વસવાટ કરતા ભારતીયો માટે ગુજરાત સમાચાર શરૂ કરી રહ્યુ છે એક વિશેષ વિભાગ. આપના આસપાસના વિસ્તારમા બનતા સામાજીક ધાર્મિક કે સંસ્થાકિય જેવા કાર્યક્રમોની વિગતો આપના પોતિકા ગુજરાત સમાચારની વેબસાઇટ પર પ્રસારિત કરવા માટે ફોટોગ્રાફ અને વીડિયો સાથેની વિગતો અમને મોકલી આપો.
Mo.No. +91-8799236060