Britain PM Keir Starmer On Illegal Immigrants: અમેરિકા બાદ હવે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે જાહેરાત કરી છે કે, તેમની સરકાર ગેરકાયદે વસતા ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ કડક વલણ અપનાવશે. તેમણે ચેતવણી આપી હતી કે, જો કોઈ ગેરકાયદે બ્રિટનમાં પ્રવેશ કરશે તો તેની અટકાયત કરી તેને તેના મૂળ દેશમાં ડિપોર્ટ કરવામાં આવશે. સ્ટાર્મરે આ અંગે સોશિયલ મીડિયા X પર માહિતી આપી હતી.
સોશિયલ મીડિયા X પર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, જો કોઈ ગેરકાયદેસર માર્ગે દેશમાં પ્રવેશ કરે છે, તો તેની અટકાયત કરવામાં આવશે તેમજ તેને પાછો પોતાના દેશ મોકલી દેવામાં આવશે. તેમજ આ દેશમાં આવીને તમે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરો છો, તો પણ કોઈપણ ક્ષણનો વિલંબ કર્યા વિના ડિપોર્ટ કરી દઈશું.
કીર સ્ટાર્મરે કહ્યું કે વિદેશી ગુનેગારો લાંબા સમયથી બ્રિટનની ઇમિગ્રેશન સિસ્ટમનો લાભ લઈ રહ્યા છે. ઘણા લોકો વિઝાની વેલિડિટી મહિનાઓ કે વર્ષો સુધી બ્રિટનમાં રહે છે, જ્યારે તેમની અપીલ પર કોર્ટમાં કાર્યવાહી ચાલુ રહે છે. તેમણે આ હવે સમાપ્ત થઈ રહ્યું છે. જો વિદેશી નાગરિકો બ્રિટનમાં કાયદો તોડે છે, તો તેમને શક્ય તેટલી વહેલી તકે દેશનિકાલ કરવામાં આવશે.
અગાઉ રવિવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે ચેતવણી આપી હતી કે જો વિદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે બ્રિટનમાં પ્રવેશ કરે છે અથવા કોઈ સ્થળાંતર કરનાર અહીં ગુનો કરે છે, તો તેમને અહીં રહેવાની મંજૂરી નથી. આવા ઇમિગ્રન્ટ્સને શક્ય તેટલી વહેલી તકે દેશનિકાલ કરવામાં આવશે.
તેમણે અન્ય એક X પોસ્ટમાં કહ્યું, 'અમે પહેલાથી જ દેશભરમાં ગેરકાયદેસર રીતે કામ કરતા સેંકડો ડિલિવરી રાઇડર્સની ધરપકડ કરી છે. અમે અહીં અટકીશું નહીં - અમે ઇમિગ્રેશન ઍન્ફોર્સમેન્ટ ટીમોને મજબૂત કરવા માટે 50 લાખ પાઉન્ડનું રોકાણ કર્યું છે.


