પ્લેબોય ઈલોન મસ્ક સાથે મેલોનીનું અફેર લાંબું નહીં ચાલે ?
- વિશ્વનો સૌથી ધનિક લફરાંબાજ છે તેના લફરાંની યાદી લાંબી થતી જાય છે, તેનું છેલ્લું ઇલુ..ઇલુ.. ઇટાલીના વડાંપ્રધાન મેલોની સાથેનું છે
- મેલોની મસ્ક તરફ કેમ આકર્ષાઈ તેનું ઘણાંને આશ્ચર્ય છે કેમ કે મેલોનીનું અંગત જીવન સીધી લીટીનું છે. મસ્કનું એક માત્ર જાણીતું અફેર પત્રકાર એન્ડ્રીયા સાથેનું છે પણ મસ્ક ભમરો છે. મસ્કની અંગત જીંદગી પ્લેબોય જેવી છે. હોલીવુડની ટોચની અભિનેત્રીઓ ઉપરાંત પોતાની કંપનીની કર્મચારી યુવતીઓ સાથેના મસ્કના લગ્નેતર સંબંધો ગાજતા રહ્યા છે. મસ્કનાં જાહેર થયેલાં અફેર્સની જ સંખ્યા દસથી વધારે છે. ખાનગીમાં કરેલાં અફેર્સની સંખ્યા કેટલી હશે તેની તો મસ્કને જ ખબર.
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કનું ઈટાલીનાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે અફેર ચાલી રહ્યું હોવાની વાતોએ ચકચાર જગાવી છે. ઈલોન મસ્કની છાતી પર માથું ઢાળીને મેલોની હસી રહ્યાં હોય અને ડિનર ટેબલ પર ટીનેજર લવર્સની જેમ એકબીજાની આંખોમાં ખોવાઈ ગયાં હોય એવી તસવીરો પણ ઈન્ટરનેટ પર વાયરલ થતાં બંનેના અફેરની વાતોને હવા મળી છે.
આ તસવીરો ન્યુ યોર્કના એવોર્ડ સમારોહની છે. મસ્કે આ સમારોહમાં જ્યાર્જિયા મેલોનીને એટલાન્ટિક કાઉન્સિલ ગ્લોબલ સિટીઝન એવોર્ડ અર્પણ કર્યો હતો. સાવ ફાલતુ એવો એવોર્ડ લેવા એક દેશનાં વડાંપ્રધાન આ એવોર્ડ લેવા માટે ન્યુ યોર્ક સુધી લાંબાં થાય એ વાતમાં માલ નથી પણ મસ્કને મળી શકાય એ માટે ખાસ એવોર્ડ સમારોહનું નાટક કરાયું હોવાની પણ ચર્ચા ર્ છે.
મસ્ક ૫૩ વર્ષના છે અને સત્તાવાર રીતે સિંગલ છે. મેલોની ૪૭ વર્ષનાં છે અને ગયા વરસે પોતાના ૧૦ વર્ષ જૂના લિવ ઈન રીલેશનનો અંત આણ્યા પછી સિંગલ છે તેથી મસ્ક અને મેલોની વચ્ચે લાંબા સમયથી અફેર હોવાની વાતો પણ ચાલી રહી છે. મસ્ક જૂન ૨૦૨૩માં સત્તાવાર રીતે પહેલી વાર જ્યોર્જિયા મેલોનીને રોમમાં સત્તાવાર નિવાસસ્થાને મળ્યા ત્યારે જ અફેરની શરૂઆત થઈ ગયેલી એવું કહેવાય છે. એ પછી બંનની ખાનગી મુલાકાતો વધતી ગઈ અને બંને એકબીજામાં ખોવાઈ ગયાં છે એવું પણ કહેવાય છે. મસ્કે મેલોની સાથે કોઈ અફેર હોવાનો ઈન્કાર કર્યો છે પણ મેલોની આ મુદ્દે ચૂપ છે.
મેલોનીની ગણના રાજકારણને વરેલાં નેતા તરીકે થાય છે. ગરીબીમાં ઉછરેલાં મેલોની કટ્ટરવાદી જમણેરી વિચારધારા તરફ વળ્યાં પછી રાજકારણમાં એવાં ખૂંપી ગયેલાં કે, અંગત જીંદગીને બાજુ પર જ મૂકી દીધી હતી. યુરોપમાં યંગસ્ટર્સમાં અફેર સામાન્ય ગણાય છે પણ મેલોનીનાં યુવાનીમાં કોઈ અફેર ચર્ચામાં ના આવ્યાં. મેલોની દરેક વ્યક્તિઓ પરિવાર વસાવવો જોઈએ એવી વિચારધારામાં માને છે તેથી પણ અફેરથી દૂર રહ્યાં.
મેલોનીનું એક માત્ર જાણીતું અફેર પત્રકાર એન્ડ્રીયા ગિમબુ્રનો સાથે રહ્યું. મેલોની ૨૮ વર્ષનાં હતાં ત્યારે આ અફેર શરૂ થયેલું એવું કહેવાય છે પણ મેલોનીએ ૧૦ વર્ષ સુધી આ સંબંધો છૂપાવી રાખેલા. ૨૦૧૫માં મેલોની પ્રેગનન્ટ થયાં ત્યારે આ સંબંધોની જાહેરાત કરી હતી. ૨૦૧૬માં મેલોનીએ દીકરીને જન્મ આપ્યો એ પહેલાં એન્ડ્રીયા સાથે રહેવાનું પણ શરૂ કરી દીધેલું. મેલોની પરિવારનાં તરફદાર છે પણ એન્ડ્રીયા સાથે કદી લગ્ન ના કર્યાં. એન્ડ્રીયા ૨૦૨૩માં સેક્સના વિવાદમાં ફસાયો પછી મેલોનીએ સંબંધો તોડી નાંખ્યા. મેલોની ત્યારથી સિંગલ જ છે.
મેલોની મસ્ક તરફ કેમ આકર્ષાઈ તેનું ઘણાંને આશ્ચર્ય છે કેમ કે મેલોનીનું અંગત જીવન સીધી લીટીનું છે પણ મસ્ક ભમરો છે. મસ્કની અંગત જીંદગી પ્લેબોય જેવી છે. હોલીવુડની ટોચની અભિનેત્રીઓ ઉપરાંત પોતાની કંપનીની કર્મચારી સાથેના મસ્કના લગ્નેતર સંબંધો ગાજતા રહ્યા છે. મસ્કનાં જાહેર થયેલાં અફેર્સની જ સંખ્યા દસથી વધારે છે. ખાનગીમાં કરેલાં અફેર્સની સંખ્યા કેટલી હશે તેની તો મસ્કને જ ખબર.
મસ્કની પહેલી પત્ની જેનિફર જસ્ટિન વિલસન હતી. કેનેડિયન લેખિકા જસ્ટિન અને મસ્ક કેનેડાની ઓન્ટેરિયો યુનિવર્સિટીમાં સાથે ભણતાં હતાં ત્યારે પ્રેમમાં પડેલાં. જસ્ટિને કેનેડામાં અંગ્રેજી સાહિત્યમાં ડીગ્રી મેળવ્યા પછી થોડો સમય જાપાનમાં શિક્ષિકા તરીકે કામ કરેલું પણ એલન મસ્ક અમેરિકામાં સ્થાયી થતાં જસ્ટિન પણ અમેરિકા આવી ગઈ.
એલને જસ્ટિન સાથે ૨૦૦૦માં લગ્ન કર્યાં. ૨૦૦૨માં તેમનું પહેલું સંતાન જન્મ્યું પણ બે મહિનામાં જ ગુજરી ગયું. જસ્ટિન એ પછી ઈન વિટ્રો ફર્ર્ટિલાઈઝેશનની મદદથી ફરી માતા બની અને ૨૦૦૪માં જોડિયા પુત્રોને જન્મ આપ્યો કે જેમાંથી ઝેવિયર છોકરી બની ગયો અને નામ બદલીને વિવિયન કરી દીધું છે.
૨૦૦૬માં જસ્ટિને ટ્રિપ્લેટ્સ એટલે કે ત્રણ બાળકોને જન્મ આપ્યો. જસ્ટિન એલન મસ્ક સાથેના લગ્નજીવનથી છ સંતાનોની માતા બની પછી ૨૦૦૮માં બંનેના ડિવોર્સ થઈ ગયા.
મસ્ક જસ્ટિન સાથે રહેતો હતો ત્યારે બ્રિટિશ અભિનેત્રી તાલુલાહ રિલી સાથે અફેર થઈ ગયેલું. જસ્ટિનને છોડીને મસ્ક ૨૦૦૮માં રીલીને પરણ્યો પણ ૨૦૧૦માં મસ્કે રીલીથી ડિવોર્સ લીધા. ૨૦૧૧માં ફરી બંનેએ લગ્ન કર્યાં પણ રીલી સાથેના લગ્ન દરમિયાન જ ૨૦૧૨માં મસ્કનું એક્ટ્રેસ અંબર હર્ડ સાથે અફેર ચાલુ થયું. રીલીને ખબર પડતાં તેણે ડિવોર્સ માંગ્યા. મસ્કે અફેરનો ઈન્કાર કર્યો તેથી બંને સાથે રહ્યાં પણ ધીરે ધીરે મસ્કનાં છાનગપતિયાં બહાર આવતાં ૨૦૧૪માં મસ્કે રીલીથી ડિવોર્સ લેવા અરજી કરવી પડી. અલબત્ત એ પછી પણ બંને સાથે રહેતાં હતાં.
૨૦૧૬માં રીલી સાથે ડિવોર્સ પછી મસ્ક અંબર હર્ડ સાથે જાહેરમાં દેખાવા માંડયો પણ ૨૦૧૭માં અંબરને પણ છોડી દીધી. ઓસ્ટ્રેેલિયન એક્ેટ્રેસ નતાશા બેસ્સેટ્ટ સાથે પણ મસ્કનું ૨૦૧૦ના દાયકામાં અફેર હતું.
મસ્કના કેનેડિયન મ્યુઝિશીયન ગ્રાઈમ્સ સાથેના અફેરના કારણે અંબર સાથે બ્રેક-અપ થયું હતું. ૨૦૧૮માં ગ્રાઈમ્સે મસ્ક સાથેના સંબંધોની જાહેરાત કરી. ૨૦૨૦ના મેમાં ગ્રાઈમ્સ-મસ્કના પહેલા દીકરાનો જન્મ થયો. ૨૦૨૧ના ડીસેમ્બરમાં મસ્ક અને ગ્રાઈમ્સ સરોગસીથી દીકરીનાં માતા-પિતા બન્યાં. દીકરીના જન્મ પછી તરત મસ્કે ગ્રાઈમ્સ સાથે બ્રેક-અપની જાહેરાત કરી પણ ત્રણ મહિના પછી પાછા બંને વચ્ચે સંબધો બંધાયા. ૨૦૨૩ના સપ્ટેમ્બરમાં ગ્રાઈમ્સે દીકરાને જન્મ આપ્યો. મસ્કે તેના પિતા હોવાનો ઈન્કાર કરતાં ઓક્ટોબરમાં ્રગ્રાઈમ્સે કેસ કરતાં મસ્કે કોર્ટ બહાર સમાધાન કરવું પડેલું.
મસ્કની કંપનીઓમાં એક ન્યુરાલિંક છે. ન્યુરાલિંકની ઓપરેશન્સ એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ્સની ડિરેક્ટર શિવોન ઝિલ્સ સાથે મસ્કના એક દાયરાથી વધારે સમયથી સેક્સ સંબંધો છે. ૨૦૨૨ના જુલાઈમાં શિવોને આઈવીએફથી જોડિયા દીકરાઓને જન્મ આપેલો અને ૨૦૨૪માં શિવોન મસ્કના ત્રીજા સંતાનની માતા બની. મસ્ક શિવોન સાથે રહેતો નથી પણ બંનેના સંબંધો અત્યંત ગાઢ હોવાનું કહેવાય છે.
મસ્કનો ભવ્ય ભૂતકાળ જોતાં મેલોની સાથે તેનું અફેર લાંબું નહીં ચાલે એવી આગાહીઓ થઈ રહી છે. આ આગાહી કેટલી સાચી પડે છે એ જોઈએ.
મસ્ક સાથેના સેક્સ સંબંધોના કારણે ગુગલના સ્થાપકે પત્નીને ડિવોર્સ આપ્યા
મસ્કના ગુગલના સ્થાપક સર્ગેઈ બ્રિન્સની પત્ની નિકોલ શાનહાન સાથેના અફેરે ભારે ચકચાર જગાવી હતી. મસ્ક સાથેના સેક્સ સંબંધોની સર્ગેઈને ખબર પડી જતાં નિકોલના સર્ગેઈ સાથે ડિવોર્સ થઈ ગયા હતા. મસ્ક અને સર્ગેઈની મિત્રતા પણ તૂટી ગઈ હતી.
નિકોલ શાનહાનને સર્ગેઈ સાથેના લગ્નથી થયેલી દીકરીને ઓટિઝમ હોવાનું ૨૦૨૦માં નિદાન થયું હતું. નિકોલે દીકરીની સારવાર કરાવવા મસ્કની સલાહ લીધી હતી કેમ કે મસ્કેનો પોતાનો દીકરો આ પ્રકારની બિમારીમાંથી પસાર થયો હતો. મસ્કે નિકોલને પોતાના ડોક્ટરનો રેફરન્સ આપ્યો. નિકોલે તેને સાથે આવવા કહેતાં મસ્ક તેની સાથે ગયો અને બંને વચ્ચે સંબંધોની શરૂઆત થઈ. ડોક્ટર નિકોલની દીકરીની સારવાર કરતો ત્યારે મસ્ક અને શાનહાન એકબીજામાં ખોવાઈ જતાં અને સેક્સ માણતાં હતાં એવું કહેવાય છે. સર્ગેઈને આ વાતની ખબર પડી જતાં ૨૦૨૧ના ડીસેમ્બરમાં અલગ થયો અને ૨૦૨૨ના જાન્યુઆરીમાં ડિવોર્સની અરજી કરી.
નિકોલ અને મસ્કે અફેરની વાતોને નકારી પણ ધ વોલ સ્ટ્રીટ જર્નલે બંનેના સંબંધોના સાક્ષીઓનાં નિવેદનો પ્રસિધ્ધ કર્યાં હતાં. મસ્ક કે નિકોલમાંથી કોઈએ તેની સામે કાનૂની કાર્યવાહી ના કરતાં બંનેના સંબંધો હોવાની વાત સાચી સાબિત થઈ. નિકોલ-મસ્કનું અફેર બહુ લાંબુ ના ચાલ્યું કેમ કે ૨૦૨૩માં નિકોલે બિટકોઈન સોફ્ટવેર કંપનીના જેકોબ સ્ટ્રમવાસ્સેર સાથે રહેવાનું શરૂ કરી દીધું.
નિકોલ શાનહાન રાજકારણમાં પણ સક્રિય છે. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ઉભા રહેલા રોબર્ટ એફ. કેનેડી જુનિયરની નજીક મનાતી નિકોલને કેનેડીએ પોતાની રનિંગ મેટના બનાવી હતી.
મેલોનીની મોદી સાથેની ફ્રેન્ડશીપ, મેલોડી હેશ ટેગ ચર્ચામાં રહ્યાં
જ્યોર્જિયા મેલોની નરેન્દ્ર મોદી સાથેની મિત્રતાના કારણે પણ ભારતમાં ચર્ર્ચામાં રહી છે. મેલોની ૨૦૨૩ના માર્ચમાં ભારત આવ્યાં ત્યારે મોદી સાથેની તેમની તસવીરો બહુ વાયરલ થઈ હતી. મોદી ૨૦૨૩ના ડીસેમ્બરમાં દુબઈમાં યુનાઈટેડ નેશન્સની કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (સીઓપી૨૮) બેઠકમાં ભાગ લેવા ગયા ત્યારે પણ જ્યોર્જિયા મેલોનીને મળ્યા હતા. મોદીએ એ વખતે ઈટાલિયન ભાષામાં પોસ્ટ કરી હતી. મેલોનીએ જવાબમાં મોદી સાથેની સેલ્ફી મૂકીને મોદીને ગુડ ફ્રેન્ડ ગણાવ્યા હતા. મેલોનીએ મેલોની અને મોદીનાં નામ મિક્સ કરીને હેશટેગ મેલોડી બનાવ્યું તેની પણ ભારે ચર્ચા રહી હતી.