Get The App

અમેરિકામાં ગુજરાતી જ્વેલર્સના શોરૂમમાં લૂંટ, 1 જ મિનિટમાં તફડાવ્યો માલ, જુઓ વીડિયો

Updated: Jun 11th, 2022

GS TEAM

Google News
Google News
અમેરિકામાં ગુજરાતી જ્વેલર્સના શોરૂમમાં લૂંટ, 1 જ મિનિટમાં તફડાવ્યો માલ, જુઓ વીડિયો 1 - image


- વીડિયોમાં જોઈ શકાય છે કે, 8 જેટલા લૂંટારૂઓ હથોડી વડે કાચ તોડીને શોકેઈસમાં રહેલા ઘરેણાં વગેરે લૂંટી રહ્યા છે

ન્યૂયોર્ક, તા. 11 જૂન 2022, શનિવાર

ન્યૂયોર્કના એડિસન ટાઉન ખાતે એક ગુજરાતી જ્વેલર્સના શોરૂમમાં લૂંટફાટની ઘટના બની છે. આ વિસ્તાર અમેરિકામાં વસતા ગુજરાતીઓથી ભરેલો છે અને એક ગુજરાતી જ્વેલર્સના શોરૂમમાં જ લૂંટની ઘટના બની છે. 

ગુજરાતી જ્વેલર્સના શોરૂમમાં થયેલી લૂંટનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, દુકાનમાં જ્યારે 3..4 લોકોનો સ્ટાફ હાજર હોય છે ત્યારે અચાનક જ 8 જેટલા લૂંટારૂઓ શોરૂમમાં ધસી આવે છે અને બંદૂક વડે ડરાવીને સૌને નીચે પાડી દે છે. 

ત્યાર બાદ લૂંટારૂઓ તેમના પાસે રહેલા હથોડી સહિતના સાધનો વડે ફટાફટ શોકેઈસના કાચ તોડવા લાગે છે અને ઘરેણાં ભરેલી પ્લેટ્સ ઉઠાવીને પોતાના પાસે રહેલા થેલામાં ભરવા લાગે છે તથા અમુક પ્લેટ્સ હાથમાં લઈને જ બહાર ભાગવા લાગે છે. 

માત્ર એક જ મિનિટમાં લૂંટારૂઓ દુકાનમાંથી ઘરેણાંની ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ જતા દેખાય છે. ત્યાર બાદ જમીન પર પડેલી મહિલા ઉભી થાય છે અને ખૂણામાં સંતાઈ ગયેલા ભાઈ પણ હોંશ સંભાળીને કોઈકને ફોન કરતા દેખાય છે. 


Tags :