- અફઘાનિસ્તાનના હુમલા બાદ શાહબાઝ સરકાર પાકિસ્તાની સેનાને શરણે, મુનિર સત્તા હાથમાં લેવા અને ગૃહયુદ્ધ અટકાવવા યુદ્ધ કરતા હોવાના આરોપો
- કાશ્મીરમાં આતંકવાદમાં વધારો કરવો કે પછી અફઘાનિસ્તાન સાથે સીધી જ ટક્કર લેવી, આ રણનીતિ મુનીરને ફળી છે. વર્તમાન સમયમાં એવું લાગી રહ્યું છે કે, શાહબાઝ શરીફની સરકાર માત્ર એક રબરસ્ટેમ્પ જેવી બની ગઈ છે. પાકિસ્તાનમાં મુનીરનું જ વર્ચસ્વ છે: પાકિસ્તાન દ્વારા ઓપરેશન ગઝબ-લિલ-હક શરૂ કરવામાં આવ્યું હતું. કાબુલ, કંદહાર અને પક્તિયા જેવા મહત્ત્વના વિસ્તારોમાં આવેલા અફઘાનિ સૈન્યના ઠેકાણા ઉપર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. બીજી તરફ તાલિબાનોના સરકારી પ્રવક્તા જબીઉલ્લા મુજાહિદે દાવો કર્યો છે કે, તેમણે પાકિસ્તાનની 19 ચેકપોસ્ટ નષ્ટ કરી દીધી છે અને 50થી વધારે પાકિસ્તાની સૈનિકોનો ખાતમો બોલાવી દીધો છે: પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં 133 અફઘાની તાલિબાનોના મોત થયા છે. બીજી તરફ 200થી વધારે તાલિબાનો ઈજાગ્રસ્ત થયા છે. નકવીએ કહ્યું કે પાકિસ્તાની હવાઈ હુમલામાં તાલિબાનોની 27 પોસ્ટને નુકસાન થયું છે. મોટાભાગની ધ્વસ્ત થઈ ગઈ છે. તે ઉપરાંત દસથી વધારે તાલિબાનોને ઝડપી પાડવામાં આવ્યા છે
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. તેના કારણે ફરી એક વખત દક્ષિણ એશિયાનું વાતાવરણ તંગ બન્યું છે. તાલિબાનો દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલાના જવાબમાં પાકિસ્તાન દ્વારા વ્યાપક હુમલો કરાયો છે. તેના કારણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને તરફ ઘણા લોકોનાં મોત થયા છે. જાણકારો માને છે કે, આ સંઘર્ષ પાછળ હકિકતે ગ્લોબલ પોલિટિક્સ નહીં પણ પાકિસ્તાનનું જ રાજકીય ષડયંત્ર હોય તેમ લાગે છે. તેઓ કહે છે કે, આ હુમલા અને બચાવી જવાબ દરમિયાન એક બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે, પાકિસ્તાન હવે સિક્યોરિટી સ્ટેટ બની ગયું છે. ત્યાં લોકશાહી માટે કોઈ સ્થાન નથી. પાકિસ્તાનમાં ધીમે ધીમે સત્તાનું કેન્દ્ર મિલિટરી બની રહી છે અને હવે બંદૂકો અને તોપ દ્વારા જ પાડોશીઓ સાથે વ્યવહાર કરવામાં આવે તેવું દેખાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે પરોઢીયે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના ઘણા વિસ્તારો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના અનેક વિસ્તારોને ટાર્ગેટ કરવા સાથે ઓપરેશન ગઝબ-લિલ-હક શરૂ કરવામાં આવ્યું હતું. કાબુલ, કંદહાર અને પક્તિયા જેવા મહત્ત્વના વિસ્તારોમાં આવેલા અફઘાનિ સૈન્યના ઠેકાણા ઉપર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનનો દાવો હતો કે, અફઘાનિસ્તાન અને તાલિબાનો દ્વારા વારંવાર પરેશાન કરવા અને ઉશ્કેરણી માટે જે ફાયરિંગ કરવામાં આવે છે તેનો આ જવાબ આપવામાં આવ્યો છે. બીજી તરફ તાલિબાનોના સરકારી પ્રવક્તા જબીઉલ્લા મુજાહિદે દાવો કર્યો છે કે, તેમણે પાકિસ્તાનની ૧૯ ચેકપોસ્ટ નષ્ટ કરી દીધી છે અને ૫૦થી વધારે પાકિસ્તાની સૈનિકોનો ખાતમો બોલાવી દીધો છે. આ યુદ્ધ છે કે, યુદ્ધની સ્થિતિ તે હજી સ્પષ્ટ નથી. તેમ છતાં એક બાબત સ્પષ્ટ છે કે, પાકિસ્તાનમાં રાજકીય સ્થિતિ ડામાડોળ છે અને તેના પગલે સરકાર દ્વારા આ હુમલા કરાવાઈ રહ્યા છે. ખાસ કરીને પાકિસ્તાની આર્મીના વડા આસિમ મુનીર સત્તાનું કેન્દ્ર પોતાના હાથમાં લેવા માગી રહ્યા હોવાની ચર્ચાએ વેગ પકડયું છે.
બીજી તરફ પાકિસ્તાને પણ કરેલા હુમલાના અહેવાલો સામે આવ્યા છે. તાલિબાન દ્વારા પણ પાકિસ્તાની હુમલાની પુષ્ટી કરવામાં આવી હતી. તાલિબાનીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા કાયરતાપૂર્ણ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. તેના કારણે ઈમારતો અને અન્ય માળખાને નુકસાન થયું છે. તેના દ્વારા કોઈ જાનહાની થઈ નથી. બીજી તરફ પાકિસ્તાની મંત્રી મોહસિન નકવીએ દાવો કર્યો છે કે, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં ૧૩૩ અફઘાની તાલિબાનોના મોત થયા છે. બીજી તરફ ૨૦૦થી વધારે તાલિબાનો ઈજાગ્રસ્ત થયા છે. નકવીએ કહ્યું કે પાકિસ્તાની હવાઈ હુમલામાં તાલિબાનોની ૨૭ પોસ્ટને નુકસાન થયું છે. મોટાભાગની ધ્વસ્ત થઈ ગઈ છે. તે ઉપરાંત દસથી વધારે તાલિબાનોને ઝડપી પાડવામાં આવ્યા છે.
જાણકારો માને છે કે, શાહબાઝ સરકાર નબળી પડી રહી છે. તે સત્તાનું સુકાન પોતાના હાથમાં રાખી શકવાની સ્થિતિમાં નથી. બીજી તરફ આસિમ મુનીરને સત્તા પોતાની પાસે જોઈએ છે. તેઓ તેના માટે દબાણ કરતા હતા. કેટલાક લોકો માને છે કે, આસિમ મુનિર પાસે સત્તા ત્યાં સુધી જ ટકવાની છે જ્યાં સુધી યુદ્ધનો માહોલ રહેવાનો છે. તેઓ પાકિસ્તાનને સતત યુદ્ધ વચ્ચે ફસાયેલું રાખશે. રાજકીય જાણકારનું માવવું, મુનીરે આ હુમલો કરાવીને, અફઘાનિસ્તાન વિરોધી વિચારણસણી ફેલાવીને પાકિસ્તાનની સત્તા પોતાના હાથમાં લેવા માગે છે. અફઘાનિસ્તાન ઉપર થયેલા હુમલા પણ ચીમકી જ છે કે, સત્તા હજી પણ મુનિરના હાથમાં જ છે. કાશ્મીરમાં આતંકવાદમાં વધારો કરવો કે પછી અફઘાનિસ્તાન સાથે સીધી જ ટક્કર લેવી, આ રણનીતિ મુનીરને ફળી છે. વર્તમાન સમયમાં એવું લાગી રહ્યું છે કે, શાહબાઝ શરીફની સરકાર માત્ર એક રબરસ્ટેમ્પ જેવી બની ગઈ છે. પાકિસ્તાનમાં મુનીરનું જ વર્ચસ્વ છે.
બીજી તરફ એક વિચાર એવો પણ આવી રહ્યો છે જે પાકિસ્તાન માટે ચિંતાજનક છે. એવી ચર્ચા છે કે, પાકિસ્તાન હાલમાં પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ પૂર્વી મોરચે ભારત સાથે તણાવ વધ્યો છે ત્યાં પશ્ચિમી સરહદે તાલિબાનીઓ દ્વારા હિંસા કરવામાં આવી રહી છે. તાલિબાનોએ ડૂરંડ લાઈન ઉપર પાકિસ્તાનના વર્ચસ્વને પડકાર્યું છે. મહત્ત્વની વાત એ છે કે, એક સમય હતો જ્યારે આઈએસઆઈ આ જ તાલિબાનો સાથે ઘરોબો ધરાવતા હતા. આઈએસઆઈના આકાઓ આ જ તાલિબાનોને તેમની રણનીતિ અને તેની તૈયારીઓના મહત્ત્વના અંગ માનતા હતા. હવે સ્થિતિ એ થઈ ગઈ છે કે, પશ્તૂન યુવાનો લાહોર અને રાવલપિંડીના પંજાબી નેતૃત્વ સામે બંડ પોકારી રહ્યા છે. તાલિબાનોના આ યુદ્ધને હવે અફઘાનિસ્તાનની એક રાષ્ટ્રવાદી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે. તાલિબાનોનો આ હુમલા થકી સ્પષ્ટ સંદેશ છે કે, તેઓ કોઈપણ હિસાબે પાકિસ્તાનના ઈશારે કામ કરશે નહીં.
એવું કહેવાય છે કે, પાકિસ્તાન દ્વારા ટીટીપી ઉપર અફઘાનિસ્તાનમાં શરણું લેવાનો આરોપ મુકવામાં આવતો હોય છે. વાસ્તવિકતા એવી છે કે, આ સુન્ની ઉગ્રવાદીઓને પાકિસ્તાનના જ ડીપ સ્ટેટ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને સજ્જ કરવામાં આવ્યા છે. હવે આ જ ટીટીપીના લડવૈયાઓ તેમના આકાઓની સામે પડયા છે. પાકિસ્તાન ભલે આધુનિક હથિયારો અને મિસાઈલ્સ વધારે ધરાવતું હોય પણ તાલિબાનો પાસે જમીની યુદ્ધનો અનુભવ ઘણો વધારે છે. તેઓ ૪૫ વર્ષથી સોવિયેત સંઘ અને અમેરિકા જેવા શક્તિશાળી રાષ્ટ્રો અને તેમની સૈન્ય તાકાતો સાથે સંઘર્ષમાં ઝીંક ઝીલતા આવ્યા છે. આ બંને મહાસત્તાઓ તેમણે અફઘાનિસ્તાનમાંથી ખદેડી કાઢી છે. આ સંજોગોમાં પાકિસ્તાન માટે આ યુદ્ધ વધારે પીડા આપનારું બની ગયું છે. આ યુદ્ધનો શિકાર પાકિસ્તાન પોતે જ બન્યું હોય તેમ લાગી રહ્યું છે.
જાણકારો માને છે કે, મુનિર સત્તા મેળવવા માટે આકરા થયા છે. તે સૈન્યને કૂચ કરવાના આદેશ આપી શકે છે. આ ઉપરાંત હાલમાં પણ અફઘાનિસ્તાન સાથે યુદ્ધ કરાવી રહ્યા છે અને તેનાથઈ કશું જ સાબિત થવાનું નથી. આ યુદ્ધની સ્થિતિથી પાકિસ્તાની સૈન્ય અધિકારીઓના પદમાં અને મુનીરની સત્તામાં કદાચ વધારો થઈ શકે પણ હકિકતે તો સામાન્ય માણસ અને પાકિસ્તાનના ભવિષ્યને ખૂબ જ ખરાબ અસર થઈ રહી છે. મુનીરના મિલિટરી રાજના સપાનાના ઉત્સાહ અને પાકિસ્તાની સેનાના આંધળુકિયાએ પાકિસ્તાનને યુદ્ધની ભઠ્ઠીમાં શેકાવા મુકી દીધું હોય તેમ લાગે છે. પશ્તૂનો સાથેના મતભેદ, આંતરિક જાતીય લડાઈઓ, વધારે ગંભીર થશે તે દેખાઈ રહ્યું છે. આગામી સમયમાં પાકિસ્તાની નાગરિકોને જ પાકિસ્તાનની સેનાની આ ભુલોની ભયાનક કિંમત ચુકવવાની આવશે.
મહિનાઓથી તાલિબાનો અને પાકિસ્તાની જવાનો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે
જાણકારો માને છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે એકાએક યુદ્ધ શરૂ થયું નથી. છેલ્લાં ઘણા મહિનાઓથી આ બંને વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો જ એક ભાગ છે.
ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં તાલિબાનો અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે ગંભીર સ્થિતિ સર્જાઈ હતી અને સામાસામે ઘાતક હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં ઘણા સૈનિકો, નાગરિકોનાં મોત થયા હતા. તે ઉપરાંત શંકાસ્પદ તાલિબાનોની ધરપકડ પણ કરાઈ હોવાના અહેવાલો છે. આ બંને દેશો દ્વારા સિઝફાયર માટે કરાર કરવામાં આવ્યા છે તેમ બંને છેડા દ્વારા હુમલામાં વધારો કરાયો છે. ગત નવેમ્બરમાં શાંતિ સમજૂતી માટે પણ ઘણા રાઉન્ડની વાતચીત કરવામાં આવી હતી.
આ તમામ મુલાકાતો નિષ્ફળ ગઈ હોવાના ખુલાસા થયા છે. પાકિસ્તાનનો સતત આરોપ છે કે, તાલિબાનો દ્વારા પાકિસ્તાન તાલિબાન જૂથ સાથે જોડાઈને પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવાનું કામ કરે છે. મહત્ત્વની વાત એ છે કે, ટીટીપીનો ઉદય ૨૦૦૭માં થયો હતો. તેનું તાલિબાનો સાથે અફઘાનિસ્તાનમાં કોઈ ગાઢ જોડાણ નથી. તે પોતાની વિચારધારા પ્રમાણે કામ કરતું એક સામાજિક અને ભાષાકીય જોડાણ ધરાવતું અને વૈયક્તિક રીતે કામ કરતું જૂથ છે. પાકિસ્તાન માટે ટીટીપી પહેલેથી જ સમસ્યા ઊભી કરનાર જૂથ રહ્યું છે. અહેવાલો પ્રમાણે ૨૦૨૫માં જ ટીટીપી દ્વારા પાકિસ્તાનમાં ૧૦૦૦થી વધારે હિંસક હુમલા કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન દ્વારા ઘણા સમયથી તાલિબાની સરકાર ઉપર દોષારોપણ કરવામાં આવી રહ્યું છે કે, તેઓ ટીટીપીને દબાવી શકતા નથી. સૂત્રોના મતે અફઘાનિસ્તાન અને તાલિબાની સરકાર ખરેખર ટીટીપી સામે પગલાં લેવા માગતું નથી અથવા તો રસ દાખવતું નથી. બીજી તરફ એવું પણ કહેવાય છે કે, જો પાકિસ્તાનના કહેવામાં તાલિબાનો દ્વારા ટીટીપી સામે પગલાં લેવામાં આવે તો ટીટીપી પછી અફઘાનિસ્તાન માટે પણ જોખમ થઈ જાય. ત્યારબાદ ટીટીપી અફઘાનિસ્તાનમાં જ હિંસા ફેલાવવા લાગે તો તાલિબાની સરકારને વધારે ભારે પડી શકે તેમ છે. મૂળ વાત એટલી જ છે કે, તાલિબાનીઓ પોતાની સત્તા ટકાવવા ટીટીપીને કશું કરતા નથી. બીજી તરફ પાકિસ્તાનમાં મુનીર દ્વારા સત્તા મેળવવા અને ટકાવી રાખવા માટે કોઈપણ પગલાં લેવાઈ રહ્યા છે.
મુનીર સમગ્ર દેશમાં આતંકવાદને રોકવાના નામે સૈન્ય કામગીરી કરાવીને સત્તાનું સુકાન પોતાના હાથમાં લેવા માગે છે. મુનીર પોતાની મેલી મથરાવટી ઘસવામાં સફળ રહ્યા તો આગામી સમયમાં પાકિસ્તાનમાં સૈન્ય રાજ હશે અને ભારત માટે પણ નવા ખતરા ઊભા થશે, જેમાં કોઈ નવાઈ નથી.


