UAE જવાનું પ્લાનિંગ કરો છો? તો ફ્લાઈટમાં આ વસ્તુઓ લઈ જવાની છે મનાઈ, અધિકારીઓએ જણાવ્યા નિયમો
જો તમે ભારતથી UAE જવાનું વિચારો છો તો તમે હવે ચેક ઇન લગેજમાં ઘી કે આચાર જેવી વસ્તુ નહિ લઇ જઈ શકો
હાલમાં જ એક લીસ્ટ મુજબ જાણવામાં આવે છે કે આવી બધી વસ્તુઓને UAE જતા સમયે ફ્લાઈટમાં લઇ જવાની છે મનાઈ
You can no longer carry these items from India to UAE: મોટાભાગના ભારતીય લોકો વિદેશમાં વસે છે. આથી જયારે તેઓ ભારત આવે છે ત્યારે પાછા જતી વખતે તેઓ અથાણું, પાપડ, ઘી વગેરે જેવી વસ્તુઓ સાથે લઇ જતા હોય છે. વિદેશમાં રહીને આ દેશી વસ્તુઓ વાપરવાની એક અલગ જ મજા હોય છે. પરંતુ જો તમે UAEમાં રહો છો અથવા તો ત્યાં ટ્રાવેલ કરો છો તો આ વસ્તુઓ તમારી સાથે ત્યાં લઇ જવી મનાઈ છે. હાલમાં જ UAEની ફ્લાઈટ ટ્રાવેલ દરમ્યાન પ્રતિબંધિત વસ્તુઓનું એક લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ચેક ઇન સમયે મળતી પ્રતિબંધિત વસ્તુઓમાં સુકું નાળીયેર, ફટાકડા, ફ્લેયર્સ, પાર્ટી પોપર્સ, બાકસ, પેઈન્ટ, કપૂર, ઘી, અથાણું અને અન્ય તેલવાળી ફૂડ આઈટમ સામેલ છે.
ફ્લાઈટમાં વિસ્ફોટ થાય તેવો સમાન લઇ જવા પર પ્રતિબંધ
અમુક એવી વસ્તુઓ જેમકે ઈ-સિગરેટ, લાઈટર, પાવરબેંક, અને સ્પ્રેની બોટલ જેને સાથે રાખીને ટ્રાવેલ કરવું અપરાધ માનવામાં આવે છે. સામાન્યરીતે આ વસ્તુઓ વિસ્ફોટનું કારણ બની શકે છે. ભારતથી UAE ટ્રાવેલ કરતા ઘણા નાગરિકોને આ પ્રતિબંધિત વસ્તુઓ વિષે જાણકારી હોતી નથી. આ વસ્તુઓના કારણે ફ્લાઈટમાં વિસ્ફોટ થવાના ચાન્સ વધુ હોવાથી તે લઇ જવાની માની છે. ગયા વર્ષે ચેક ઇન દરમ્યાન યાત્રિકોના સામાનમાંથી 943 સુકું નાળીયેર મળ્યું હતું. તેમાં તેલની માત્ર વધુ હોવાથી આગ લાગવાના ચાન્સ વધુ હોય છે.
પ્રતિબંધિત વસ્તુઓ
સુકું નાળીયેર, ફટાકડા, ફ્લેયર્સ, પાર્ટી પોપર્સ, માચીસ, પેઈન્ટ, કપૂર, ઘી, આચાર, તેલવાળા ખાદ્ય પદાર્થ, ઈ-સિગરેટ, લાઈટર, પાવરબેંક, અને સ્પ્રેની બોટલનો સમાવેશ પ્રતિબંધિત વસ્તુઓમાં થાય છે. માર્ચ 2022માં સિવિલ એવિએશન સિક્યુરિટી બ્યુરોએ સુકા નાળિયેરને પ્રતિબંધિત સામાનના લીસ્ટમાં સામેલ કર્યું હતું. ચેક ઇન સમયે રોકવામાં આવતા સામાનની વધતી જતી સંખ્યાના ખ્યાલ આવે કે ઘણા લોકોને આ વિષે જાણકારી નથી.
અધિકારીઓ દ્વારા મુસાફરોને કરવામાં આવી વિનંતી
અધિકારીઓ દ્વારા આ બાબતે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે ટ્રાવેલ કરતા પહેલા આ અંગે બધી જ માહિતી અને નિયમો વિષે જાણી લેવું. કારણકે ભારત અને UAE બીઝી કોરીડોર છે. તેમજ ભારતીય લોકો ગલ્ફ દેશોમાં વેકેશન માણવા જાય છે, તો હાલ વેકેશનનો સમય નજીક છે જેથી મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળી રહી છે.