Get The App

અમેરિકાની એવી 15 જોબ જેના માટે કોઈ ડિગ્રીની જરૂર નથી, સેલેરી પેકેજ પણ લાખોમાં મળે!

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકાની એવી 15 જોબ જેના માટે કોઈ ડિગ્રીની જરૂર નથી, સેલેરી પેકેજ પણ લાખોમાં મળે! 1 - image

US Highest Paying Jobs : શું અમેરિકામાં સફળ થવા માટે કોલેજ ડિગ્રીને ખૂબ મહત્તવ આપવામાં આવે છે? લોકોના મનમાં આ વાત ઘર કરી ગઈ છે કે, કોલેજની ડિગ્રી ધરાવતા લોકોને જ સારી સેલેરી વાળી જોબ મળે છે. આ જ કારણ છે કે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા અભ્યાસ કરવા જાય છે, જેથી ડિગ્રી મળ્યા બાદ તેમને પણ લાખો રૂપિયાના સેલેરી પેકેડ વાળી જોબ મળી જાય. જોકે, અમેરિકામાં અભ્યાસ કરવો ખૂબ ખર્ચાળ છે. શિક્ષણના આ વધતા ખર્ચને કારણે ઘણા વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવવામાં રસ નથી દાખવતા. 

જોકે, એવું નથી કે કોલેજ ડિગ્રી વિના તમને સારી સેલેરી વાળી જોબ ન મળે. રિઝ્યુમ જીનિયસે યુએસ બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના ડેટાનો ઉપયોગ કરીને એક રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, સૌથી વધુ સેલેરી વાળી કેટલીક એવી જોબ પણ છે જેમાં ડિગ્રીની જરૂર નથી. તેમાં એલિવેટર અને એસ્કેલેટર ઈન્સ્ટોલર અને રિપેરર જેવી જોબ સામેલ છે. આ જોબમાં લોકોને વાર્ષિક 95 લાખ સુધીનું પેકેજ મળી રહ્યું છે. આ રિપોર્ટ કોલેજ ડિગ્રીના મહત્વ પર સવાલ ઉભો કરી રહી છે. 

આ પણ વાંચો: વેનેઝુએલા પર હુમલા બાદ અમેરિકાએ માદુરો અને તેમની પત્નીને કેદ કર્યા, ટ્રમ્પની જાહેરાત

અમેરિકાની એવી 15 જોબ જેના માટે કોઈ ડિગ્રીની જરૂર નથી

- એલિવેટર અને એસ્કેલેટર ઈન્સ્ટોલર અને રિપેરર: 95.75 લાખ

- ટ્રાન્સપોર્ટેશન, સ્ટોરેજ અને ડિસ્ટ્રિબ્યુશન મેનેજર: 91.64 લાખ

- ઈલેક્ટ્રિકલ પાવર-લાઈન ઈન્સ્ટોલર અને રિપેરર: 83.15 લાખ

- એરક્રાફ્ટ અને એવિઓનિક્સ ઈક્વિપમેન્ટ મિકેનિક: 71.10 લાખ 

- ડિટેક્ટીવ અને ક્રિમિનલ ઈન્વેસ્ટિગેટર: 69.42 લાખ 

- લોકોમોટિવ એન્જિનિયર (રેલ્વે એન્જિન ડ્રાઈવર): 67.92 લાખ

- જથ્થાબંધ અને ઉત્પાદન વેચાણ પ્રતિનિધિઓ: 66.57 લાખ

- ફ્લાઈટ એટેન્ડન્ટ: 60.31 લાખ  

- પ્રોપર્ટી અને રિયલ એસ્ટેટ મેનેજર: 59.92 લાખ

- જળ પરિવહન કર્મચારીઓ: 59.73 લાખ

- ફૂડ સર્વિસ મેનેજર: 58.67 લાખ રૂપિયા

- ભારે વાહન અને મોબાઈલ ઉપકરણ સર્વિસ ટેકનિશિયન: 56.36 લાખ

- એથલીટ અને રમતગમતના સ્પર્ધકો: 56.02 લાખ

- શેફ અને હેડ કુક: 54.79 લાખ 

- ઇન્શ્યોરન્સ સેલ્સ એજન્ટ: 54.24 લાખ રૂપિયા

જો તમે આ જોબ કરવા માટે અમેરિકા જાઓ છો, તો તમારે ડિગ્રીની જરૂર નથી. આમાંની કેટલીક જોબમાં માત્ર એવા લોકોને જ સિલેક્ટ કરવામાં આવશે જેમને થોડો અનુભવ પણ હશે.