Get The App

ટ્રમ્પનો H1-B વિઝા ફીનો નિર્ણય ભારત માટે લાભદાયી, અમેરિકાની કંપનીઓ શિફ્ટ થવા સજ્જ

Updated: Sep 30th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પનો H1-B વિઝા ફીનો નિર્ણય ભારત માટે લાભદાયી, અમેરિકાની કંપનીઓ શિફ્ટ થવા સજ્જ 1 - image


H1B Visa Fees: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ એચ1બી વિઝા ફીમાં ધરખમ વધારો કરતાં ભારતીયો નિરાશ થયા છે, કારણકે, અમેરિકામાં કુલ એચ1બી વિઝાધારકોમાંથી 70 ટકાથી વધુ ભારતીય છે. પરંતુ હવે ગભરાવવાની જરૂર નથી. ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ અને અર્થશાસ્ત્રીઓએ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતને ફાયદો થવાનો દાવો કર્યો છે.

વિદેશી કંપનીઓ ભારત આવશે

નિષ્ણાતો અનુસાર, એચ1બી વિઝા ફીમાં ભારે વધારા બાદ અમેરિકાની કંપનીઓ પોતાના ઓફશોરિંગ ઓપરેશન્સ અર્થાત્ વિદેશી સંચાલન માટે ભારત તરફ ડાયવર્ટ થઈ રહી છે. તેઓ દેશમાં સ્થિત ગ્લોબલ કેપિસિટી સેન્ટર્સ(જીસીસી)નો લાભ ઉઠાવી રહી છે. વિશ્વના અડધાથી વધુ જેસીસી સેન્ટર્સ ભારતમાં છે. તે એઆઇ, ડ્રગ ડિસ્કવરી જેવા હાઇ વેલ્યુ ટાસ્કના હબ તરીકે વિકસિત થઈ રહ્યા છે.

વિઝા ફીમાં થયો વધારો

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે આ મહિનાની શરુઆતમાં એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં વિદેશમાંથી આવતા સ્કિલ્ડ લેબર્સ માટે અપાતા એચ1બી વિઝા અરજી ફી વધારી 1,00,000 ડૉલર (આશરે રૂ. 88 લાખ) કરી છે. આ ફી અગાઉ કરતાં આશરે 70 ગણી વધુ છે, અગાઉ 1500-4000 ડૉલર (રૂ. 2-4 લાખ) હતી.

ટ્રમ્પ સરકારે આ પગલું લેવા પાછળનું કારણ અમેરિકા ફર્સ્ટ નીતિ ગણાવ્યું છે. તે માને છે કે, એચ1બી વિઝા અમેરિકન્સની નોકરી છીનવી રહ્યા છે, તેમજ રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓનો હવાલો આપતાં એચ1બી વિઝાને પ્રતિબંધિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ઇન્ડસ્ટ્રીમાં અસમંજસનો માહોલ સર્જાયો છે. શરુઆતમાં આદેશમાં સ્પષ્ટતા ન હોવાથી મોટી-મોટી કંપનીઓએ પોતાના કર્મચારીઓને તુરંત અમેરિકા પરત બોલાવ્યા હતા અને દેશ ન છોડવા સલાહ આપી હતી. જો કે, બાદમાં સ્પષ્ટતા થઈ કે, આ નિર્ણય માત્ર નવી વિઝા અરજી પર લાગુ થશે.

યુએસ કંપનીઓએ વ્યૂહરચના બદલી

મીડિયા અહેવાલ મુજબ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતમાં 1700 GCC છે, જે વૈશ્વિક સંખ્યાના અડધાથી વધુ છે. આ કંપનીઓ તેમની ટેક સપોર્ટ ક્ષમતાઓથી આગળ વધીને લક્ઝરી કાર ડેશબોર્ડ ડિઝાઇનથી લઈને મેડિકલ રિસર્ચ સુધીના ક્ષેત્રોમાં હાઇ વેલ્યુ ઇનોવેશન્સનું કેન્દ્ર બની છે. ભારતીય GCCs તેની વૈશ્વિક હાજરી અને મજબૂત સ્થાનિક નેતૃત્વ સાથે, મહત્ત્વપૂર્ણ પ્રોફેશનલ કાર્યો માટેના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યા છે. ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર અને GCC ઇન્ડસ્ટ્રી લીડર રોહન લોબોએ જણાવ્યું હતું કે, ભારતના GCCs યુએસ કંપનીઓ માટે વ્યૂહાત્મક પરિવર્તન લાવવા માટે તૈયાર છે.

ભારતમાં શિફ્ટ થવા તૈયાર US કંપનીઓ

રોહન લોબોએ જણાવ્યું હતું કે, GCCs વિશેષ રૂપે ડિઝાઇન કરવામાં આવી છે. તેઓ ઇન-હાઉસ એન્જિન તરીકે કાર્ય કરે છે. ઘણી યુએસ કંપનીઓ પહેલેથી જ પોતાની કાર્યબળ જરૂરિયાતોનું પુનઃમૂલ્યાંકન કરી રહી છે અને ભારતમાં શિફ્ટ થવા યોજના બનાવી રહી છે. આવા ફેરફારો માટેની યોજનાઓ પહેલાથી જ ચાલી રહી છે. નાણાકીય સેવાઓ અને ટૅક્નોલૉજી જેવા ક્ષેત્ર જેમાં ખાસ કરીને યુએસ ફેડરલ કરારોમાં સામેલ કંપનીઓ ભારતમાં શિફ્ટ થવા સજ્જ બની છે.

ટ્રમ્પનો H1-B વિઝા ફીનો નિર્ણય ભારત માટે લાભદાયી, અમેરિકાની કંપનીઓ શિફ્ટ થવા સજ્જ 2 - image

Tags :