મસ્કનું શિવોન સાથે 10 વર્ષથી અફેર, ટ્રમ્પની તાજપોશીમાં સ્વીકાર
- ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે પોતાનું કોઇ ચક્કર નથી એવું સાબિત કરવા જ પહેલીવાર ઇલોન મસ્ક શિવોન ઝિલ્સ સાથે જાહેરામાં દેખાયા હતા
- શિવોન સાથે મસ્કના એક દાયકાથી વધારે સમયથી સેક્સ સંબંધો છે છતાં મસ્કે કદી તેની સાથેના સંબંધોનો જાહેરમાં સ્વીકાર કર્યો નથી કે તેની સાથે જાહેરમાં દેખાયો નથી. શિવોનથી મસ્ક ત્રણ સંતાનોનોં -પિતા બન્યો છે. 2022ના જુલાઈમાં શિવોને આઈવીએફથી જોડિયા દીકરાઓને જન્મ આપેલો. 2024માં શિવોન મસ્કના ત્રીજા સંતાન એવી દીકરીની માતા બની હતી પણ કદી મસ્કે જાહેરમાં આ સંબંધો સ્વીકાર્યા નથી. હવે અચાનક અમેરિકાના પ્રમુખની શપથવિધીમાં મસ્ક શિવોન સાથે હાજર થયો તેના કારણે દાળમાં કંઈક કાળું હોવાનું લાગે એ સ્વાભાવિક છે. મસ્ક અને શિવોનના સંબંધો કેટલું ટકશે એ ચર્ચા શરૂ થઈ છે કેમ કે મસ્ક સમયાંતરે પત્ની અને પ્રેમિકાઓ બદલવા માટે વગોવાયેલો છે. હોલીવુડની ટોચની એક્ટ્રેસીસથી માંડીને ધનિકોની પત્નીઓ સાથેના મસ્કના લગ્નેતર સંબંધો સતત ગાજતા રહ્યા છે.
અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધીના સમારોહમાં દુનિયામાં સૌથી ધનિક ઇલોન મસ્કે શિવોન ઝિલિસ સાથે દેખા દીધી તેના કારણે મસ્કના સ્ત્રીઓ સાથેના સંબંધો ફરી ચર્ચામાં છે. મસ્કે શિવોન ઝિલિસ સાથે પહેલાં કદી જાહેરમાં દેખાયો નહોતો તેથી આ યુવતી કોણ છે એ સવાલ સૌથી પહેલાં ઉઠેલો. આ યુવતી શિવોન ઝિલીસ હોવાની ખબર પડી પછી મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધીનો સમય જ ઝિલિસ સાથે જાહેરમાં દેખાવા કેમ પસંદ કર્યો એ ચર્ચા ચાલી રહી છે.
યોગાનુયોગ મસ્કનું ઈટાલીનાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે અફેર હોવાની વાતો જોરશોરથી ચાલી રહી છે ત્યારે જ મસ્ક શિવોન જાહેરમાં દેખાયો છે. આ કારણે કારણે મસ્કનું મેલોની સાથે અફેર હોવાની વાત એકદમ પાકી હોવાની વાતો ચાલી રહી છે. આ વાતો કરનારાંના મતે, મસ્કે પોતાનું મેલોની સાથે કોઈ ચક્કર નથી એવું સાબિત કરવા જ પહેલી વાર શિવોન ઝિલ્સ સાથે જાહેરમાં દેખાવાનું પસંદ કર્યું છે. અમેરિકાના પ્રમુખની શપથવિધીમાં શિવોન સાથે હાજરી આપીને મસ્કે એવો મેસેજ આપવા પ્રયત્ન કર્યો છે કે, અત્યારે શિવોન ઝિલ્સ જ તેની સત્તાવાર પાર્ટનર છે અને બીજી કોઈ સ્ત્રી સાથે પોતે સંકળાયેલો નથી. આ વાત સાવ મોં-માથા વિનાની નથી જ કેમ કે શિવોન સાથે મસ્કના એક દાયકાથી વધારે સમયથી સેક્સ સંબંધો છે છતાં મસ્કે કદી તેની સાથેના સંબંધોનો જાહેરમાં સ્વીકાર કર્યો નથી કે તેની સાથે જાહેરમાં દેખાયો નથી. શિવોનથી મસ્ક ત્રણ સંતાનોનોં -પિતા બન્યો છે. ૨૦૨૨ના જુલાઈમાં શિવોને આઈવીએફથી જોડિયા દીકરાઓને જન્મ આપેલો. ૨૦૨૪માં શિવોન મસ્કના ત્રીજા સંતાન એવી દીકરીની માતા બની હતી પણ કદી મસ્કે જાહેરમાં આ સંબંધો સ્વીકાર્યા નથી. હવે અચાનક અમેરિકાના પ્રમુખની શપથવિધીમાં મસ્ક શિવોન સાથે હાજર થયો તેના કારણે દાળમાં કંઈક કાળું હોવાનું લાગે એ સ્વાભાવિક છે.
જો કે દાળમાં કાળું હોય કે ના હોય પણ શિવોન ઝિલ્સ સાથેના સંબંધો હવે મસ્ક છૂપાવવા નથી માગતો એ હકીકત છે. મસ્કે શિવોન સાથેના સંબધો જગજાહેર પહેલાં જ કરી લીધેલા કેમ કે મસ્કે પોતે શિવોનનાં સંતાનોનો પિતા હોવાનું તો બહુ પહેલાં જ સ્વીકારી લીધેલું. શિવોનનાં સંતાનોના પિતા તરીકે સત્તાવાર રીતે મસ્કનું નામ છે તેથી મસ્કે સંબંધો તો સ્વીકારેલા ને હવે જાહેર પણ કરી દીધા છે.
આ જાહેરાતના પહલે મસ્ક અને શિવોનના સંબંધો કેટલું ટકશે એ ચર્ચા શરૂ થઈ છે કેમ કે મસ્ક સમયાંતરે પત્ની અને પ્રેમિકાઓ બદલવા માટે વગોવાયેલો છે. મસ્કનાં જાહેર થયેલાં અફેર્સની જ સંખ્યા દસથી વધારે છે. ખાનગીમાં કરેલાં અફેર્સની સંખ્યા કેટલી હશે તેની તો મસ્કને જ ખબર પણ હોલીવુડની ટોચની એક્ટ્રેસીસથી માંડીને ધનિકોની પત્નિઓ સાથેના મસ્કના લગ્નેતર સંબંધો સતત ગાજતા રહ્યા છે.
મસ્કે બે યુવતી સાથે કુલ ત્રણ વાર લગ્ન કર્યાં. મસ્કની પહેલી પત્ની જેનિફર જસ્ટિન વિલસન કેનેડિયન લેખિકા છે. જસ્ટિન અને મસ્ક કેનેડાની ઓન્ટેરિયો યુનિવર્સિટીમાં સાથે ભણતાં ભણતાં પ્રેમમાં પડી ગયેલાં. જસ્ટિને કેનેડામાં અંગ્રેજી સાહિત્યમાં ડીગ્રી મેળવી પછી થોડો સમય જાપાનમાં શિક્ષિકા તરીકે કામ કરેલું પણ મસ્ક અને જસ્ટિન બંને પહેલા પ્રેમને ના ભૂલી શક્યાં એટલે એલન મસ્ક અમેરિકામાં સ્થાયી થતાં જસ્ટિન પણ અમેરિકા આવી ગઈ.
એલને જસ્ટિન સાથે ૨૦૦૦માં લગ્ન કર્યાં અને ૨૦૦૨માં તેમનું પહેલું સંતાન જન્મ્યું પણ બે મહિનામાં જ ગુજરી ગયું હતું. જસ્ટિન પછી ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશનની મદદથી ફરી માતા બની અને ૨૦૦૪માં જોડિયા પુત્રોને જન્મ આપ્યો. આ બે દીકરામાંથી એક ઝેવિયર સેક્સ ચેન્જ કરીને છોકરી બની ગયો છે. અત્યારે ઝેવિયર વિવિયન નામે રહે છે. મસ્ક અને વિવિયન વચ્ચે બોલવાના પણ સંબંધો નથી.
૨૦૦૬માં જસ્ટિને ટ્રિપ્લેટ્સ એટલે કે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. જસ્ટિન એલન મસ્ક સાથેના લગ્નજીવનથી છ સંતાનોની માતા બની કે જેમાંથી કે જેમાંથી ૫ સંતાનો જીવે છે. ૨૦૦૮માં બંનેના ડિવોર્સ થઈ ગયા કેમ કે મસ્ક જસ્ટિનને પરણેલો હતો ત્યારે જ બ્રિટિશ અભિનેત્રી તાલુલાહ રિલી સાથે અફેર થઈ ગયેલું. જસ્ટિનથી ડિવોર્સ મળતાં જ મસ્ક ૨૦૦૮માં તાત્કાલિક રીલીને પરણી ગયો હતો પણ બે વર્ષમાં ધરાઈ જતાં ૨૦૧૦માં મસ્કે રીલીથી ડિવોર્સ લઈ લીધા. ડિવોર્સ લીધા પછી તેના વિના ના રહેવાયું ૨૦૧૧માં ફરી બંનેએ લગ્ન કર્યાં.
જો કે રીલી સાથેના લગ્ન દરમિયાન જ ૨૦૧૨માં મસ્કનું એક્ટ્રેસ અંબર હર્ડ સાથે અફેર ચાલુ થઈ ગયું. રીલીને ખબર પડતાં તેણે ડિવોર્સ માંગ્યા. મસ્કે અંબર હર્ડ સાથે અફેરની વાતાનો ઈન્કાર કર્યો તેથી રીલી માની ગઈ ને શાંતિથી સાથે રહેવા લાગી પણ ધીરે ધીરે મસ્કનાં અંબર હર્ડ સાથેનાં છાનગપતિયાં બહાર આવવા માંડતાં ૨૦૧૪માં મસ્કે રીલીથી ડિવોર્સ લેવા અરજી કરવી પડી.
મસ્કનું એ વખતે પણ ઓસ્ટ્રેેલિયન એક્ેટ્રેસ નતાશા બેસ્સેટ્ટ સાથે પણ અફેર ચાલુ હતું. ડિવોર્સની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે રીલી અને મસ્ક બંને સાથે રહેતાં હતાં. એ વખતે જ મસ્કનું શિવોન ઝિલિસ સાથે પણ અફેર ચાલુ થઈ ગયેલું. ૨૦૧૬માં રીલી સાથે ડિવોર્સ પછી રીલી જ અલગ રહેવા જતી રહી એટલે મસ્ક અંબર હર્ડ સાથે જાહેરમાં દેખાવા માંડયો પણ ૨૦૧૭માં અંબરને પણ છોડી દીધી.
મસ્કના કેનેડિયન મ્યુઝિશીયન ગ્રાઈમ્સ સાથેના અફેરના કારણે અંબર સાથે બ્રેક-અપ થયું હતું. ૨૦૧૮માં ગ્રાઈમ્સે મસ્ક સાથેના સંબંધોની જાહેરાત કરી. ૨૦૨૦ના મેમાં ગ્રાઈમ્સ-મસ્કના પહેલા દીકરાનો જન્મ થયો.
૨૦૨૧ના ડીસેમ્બરમાં મસ્ક અને ગ્રાઈમ્સ સરોગસીથી દીકરીનાં માતા-પિતા બન્યાં. દીકરીના જન્મ પછી તરત મસ્કે ગ્રાઈમ્સ સાથે બ્રેક-અપની જાહેરાત કરી પણ ત્રણ મહિના પછી પાછા બંને વચ્ચે સંબધો બંધાયા.
ગ્રાઈમ્સે ૨૦૨૩ના સપ્ટેમ્બરમાં દીકરાને જન્મ આપ્યો. મસ્કે તેના પિતા હોવાનો ઈન્કાર કરતાં ઓક્ટોબરમાં ગ્રાઈમ્સે કેસ કરતાં મસ્કે કોર્ટ બહાર સમાધાન કરવું પડેલું. ગ્રાઈમ્સ શિવોન ઝિલિસની ફ્રેન્ડ હતી ને શિવોને જ ગ્રાઈમ્સ સાથે મસ્કનો પરિચય કરાવેલો એવું કહેવાય છે. મસ્કના શિવોન સાથે તો સંબંધો હતા જ પણ ગ્રાઈમ્સ સાથે પણ ચાલુ પડી ગયેલો.
આ બધાં અફેર વચ્ચે મસ્કના ગુગલના સ્થાપક સર્ગેઈ બ્રિન્સની પત્ની નિકોલ શાનહાન સાથેના અફેરે પણ ચકચાર જગાવી હતી. મસ્ક સાથેના સેક્સ સંબંધોની સર્ગેઈને ખબર પડી જતાં નિકોલના સર્ગેઈ સાથે ડિવોર્સ થઈ ગયા હતા. મસ્ક અને સર્ગેઈની મિત્રતા પણ તૂટી ગઈ હતી. મસ્કે પછી નિકોલને છોડી દીધી ને નિકોલ પણ જેકોબ સ્ટ્મવાસ્સેર નામના ક્રિપ્ટો કિંગ સાથે રહે છે.
શિવોન સાથેનું મસ્કનું અફેર લાંબું ચાલ્યું છે. મસ્કના અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધોની ખબર હોવા છતાં શિવોને સંબધો નિભાવ્યા એ જોતાં બંને આજીવન સાથે રહે એવું બની શકે.
મસ્કની પ્રેમિકા શિવોનની માતા શારદા ભારતીય, શિવોન આઈસ હોકી પ્લેયર હતી
મસ્કની પ્રેમિકા શિવોન ઝિલિસ માતાના પક્ષે ભારતીય મૂળની છે. કેનેડાના ઓન્ટેરિયોના મરખમમાં ૮ ફેબ્રુઆરી, ૧૯૮૬ના લપોજ જન્મેલી શિવોનની માતા શારદા એન. પંજાબી છે જ્યારે પિતા રિચાર્ડ ઝિલિસ કેનેડિયન છે. શિવોન સ્કૂલના સમયથી આઈસ હોકી રમતી. શિવોનની રમત જોઈને ઘણાંને આઈસ હોકીમાં કરીયર બનાવશે એવું લાગતું પણ કેનેડાની સ્કૂલમાં શિક્ષણ પૂરું કર્યા પછી શિવોન અમેરિકા યેલ યુનિવર્સિટીમાં ભણવા ઉપડી ગઈ હતી. શિવોન યેલ યુનિવર્સિટીની આઈસ હોકી ટીમમાં પણ હતી પણ ભણવામાં વધારે રસ પડતાં શિવોને હોકી રમવાનું છોડી દીધું.
ઈકોનોમી અને ફિલોસોફીમાં ૨૦૦૮માં ગ્રેજ્યુએટ થયા પછી ઝિલિસે પહેલી નોકરી ન્યુ યોર્કમાં આઈબીએમમાં શરૂ કરી હતી. શિવોન વિકાસશીલ દેશોમાં ફાયનાન્સિયલ ટેકનોલોજી પરના પ્રોજેક્ટમાં કામ કરતી હતી. પેરુ અને ઈન્ડોનેશિયા એ બે દેશો તેને સોંપાયા હતા. ૨૦૧૨માં શિવોને બ્લૂમબર્ગ સાથે મળીને વેન્ચર કેપિટલ ફર્મ બ્લૂમબર્ગ બીટા શરૂ કરી. આ સાહસના કારણે શિવોનનું નામ થયું અને ૨૦૧૫માં ફોર્બ્સની ૩૦ વર્ષથી ઓછી ઉંમરના ૩૦ વેન્ચર કેપિટાલિસ્ટની યાદીમાં તેને સ્થાન મળેલું.
શિવોન ૨૦૧૪માં જ ઓપનએઆઈ માટે કામ કરતી હતી ત્યારે એલન મસ્કના પરિચયમાં આવી અને બંનેના સંબધોની શરૂઆત થઈ હોવાનું મનાય છે. ૨૦૧૭માં શિવોન ટેસ્લામાં જોડાઈ. ટેસ્લામાં ઓટોપાયલોટ પ્રોડક્ટ અને ચીપ ડીઝાઈન ટીમમાં શિવોન પ્રોજેક્ટ ડિરેક્ટર હતી.
મસ્કે ૨૦૧૬માં ન્યુરાલિંક કંપની બનાવેલી. શિવોન સાથેના ગાઢ સંબંધોના કારણે ૨૦૧૯માં ન્યુરાલિંકમાં ઓપરેશન્સ એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ્સની ડિરેક્ટર બનાવાઈ ત્યારથી શિવોન ન્યુરાલિંક સાથે જોડાયેલી છે.
મસ્કનું જ્યોર્જિયા મેલોની સાથે અફેર હોવાની પણ ચર્ચા
ઈલોન મસ્કનું ઈટાલીનાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે અફેર ચાલી રહ્યું હોવાની વાતો લાંબા સમયથી ચાલે છે. મસ્કની છાતી પર માથું ઢાળીને મેલોની હસી રહ્યાં હોય અને ડિનર ટેબલ પર ટીનેજર લવર્સની જેમ બંને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયાં હોય એવી તસવીરો પણ નેટ પર ફરે છે પણ આ તસવીરો એઆઈ દ્વારા સર્જિત હોવાની શક્યતા વધારે છે.
જો કે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી મેલોનીને મળી રહેલા મહત્વને જોતાં મસ્ક અને મેલોનીના સંબધો ગાઢ છે એ નક્કી છે. ટ્રમ્પની તાજપોશીમાં નરેન્દ્ર મોદીને ટ્રમ્પે વ્યક્તિગત નિમંત્રણ નહોતું આપ્યું પણ મેલોનીને આપેલું. મસ્કના કારણે એ શક્ય બન્યાનું મનાય છે. મેલોનીએ ઈટાલીમાં મસ્કની કંપની સ્ટારલિંકને મોટા કોન્ટ્રાક્ટ આપ્યા છે તેના કારણે પણ બંનેના સંબંધો ગાઢ લાગી રહ્યા છે.
મેલોની ૪૭ વર્ષનાં છે અને ૨૦૨૩માં પોતાના ૧૦ વર્ષ જૂના લિવ ઈન રીલેશનનો અંત આણીને સિંગલ થઈ ગયાં છે. પત્રકાર એન્ડ્રીયા ગિમબુ્રનો સાથેના સંબંધોથી મેલોનીને દીકરી છે પણ કોઈ પુરૂષ સાથે તેમેન સંબંધો નથી. આ સંજોગોમાં મસ્ક સાથે સંબંધો હોવાની શક્યતા નકારી ના શકાય.