ન્યુ જર્સીમાં યોજાયેલ કાર્યક્રમમાં મધ્યપ્રદેશમાં બની રહેલ હોસ્પિટલ માટે $ 50,000 ફંડ મળ્યું
SGML હોસ્પિટલ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં 300થી વધુ લોકો હાજર રહ્યા
ન્યુ જર્સી, 21 નવેમ્બર, 2022
ગત 13 નવેમ્બરના રોજ અમેરિકાના ન્યૂ જર્સી રાજ્ય ખાતે આવેલ નોન પ્રોફિટ સંસ્થા શિવ જ્ઞાન મોતી લાલ (SGML) હોસ્પિટલ, યુએસએ દ્વારા મધ્યપ્રદેશમાં આવેલ ઉજ્જૈનના હસમપુરા ગામમાં નવી બની રહેલ આંખની હોસ્પિટલ માટે ફંડ એકત્ર કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. અમેરિકાના વિવિધ રાજ્યોમાંથી 300થી વધુ લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં $ 50,000થી પણ વધુ ફંડ સંસ્થાને દાતાઓ તરફથી દાનના ભાગરૂપે મળ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ડાન્સ ગ્રુપ દ્વારા ધાર્મિક નૃત્ય પ્રસ્તુત કરીને કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મહેશ મહેતા, રેખા રાવલ અને તેમની સાથે આવેલ અન્ય કલાકારો દ્વારા બોલીવુડના ગીતોની પ્રસ્તુતિ કરીને માહોલને સંગીતમય બનાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના વડા ડૉ. તુષાર પટેલ, ટ્રસ્ટના સભ્યો - ગીતા અમીન, રમેશ પટેલ, સ્મિતા પટેલ સહિત ટ્રસ્ટના કેટલાક અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
ઉજ્જૈન જિલ્લામાં 25,000 થી
વધુ લોકો સંપૂર્ણ અંધ છે. જ્યારે 8
લાખથી વધુ લોકો આંશિક રીતે અંધ છે.
મોતિયા જેવી સામાન્ય સર્જરી બાબતે પણ 20,000
થી 30,000
જેટલી દર્દીઓની લાંબી પ્રતીક્ષા યાદી છે
જે માંગ અને સુવિધા વચ્ચેનો મોટો તફાવત દર્શાવે છે. જેના લીધે છ મહિના સુધી આંખની સર્જરી માટે રાહ જોવી પડે છે. ઉજ્જૈનના
હસમપુરામાં બની રહેલ આંખની હોસ્પિટલનું ઉદ્દઘાટન જાન્યુઆરી 2023માં કરવામાં આવશે અને
છેવાડાના માનવીને પણ હોસ્પિટલની સુવિધા મળે તેવો પ્રયત્ન રહેશે. જેના માટે ફંડ
એકત્ર કરવાની પ્રક્રિયા સતત ચાલુ રહેશે.
સંપર્ક: gsns.global@gmail.com
Mo.No. +91-8799236060