mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

અસાંજે જેલમાંથી ભલે છૂટયો પણ અમેરિકા તેને પતાવી જ દેશે

Updated: Jun 27th, 2024

અસાંજે જેલમાંથી ભલે છૂટયો પણ અમેરિકા તેને પતાવી જ દેશે 1 - image


- પાંચ વર્ષ જેલમાં રહેલો અસાંજે પૈસેટકે ખાલી થઈ ગયો હોવાથી પોતાના દસ્તાવેજો મીડિયા કે બીજા કોઈને વેચીને રોકડી કરી શકે તેવો ખતરો છે 

- અસાંજે 5 વર્ષ જેલમાં રહ્યો પણ અમેરિકાને ઘણા સવાલોના જવાબ નથી મળ્યા. અસાંજેને ગુપ્ત દસ્તાવેજો આપનારી ચેલ્સી માનિંગ ઝડપાઈ પણ બીજા કોણે અસાંજેને મદદ કરી એ કદી બહાર ના આવ્યું. અસાંજે પાસે અમેરિકા માટે ખતરો બની શકે એવા બીજા ડોક્યુમેન્ટ પણ હોવાની શક્યતા છે. અમેરિકા માને છે કે, વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ મારવાનું ના ભૂલે એ જોતાં એ પાછો જૂનો ધંધો ચાલુ કરશે જ. પાંચ વર્ષ જેલમાં રહેલો અસાંજે પૈસેટકે નંખાઈ ગયો હોવાથી દસ્તાવેજો મીડિયા કે બીજા કોઈને વેચીને રોકડી કરવા માંડે એ પણ ખતરો છે.

એકવીસમી સદીમાં આખી દુનિયાને ખળભળાવી નાંખનારા વિકિલિક્સ વેબસાઈટના સ્થાપક જુલિયન અસાંજેની આખરે મુક્તિ થઈ ગઈ. ઓસ્ટ્રેેલિયન નાગરિક અસાંજેએ ૨૦૦૬માં વિકિલિક્સ વેબસાઈટ સ્થાપી પછી અમેરિકાના લાખો ગુપ્ત દસ્તાવેજો વિકિલિક્સ નામની વેબસાઈટ પર મૂકીને હાહાકાર મચાવી દીધો હતો. અમેરિકાનો મોસ્ટ વોન્ટેડ અસાંજે છેલ્લાં ૫ વર્ષથી યુકેની જેલમાં બંધ હતો. અસાજેને 

યુકે અમેરિકાનું બગલબચ્ચુ છે તેથી અસાંજેની બાકીની જીંદગી જેલમાં જ વિતશે ને એ ગુમનામીમાં જ ગુજરી જશે એવું મનાતું હતું પણ અમેરિકાના પ્રમુખ જો બિડેનના રૂદિયામાં રામ જાગ્યા એટલે તેમણે અસાંજે સાથે સોદાબાજીને મંજૂરી આપી દીધી. અમેરિકા અસાંજેને કોઈ સજા ના કરાવે ને બદલામાં અસાંજે હવે પછી વિકિલિક્સ પર કોઈ નવા દસ્તાવેજો મૂકીને અમેરિકાનો ભાંડો ના ફોડે એવો કરાર થયો છે. આ કરાર હેઠળ અસાંજેએ પોતે અમેરિકાના ગુપ્ત દસ્તાવેજો લીક કરીને ગુનો કરેલો એવું કબૂલી લીધું. 

અમેરિકાએ આ અપરાધ માટે કોઈ સજા ના કરવી એવી રજૂઆત કરતાં અસાંજેની મુક્તિ થઈ ગઈ. અસાંજે પાછો પોતાના પરિવાર પાસે ઓસ્ટ્રેેલિયા પણ પહોંચી ગયો છે. 

અસાંજેએ અમેરિકા સાથે સોદાબાજી તો કરી લીધી પણ હજુ અસાંજે ચૂપ બેસશે કે કેમ એ સવાલ છે. અમેરિકાએ પણ અસાંજેને દુનિયાની નજરમાં માફ તો કરી દીધો પણ ખરેખર તેને માફ કરશે કે નહીં એ પણ સવાલ છે. અસાંજેએ ભૂતકાળમાં કરેલા નુકસાનને જોતાં અમેરિકા માટે બહુ મોટો ખતરો છે. 

અસાંજેએ બીજા દેશોના ગુપ્ત સરકારી દસ્તાવેજો પણ ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકેલા પણ મોટા ભાગના દસ્તાવેજો અમેરિકાના હતા. અમેરિકા પોતાના ફાયદા માટે નિર્દોષ લોકોની સામૂહિક કત્લેઆમ કરાવે છે, બીજા દેશોમાં જાસૂસી કરાવે છે અને પોતાનાં હિતો સાચવવા માટે બીજા દેશોની આંતરિક બાબતોમાં દખલ કરીને રાજકીય અસ્થિરતા સર્જે  છે એવા આક્ષેપો અસાંજેએ કરેલા. ઈરાક અને અફઘાનિસ્તાનમાં અમેરિકાએ બોમ્બમારામાં કઈ રીતે રહેણાંક વિસ્તારોને પણ ફૂંકી મારેલા એ સહિતના વીડિયો ફૂટેજ અસાંજેએ મૂકેલો. 

અમેરિકા માનવતાને કોરાણે મૂકીને વર્તી રહ્યું હોવાનું સાબિત કરવા યુએસ આર્મી અને ડિપ્લોમેટ્સના ડોક્યુમેન્ટ્સ પણ વેબસાઈટ પર મૂકેલા તેથી અસાંજે અમેરિકા માટે મોસ્ટ વોન્ટેડ બની ગયો હતો. 

અમેરિકાએ અત્યારે ભલે અસાંજેને જવા દીધો પણ એ તેને પતાવી દેશે એવું મનાય છે. અમેરિકાએ પહેલાં પણ અસાંજેને પતાવી દેવા ભરપૂર કોશિશ કરી જ છે.  આ કારણે અમેરિકા માટે મોસ્ટ વોન્ટેડ બની ગયેલો અસાંજે ભાગતો થઈ ગયેલો. 

અસાંજેને કોઈ સંઘરવા તૈયાર નહોતું તેથી ઘણી વાર તો તેણે એરપોર્ટ પર મહિનાઓ વિતાવવા પડેલા. છેવટે જુલિયન અસાંજેને ૨૧૦૧માં દક્ષિણ અમેરિકા ખંડના ઈક્વેડોરે પોતાને ત્યાં રાજ્યાશ્રય આપ્યો હતો. અમેરિકા ઈક્વેડોરમાં ઘૂસીને અસાંજેને પતાવી દે એવો ખતરો હોવાથી રાજ્યાશ્રય હેઠેળ અસાંજેને લંડન ખાતે આવેલી ઈક્વેડોરની એમ્બેસીમાં રખાયેલો. 

અસાંજે  સાત વર્ષથી ઈક્વેડોરની એમ્બેસીમાં રહ્યો પણ  ૧૧ એપ્રિલ, ૨૦૧૯ના રોજ ઈક્વેડોરે અસાંજેની નાગરિકતા અને રાજ્યાશ્રય બંને પાછાં ખેંચી લીધાં. ઈક્વેડોરમાં ૨૦૧૭માં નવા પ્રમુખ લેનીન મોરેનો સત્તા પર આવ્યા પછી  તેમના પર અસાંજેની જવાબદારીમાંથી ખસી જવા અમેરિકા સહિતના દેશોનું દબાણ પણ હતું. લેનિન અસાંજેના મામલે હાથ અધ્ધર કરી દેવા બહાનું શોધતા જ હતા ત્યાં ૨૦૧૯માં તેમને એ બહાનું મળી ગયું. અસાંજેના રાજ્યાશ્રયની એક શરત એ હતી કે જુલિયન ગુપ્ત દસ્તાવેજો જાહેર કરવાનું કામ બંધ રાખે. જુલિયને જાન્યુઆરી ૨૦૧૯માં રોમન કેથોલિક સંપ્રદાયના મુખ્યમથક વેટિકન સાથે સંકળાયેલા કેટલાક ગુપ્ત દસ્તાવેજો જાહેર કરી દીધા હતા. વેટિકનના દસ્તાવેજો અસાંજેએ જાહેર કરાતાં જ તેનો રાજ્યાશ્રય પાછો ખેંચી લેવાયો. અસાંજે  ઈક્વેડોરની એમ્બેસી ઓફિસમાં હતો ત્યાં સુધી લંડન પોલીસ કે બ્રિટિશ સત્તાધિશો ધરપકડ કરી શકે એમ ન હતા. 

ઈક્વેડોરે સુવિધા પાછી ખેંચી એ સાથે જ લંડન પોલીસે અસાંજેને પકડી લીધો, તેને તાબડતોબ કોર્ટમાં રજૂ કર્યો અને જેલની હવા ખાતો કરી દીધેલો. અસાંજેને પૂરેપૂરો ફિટ કરવા સ્વીડનમાં બળાત્કારનો કેસ પણ કરાવી દીધેલો. એ કેસમાં અસાંજે છૂટી ગયેલો પણ અમેરિકાને સોંપવાનો કેસ ચાલુ હતો તેથી પાંચ વર્ષ જેલમા રહેવું પડેલું. 

અસાંજે ૫ વર્ષ જેલમાં રહ્યો પણ અમેરિકાને ઘણા સવાલોના જવાબ નથી મળ્યા. અસાંજેને ગુપ્ત દસ્તાવેજો આપનારી ચેલ્સી માનિંગ ઝડપાયેલી પણ બીજા કોણે કોણે અસાંજેને મદદ કરી એ કદી બહાર ના આવ્યું. આ સંજોગોમાં અસાંજે પાસે અમેરિકા માટે ખતરો બની શકે એવા બીજા ડોક્યુમેન્ટ પણ હોવાની શક્યતા છે. અમેરિકા માને છે કે, વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ મારવાનું ના ભૂલે એ જોતાં એ પાછો જૂનો ધંધો ચાલુ કરશે જ. પાંચ વર્ષ જેલમાં રહેલો અસાંજે પૈસેટકે નંખાઈ ગયો હોવાથી દસ્તાવેજો મીડિયા કે બીજા કોઈને વેચીને રોકડી કરવા માંડે એ પણ ખતરો છે. આ ખતરાને ટાળવા અમેરિકા અસાંજેને પતાવી દે એવી પૂરી શક્યતા છે.

અસાંજેને એમ્બેસીમાં સ્ટેલા સાથે સંબંધો બંધાયેલા, જુદાં જુદાં અફેરથી ૫ સંતાનોનો પિતા

અસાંજે ઓસ્ટ્રેલિયામાં પોતાની પત્નિ સ્ટેલા મોરિસ અને બે દીકરાઓ સાથે રહેશે. સાઉથ આફ્રિકામાં જન્મેલી સ્પેનિશ-સ્વિડીશ મૂળની સ્ટેલા મોરિસ વકીલ છે અને અસાંજેથી ૧૨ વર્ષ નાની છે.  અસાંજે ઈક્વેડોરની એમ્બેસીમાં રહેતો ત્યારે ૨૦૧૫માં બંને વચ્ચે સંબંધો બંધાયા હતા. ૨૦૧૭માં સ્ટેલા-અસાંજેને પહેલો દીકરો અને ૨૦૧૯માં બીજો દીકરો જન્મ્યો. બીજા દીકરાના જન્મ પછી તરત જ અસાંજેની ધરપકડ કરાયેલી તેથી સ્ટેલાએ યુકેમાં જ રહીને અસાંજેને છોડાવવા માટે કાનૂની જંગ શરૂ કરેલો. 

સ્ટેલાએ અસાંજે સાથે લગ્ન કરવા અરજી આપી હતી પણ આ અરજી જેલના સત્તાવાળાઓએ નામંજૂર કરતાં સ્ટેલાએ કાનૂની કાર્યવાહી કરવા ધમકી આપી હતી. તેની ધારી અસર થઈ અને ૧૧ નવેમ્બર, ૨૦૨૧ના રોજ અસાંજે-સ્ટેલાને લગ્નની મંજૂરી મળી ગઈ. 

૨૩ માર્ચ, ૨૦૨૨ના રોજ સ્ટેલા-અસાંજેનાં લગ્ન થતાં સ્ટેલાને ઓસ્ટ્રેલિયન પી.આર. મળ્યું તેથી સ્ટેલા બંને દીકરાને લઈને ઓસ્ટ્રેેલિયા જતી રહી અને અસાંજેની મુક્તિ માટે ત્યાંથી જ લડતી રહી. 

અસાંજેના સ્ટેલા સાથેનાં લગ્નથી થયેલાં સંતાન સિવાય બીજાં પણ છ સંતાન હોવાનું કહેવાય છે. અસાંજેએ ૧૯૮૯માં ૧૮ વર્ષની  ઉંમરે ટેરેસા નામની તેનાથી એક વર્ષ નાની ટીનેજર સાથે લગ્ન કરેલાં. બંનેને ડેનિયલ નામે દીકરો થયો. ૧૯૯૯માં ટેરેસા અને અસાંજે અલગ થયાં પછી ડેનિયલની કસ્ટડી માટે બંને વચ્ચે લાંબો કાનૂની જંગ ચાલેલો. ૨૦૦૬માં અસાંજેએ ઓકેક્યુપિડ ડેટિંગ વેબસાઈટ પર હેરી હેરીસન નામે પ્રોફાઈલ મૂકેલો. તેના કારણે એક યુવતી સાથે સંબંધ બંધાયા તેના કારણે એક દીકરો જન્મ્યો. અસાંજેને બીજી પણ યુવતીઓ સાથે સંબંધ રહ્યા. તેનાથી તેને બીજાં ૫ સંતાન જન્મ્યાં. જેમાં એક સંતાન ફ્રેન્ચ પ્રેમિકાથી થયું હોવાનો ઉલ્લેખ અસાંજેએ ફ્રાન્સના પ્રમુખ હોલાંદેને લખેલા પત્રમાં કર્યો હતો. 

યુવકમાંથી યુવતી બનેલી ચેલ્સી અસાંજેની મદદગાર, 35 વર્ષની સજા થયેલી

અસાંજેને અમેરિકાનાં રહસ્યો ખોલવામાં ચેલ્સી એલિઝાબેથ માનિંગે મદદ કરી હતી. ૩૬ વર્ષની ચેલ્સી છોકરા તરીકે જન્મી હતી અને બાળપણમાં તેનું નામ બ્રેડલી એડવર્ડ હતું. ચેલ્સીએ યુએસ આર્મીમાં પુરૂષ તરીકે જ નોકરી કરી હતી. અસાંજેને મદદ કરવાના કેસમાં ૨૦૧૦માં આર્મી દ્વારા ધરપકડ કરાઈ પછી ચેલ્સી સામે જાસૂસી ધારા હેઠળ કેસ થયો હતો. ૨૦૧૩માં આર્મીએ કોર્ટ માર્શલ કરીને ચેલ્સીને ૩૫ વર્ષની સજા ફટકારી હતી પણ બરાક અબામાએ ૨૦૧૭માં તેની સજા માફ કરી દેતાં ચેલ્સી ૭ વર્ષના જેલવાસ પછી બહાર આવી ગઈ. જેલમાંથી બહાર આવીને ચેલ્સી માનવાધિકારો માટે લડત ચલાવે છે.  ચેલ્સીને ૨૦૧૩માં કોર્ટમાં રજૂ કરાઈ ત્યારે તેણે પોતે સ્ત્રી હોવાનો અને પોતાનું નામ ચેલ્સી હોવાનો દાવો પોતાનો ઉલ્લેખ સ્ત્રી તરીકે જ કરવા વિનંતી કરી હતી. આ વિનંતી માન્ય રખાઈ પછી તેનો ઉલ્લેખ ચેલ્સી માનિંગ તરીકે થાય છે.

માનિંગ ૨૦૦૯માં ઈરાકમાં યુએસ આર્મીની ઈન્ટેલિજન્સ એનાલિસ્ટ હતી તેથી આર્મીના ક્લાસિફાઈડ ડેટાબેઝનો ગમે તે દસ્તાવેજ જોઈ શકતી હતી. ચેલ્સીએ આ દસ્તોવેજોની કોપી કરી લીધી અને અસાંજેને આપ્યા. ચેલ્સીએ જાહેર ના કરી શકાય એવા અમેરિકન આર્મીના સંવેદનશીલ ક્લાસિફાઈડ તથા અમેરિકન રાજદ્વારીઓના ખાનગી પત્રવ્યવહારના ૭.૫૦ લાખ જેટલા દસ્તાવેજો અસંજોને આપ્યા હોવાનો આરોપ હતો. 

ચાલ્સીએ અમેરિકન હેકર એડ્રિયન લેમોને અસાંજેને દસ્તાવજો આપ્યા હોવાનું કહ્યું હતું. લેમોએ યુએસ આર્મીને આ માહિતી આપી દેતાં ૨૦૧૦માં ચેલ્સીની ધરપકડ કરાઈ હતી.

Gujarat