Get The App

કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા પરમિટ આપવામાં અચાનક 50%નો ઘટાડો કર્યો

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
Canada Student Visa Drop 2026

Canada Student Visa Drop 2026: અમેરિકાની જેમ જ હવે કેનેડામાં ઉચ્ચ અભ્યાસ માટે જનારા ગુજરાતી વિદ્યાર્થીઓમાં સતત નિરાશા વ્યાપી રહી છે. કેનેડા જઈને ભણવાનું સ્વપ્ન જોનારા લાખો ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ માટે છેલ્લું વર્ષ અત્યંત નિરાશાજનક સાબિત થયું છે.

કેનેડા વિઝામાં 50%નો તોતિંગ ઘટાડો: ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી

આંતરરાષ્ટ્રીય શિક્ષણ સલાહકાર સંસ્થા ICEF Monitorના તાજેતરના અહેવાલ અનુસાર, કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ પરમિટ આપવામાં અચાનક 50%નો ઘટાડો કર્યો છે. વર્ષ 2024માં જ્યાં 1,88,255 ભારતીય વિદ્યાર્થીઓને પરમિટ મળી હતી, તેની સામે વર્ષ 2025ના પ્રથમ સાત મહિનામાં માત્ર 52,765 પરમિટ જ આપવામાં આવી છે. આગામી આખા વર્ષનો અંદાજિત આંકડો 90,454ની આસપાસ રહેવાની શક્યતા છે, જેનો અર્થ એ છે કે વર્ષ 2023ની સરખામણીમાં 67.5%નો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

લાખોનું રોકાણ છતાં વિઝામાં અનિશ્ચિતતા

ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર જેવા શહેરોમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ કેનેડા જવા માટે આતુર હોય છે. વાલીઓ પોતાના બાળકોનું ભવિષ્ય સુવિધા સંપન્ન દેશમાં બને તે માટે લાખો રૂપિયા ખર્ચીને કોચિંગ, IELTS, વિઝા પ્રોસેસિંગ અને એપ્લિકેશનમાં મોટું રોકાણ કરે છે. પરંતુ આ વર્ષે કેનેડા સરકારના વલણને કારણે તેમના સપના પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે.

ICEF મોનિટરનો ચોંકાવનારો રિપોર્ટ

ICEF મોનિટરના રિપોર્ટમાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે જાન્યુઆરીથી જૂન 2025 દરમિયાન તમામ દેશોની કુલ 1,43,485 અરજીઓ પ્રોસેસ થઈ હતી, જેમાંથી 1,04,980 નવી અરજીઓ હતી. જોકે, આમાંથી માત્ર 31,580 અરજીઓને જ મંજૂરી મળી છે. આ આંકડા દર્શાવે છે કે વિઝા અપ્રુવલ રેટ ઘટીને માત્ર 30% રહ્યો છે, જે ગત વર્ષે 51% હતો.

આ પણ વાંચો: ટ્રમ્પનું પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન, અફઘાનિસ્તાન સાથે યુદ્ધ વચ્ચે શાહબાઝ-મુનીરના ગુણગાન ગાયા

કેનેડામાં વિદ્યાર્થીઓના ઘટતા આંકડા ચોંકાવનારા

આની સીધી અસર હવે વિદ્યાર્થીઓની સંખ્યા પર પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. જાન્યુઆરી 2024માં કેનેડામાં 10,23,785 એક્ટિવ સ્ટડી પરમિટ ધરાવતા વિદ્યાર્થીઓ હતા, જે જુલાઈ 2025 સુધીમાં ઘટીને 7,85,830 થઈ ગયા છે. આમ, કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાં 23.2%નો મોટો ઘટાડો નોંધાયો છે. કેનેડા જવાનું સપનું સેવતા ગુજરાતી વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ સમાચાર ખરેખર મોટી ચિંતાનો વિષય છે.

કેનેડા વિઝા નિયમો કડક: ગુજરાતી વિદ્યાર્થીઓના કરિયર પ્લાન ખોરવાયા

દર વર્ષે ગુજરાતમાંથી અંદાજે 15,000 જેટલા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવવા માટે કેનેડા જાય છે. જોકે, જે વિદ્યાર્થીઓએ હાલમાં જ અરજી કરી છે, તેઓ હવે અન્ય વિકલ્પો વિશે વિચારી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ અત્યારે ભારે દ્વિધામાં છે કે કેનેડાના વિકલ્પ તરીકે યુ.કે., ઓસ્ટ્રેલિયા, જર્મની કે અમેરિકા જેવા દેશો પસંદ કરવા અથવા તો ભારતમાં જ કોઈ સારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો.

કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા પરમિટ આપવામાં અચાનક 50%નો ઘટાડો કર્યો 2 - image