Get The App

તિયાનજિન સમિટ : એક કાંકરે અનેક પક્ષી મારવાનો ચીનનો પેંતરો

Updated: Aug 31st, 2025

GS TEAM

Google News
Google News
તિયાનજિન સમિટ : એક કાંકરે અનેક પક્ષી મારવાનો ચીનનો પેંતરો 1 - image


- સાંસ્કૃતિ અને આધુનિકતા માટે જાણીતું શહેર હવે એશિયાના નવા સમીકરણનું પણ કેન્દ્ર બનશે

- બેઈજિંગ અને શાંઘાઈ બાદ તિયાનજિન ચીનનું ત્રીજું સૌથી મોટું શહેર છે જેમાં શહેરી વિસ્તારો વધારે છે અને આધુનિક સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ ઉપરાંત ચીનનું આ મોટું પોર્ટ સિટી પણ છે : 1860થી 1945 સુધી તિયાનજિન નવ જેટલા વિદેશી મિલિટરીની માલિકીના આઉટપોસ્ટ ધરાવતું શહેર હતું. આજનું તિયાનજિન આધુનિકતા માટે ચીનનું હબ ગણાય છે. દુનિયાના મોટા 10 પોર્ટમાં તેનો સમાવેશ થાય છે. ચીન માટે તે ચોખાનું સૌથી મોટું સપ્લાય સેન્ટર છે : આ શહેર બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ માટે ખૂબ જ મહત્ત્વનું છે. તેના દરિયાઈ અને જમીની રસ્તાઓ ચીન, મોંગોલિયા, રશિયાના કોરિડોરને કનેક્ટ કરે છે. તે ઉપરંત ન્યૂ યુરેશિયન લેન્ડ બ્રિજ ચીનને મધ્ય એશિયા સાથે જોડે છે અને યુરોપ બાયપાસ થઈ જાય છે, તથા યુરેશિયાનું કનેક્શન વધે છે : આ એસસીઓ સમિટ માત્ર એશિયાના દેશોની ચર્ચા કરવા માટે નહીં પણ વૈશ્વિક સ્તરે એશિયાને વધારે મજબૂત બનાવવા તથા એશિયાના બે સ્તંભ ચીન અને ભારતના વિકાસ તથા તેના સાર્વભૌમત્વના રક્ષણની વાત પણ આ બેઠકમાં ચર્ચાય તેમ લાગે છે

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તિયાનજિન ખાતે પહોંચી ગયા હતા. જાપાનનો પ્રવાસ પૂરો કરીને ભારતીય પીએમ ચીનના પ્રવાસે પહોંચ્યા છે. તેઓ અહીંયા તિયાનજિન ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની બેઠકમાં ભાગ લેવાના છે. અહીંયા દુનિયાના ૨૦ દેશના નેતાઓ આવ્યા છે. અહીંયા ૨૫મી એસસીઓ સમિટ યોજાવાની છે. સમગ્ર વિશ્વના દેશો સામે જ્યારે અમેરિકાએ ટેરિફનું હથિયાર ઉગામેલું છે ત્યારે દરેક નાના-મોટા સોળ તો પડયા છે. તેમાંય ભારત અને ચીનને તો અમેરિકા હંટર મારવાની ફિરાકમાં છે. આ સંજોગોમાં ચીનમાં યોજાવાની એસસીઓ સમિટ ખૂબ જ મહત્ત્વની સાબિત થાય તેમ છે. 

આમ જોવા જઈએ તો આ વખતની એસસીઓ બેઠક ઘણા બધા મોરચે અને મુદ્દે મહત્ત્વની સાબિત થવાની છે. આ વખતેની એસસીઓ બેઠક અત્યાર સુધીના તેના ઈતિહાસની સૌથી મોટી બેઠક છે. તે ઉપરાંત આ વખતે તેનું જે લોકેશન રાખવામાં આવ્યું છે તિયાનજિન તે પણ ખૂબ મહત્ત્વનું છે. ચીનની રાજધાની બેઈજિંગ હોવા છતાં આ જૂથનું નામ શાંઘાઈના નામથી રખાયું અને આ વખતે બેઠક તિયાનજિન ખાતે રાખવામાં આવી તે ખૂબ જ મહત્ત્વનું સાબિત થાય તેમ છે. અમેરિકાએ જ્યારે દુનિયાભરના દેશો ઉપર કોરડા વિંઝવાની શરૂઆત કરી છે ત્યારે એશિયાનું મજબૂત જૂથ ઊભું કરવા માટે પણ આ બેઠક મહત્ત્વની સાબિત થશે તેમ જાણકારોનું માનવું છે. રવિવારે થનારી આ બેઠક ઉપર બધાની નજર રહેશે. 

ચીનનું આ શહેર તિયાનજિન આમ જોવા જઈએ તો પશ્ચિમી દેશોમાં ખાસ જાણીતું નથી પણ ચીન માટે તેનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. આ શહેરની ખાસિયત એ છે કે, બેઈજિંગ અને શાંઘાઈ બાદ તિયાનજિન ચીનનું ત્રીજું સૌથી મોટું શહેર છે જેમાં શહેરી વિસ્તારો વધારે છે અને આધુનિક સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ ઉપરાંત ચીનનું આ મોટું પોર્ટ સિટી પણ છે. ઉત્તર પશ્ચિમમાં ૧૨૦ કિમીમાં આવેલું આ પોર્ટ સિટી દુનિયાભર સાથે જોડાણ માટે પણ મહત્ત્વનું છે. ચીનમાં એક કહેવત પણ છે કે, તમારે ૫૦૦૦ વર્ષ જુનું ચીન જોવું હોય તો શિઆન જૂઓ, ૧૦૦૦ વર્ષ જૂનું ચીન જોવું હોય તો બેઈજિંગ જૂઓ અને આધુનિક ચીન જોવું હોય તો તિયાનજિન જૂઓ. 

આ શહેરની બીજી ખાસિયત એ છે કે, ૧૮૬૦થી ૧૯૪૫ સુધી તિયાનજિન નવ જેટલા વિદેશી મિલિટરીની માલિકીના આઉટપોસ્ટ ધરાવતું શહેર હતું. આ ઉપરાંત આ તમામ સ્થળો મલ્ટિનેશનલ મિલિટરી ગવર્નમેન્ટના ગઢ ગણાતા હતા. આજનું તિયાનજિન આધુનિકતા માટે ચીનનું હબ ગણાય છે. દુનિયાના મોટા ૧૦ પોર્ટમાં તેનો સમાવેશ થાય છે. આ શહેર માત્ર પોર્ટ સિટી પણ કહી શકાય તેવું નથી. ચીન માટે તે ચોખાનું સૌથી મોટું સપ્લાય સેન્ટર છે. આ ઉપરાંત અહીંયા મોટો ઈન્ડસ્ટ્રીયલ બેઝ આવેલો છે જેમાં મેન્યુફેક્ચરિંગ, કાર મેકિંગ અને પેટ્રોકેમિકલ્સ વગેરેનો સમાવેશ થાય છે. 

માત્ર વસ્તુઓની જ સપ્લાય નહીં આ શહેર બુદ્ધિજીવીઓની સપ્લાય કરવા માટે પણ જાણીતું છે. દર વર્ષે તિયાનજિન ખતે આવેલી વિવિધ યુનિવર્સિટીઓમાંથી હજારોની સંખ્યામાં યુવાનો તૈયાર થઈને ચીનના આર્થિક વિકાસમાં જોડાય છે. ચીનમાં જે સુપર કમ્પ્યૂટર છે તે પણ અહીંયા જ છે. જાણકારોના મતે ૨૦૧૦માં દુનિયાના સૌથી ઝડપી સુપર કમ્પયૂટર તિઆન્હે-૧એ નામના ચીનના સુપર કમ્યુટરનો સમાવશ થાય છે. આ સુપર કમ્પ્યૂટરનું સેન્ટર નેશનલ સુપરકોમ્યુટિંગ સેન્ટર ઓફ તિયાનજિન તરીકે ઓળખાય છે. આ સિવાય અહીંયા એરબસ, મોટોરોલા, મિત્સુબિશી જેવી મોટી કંપનીઓના ગઢ છે. છેલ્લાં એક દાયકામાં આ શહેરમાં સૌથી મોટો વિકાસ થયો છે અને તેની કાયદેસર નોંધ ચીન દ્વારા કરવામાં આવી છે.

 તિયાનજિન તેના આર્કિટેક્ચર અને વિવિધ સ્થાપત્યો માટે પણ જાણીતું છે. અહીંયા આવતા લોકો કહે છે કે, અમારે પારંપરિક ચીન જોવું હોય કે આધુનિક ચીન, દુનિયાનો જૂનો ઈતિહાસ જોવો હોય કે આધુનિક ઈતિહાસ જોવો હોય અમને તિયાનજિનમાં બધું જ મળી જાય છે.  

ઉલ્લેખનીય છે કે, આવી અનોખી ખાસિયતો ધરાવતા શહેરમાં ચીને જાણી જોઈને એસસીઓ બેઠક રાખી છે. સૂત્રોના મતે ચીન પશ્ચિમી દેશોને સંદોશો આપવામાં માંગે છે કે, આ શહેરમાં ભૂતકાળમાં વિદેશી સત્તા હતી અને જુદી જુદી મિલિટરી વ્યવસ્થા હતા છતાં આજે તિયાનજિન ચીનનું સૌથી સુંદર, વિકસિત અને આધુનિક શહેર બની ગયું છે. એશિયાના બીજા શહેરો પણ આ બેઠક માટે સહમત થયા છે કારણ કે તેઓ જાણે છે કે, ચીનનું આ શહેર પશ્ચિમીકરણથી અભિભૂત થયેલા વિશ્વને મોટો સંદેશો પૂરું પાડવાનું પ્લેટફોર્મ બની રહેશે. 

જાણકારોના મતે તિયાનજિન શહેર ચીનના વિકાસમાં આપેલી ભાગીદારીનું જીવતું જાગતું ઉદાહરણ છે. ચીન દ્વારા રાષ્ટ્રવિકાસ કરાયો અને તેના માટે વિવિધ સેક્ટર અને રાજ્યો તથા શહેરોનું જે યોગદાન મળ્યું તેનું ઉત્તમ ઉદાહરણ આ શહેર છે. આ શહેર બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ માટે ખૂબ જ મહત્ત્વનું છે. તેના દરિયાઈ અને જમીની રસ્તાઓ ચીન, મોંગોલિયા, રશિયાના કોરિડોરને કનેક્ટ કરે છે. તે ઉપરંત ન્યૂ યુરેશિયન લેન્ડ બ્રિજ ચીનને મધ્ય એશિયા સાથે જોડે છે અને યુરોપ બાયપાસ થઈ જાય છે. વિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરરાષ્ટ્રીય કામગીરી કરવાનો અને ઈવેન્ટ યોજવાનો જે પ્રકારનો મહાવરો છે તે તિયાનજિનને અન્ય શહેરો કરતા વધારે સક્ષમ બનાવે છે. આ વખતની એસસીઓ બેઠક થકી તિયાનજિન એસસીઓને મજબૂત કરશે તતા મધ્ય એશિયા અને યુરેશિયાને જોડતા બેલ્ટ એન્ડ રોડ નેટવર્કના મોટા હબ તરીકે વિકસા પામશે. 

તિયાનજિન ખાતે એસસીઓ બેઠકની પણ તડામાર તૈયાર કરી લેવાઈ છે. અહીંયા મોટા સુધારાવધારા કરાયા છે. અહીંયાની હૈહે નદી ઉપર વોકવેમાં સુંદર પારંપરિક શણગાર કરાયા છે. આ ઉપરાંત નદીની પાસે આવેલા ૮.૨ કિ.મીના વોટરફ્રન્ટ, નદી ઉપર આવેલા ૧૪ બ્રિજ તથા નદી કિનારે આવેલા ૨૧૭ બિલ્ડિંગને રોશનીઝી ઝળહળ કરવામાં આવ્યા છે. રોડ અને રસ્તા એકદમ વ્યવસ્થિત કરી લેવાયા છે. તે ઉપરાંત વિવિધ ભાષા બોલી અને સમજી શકતા યુનિવર્સિટીઓમાંથી ૧૦૦૦ વિદ્યાર્થીઓ વોલેન્ટિયર તરીકે લાવવવામાં આવ્યા છે. તેમનું ભાષા ઉપર પ્રભુત્વ, વ્યવહારમાં શાલિનતા, ચહેરા ઉપર સ્મિત તથા કોઈપણ ઈમર્જન્સી સ્થિતિમાં કામ કરવાની આવડત બધું જ તેમને ખાસ બનાવે છે. તેઓ એસસીઓ સમિટમાં સરકારી એજન્સીઓને સતત મદદ કરશે અને તમામ સંચાલન સંભાળશે.

જાણકારોના મતે આ વખતે ચીનની સાથે સાથે ભારત, જાપાન અને રશિયા પણ આક્રમક જણાઈ રહ્યા છે. 

અમેરિકા દ્વારા દરેક વૈશ્વિક મુદ્દે જે રીતે પગપેસારો કરવામાં આવી રહ્યો છે, તે ઉપરાંત જે રીતે દેશો સાથે અંગત વૈમનશ્ય દાખવીને તેમને ટેરિફનો ટેરર બતાવાઈ રહ્યો છે તેનો સામનો કરવા નવા સમીકરણો રચવાની નેમ હોય તેમ જણાઈ રહ્યું છે. ભારત અને ચીન બંને ભેગા થાય તો અમેરિકા માટે સૌથી મોટું જોખમ બની શકે તેમ છે. 

અમેરિકાને ચીન સામે તો વાંધો જ છે એ સ્વાભાવિક છે પણ આ વખતે તેણે ભારતને પણ બાનમાં લેવા દબડાવવા તમામ રીતે પ્રયાસ કર્યા છે. રશિયાની ખભે મિત્રતાનો હાથ મુકીને પીઠ પાછળ તેને ગાળો ભાંડવાનું કામ રશિયા કરી રહ્યું છે. રશિયા અને ચીન વચ્ચે વ્યાપારિક ધોરણે પણ ખૂબ જ મોટા સંબંધો છે. આ ઉપરાંત અમેરિકાના વલણ, નાટોનો વિસ્તારવાદ, સૈન્યોનો વિસ્તારવાદ, ગમે તેના ઉપર પ્રતિબંધો નાખી દેવાનું વલણ, અન્ય દેશોના સાર્વભૌમત્વને હાનિ પહોંચાડવા સુધીની બીનજરૂરી મધ્યસ્થી અને ટકોર કરવાની અમેરિકી વૃત્તિને આ વખતે દમદાર જવાબ આપવા માટે આ સમિટ ચીન ખાતે રાખવામાં આવ્યું છે. આ વખતે રશિયા, ભારત અને ચીન પોતાની સાચી તાકાત અને એકતા થકી દુનિયાને સંદેશો આપવા માગે છે તે દેખાઈ રહ્યું છે.

ટ્રમ્પની દાદાગીરી સામે ચીન પોતાની રણનીતિનો જવાબ આપશે 

જાણકારોના મતે ચીનમાં યોજાનારી આ એસસીઓ સમિટ માત્ર એશિયાના દેશોની ચર્ચા કરવા માટે નહીં પણ વૈશ્વિક સ્તરે એશિયાને વધારે મજબૂત બનાવવા તથા એશિયાના બે સ્તંભ ચીન અને ભારતના વિકાસ તથા તેના સાર્વભૌમત્વના રક્ષણની વાત પણ આ બેઠકમાં ચર્ચાય તેમ લાગે છે. આ બેઠકાં ભારતના પીએમ, નરેન્દ્ર મોદી, રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન, ઈરાનના પ્રમુખ માસૌદ પેઝેશકિઆન, પાકિસ્તાનના પીએમ શેહબાઝ શરિફ, બેલારૂસના પ્રમુખ એલેક્ઝાન્ડર, કઝાખસ્તાનના પ્રમુખ કાસીમ જોમાર્ટ ટોકાયેવ છે. આ ઉપરાંત ઉઝબેકિસ્તાનના પ્રમુખ શાવક્રત મિઝયોયેવ રાહમોન પણ જોડાયા છે. તે સિવાય તુર્કીના પ્રમુખ રેસેપ તાયીપ એર્દોગન, મ્યાંમારના મિલિટરી વડી મિન ઓંગ હલેઈંગ પણ જોડાવના છે. નેપાળના વડા પ્રધાન કે.પી શર્મા ઓલિ, ઈન્ડોનેશિયાના પ્રમુખ પેરાબોવો સુબૈટો તથા મલેશિયાના વડા પ્રધાન અનવર ઈબ્રાહિમ અને માલદિવ્સના પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુ પણ આ નેતાઓ સાથે જોડાવાના છે. 

યુએનના સક્રેટરી જનરલ એન્ટોનિઓ ગુટેરસ તથા સાઉથ ઈસ્ટ શિયન નેશન્સ એટલે કે આસીઆનના સેક્રેટરી જનરલ કાઓ કિમ હોઉન પણ આ સમિટમાં ભાગ લેવાના છે. આ વખતના સમિટમાં રશિયા અને યુક્રેનના યુદ્ધની વાત થશે, ઈઝરાયેલ અને હમાસના યુદ્ધની વાત, ગાઝાનો ભુખમરો, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ વોરછેડયું છે તેની ચર્ચા થવાની છે. જાણકારો માને છે કે, આ વખતની સમિટ ખૂબ જ સારી અને સફળ સાબિત થવાની છે. એશિયાના વિવિધ દેશોના અસ્તિત્વ સામે જે જોખમ ઊભું કરાયું છે તેને મલ્ટિલેટેરાલિઝમ થકી ઉકેલવાનો પ્રયાસ રહેશે. ચીન આ વખતે સમિટ હોસ્ટ કરી રહ્યું છે ત્યારે ચીનના પોતાના પ્રશ્નો, તેની સમસ્યાઓ, તેના સંવાદો અને તેનો વધારે સમય સંવાદોના ઉકેલ માટેનો પ્રયાસ કર્યાનો માહોલ પણ અસર કરશે. આ સિવાય ચીન હોસ્ટ તરીકે એ પણ સાબિત કરવા માગે છે કે, તેની પાસે બુદ્ધિધન અને બળનું પ્રમાણ આપે તેવા લોકોની સંખ્યા છે, જે ચીનમાં ફરીથી ખુશી લાવી શકશે. આ સિવાય તેના દુનિયાના બીજા મોટા દેશો અને વિકસતા અર્થતંત્રો સાથે વ્યાપારિક અને પારસ્પરિક વિકાસના સંબંધો પણ છે. 

Tags :