- લાંબા અંતરની મિસાઈલ્સ હશે કે મધ્યમ અંતરના ડ્રોન કે પછી ટૂંકા અંતરના રોકેટ્સ અને સ્વાર્મ ડ્રોન્સ, તમામનો સામનો આર્યન બીમ દ્વારા કરી શકાશે
- 2014માં સિંગાપુર એરશો દરમિયાન પહેલી વખત ઈઝરાયેલે તેનું નિદર્શન કર્યું હતું. રફાલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ દ્વારા વિકસિત કરવામાં આવેલી આ એરડિફેન્સ સિસ્ટમ શોર્ટ રેન્જના હવાઈ જોખમોને તોડી પાડવા અને ન્યૂટ્રલાઈઝ કરવામાં સક્ષમ છે. શોર્ટ રેન્જના જે ખતરાને પારંપરિક મિસાઈલ્સ ઈન્ટરસેપ્ટ કરવામાં નિષ્ફળ જાય છે તેવા તમામ ખતરાને આ સિસ્ટમ તોડી પાડે છે : કોઈ ડ્રોન અથવા તો મોર્ટાર નજીક આવતું દેખાય છે તો આ સિસ્ટમ તેને તરત જ ટ્રેક કરીને તેની તરફ નાના લેઝરની બીમ્સ છોડે છે જે ટાર્ગેટને નષ્ટ કરી દે છે. તેમાં એક એક લેઝર એકપછી એક નીકળતા હોવાથી હવાનું દબાણ ખાસ અસર કરતું નથી અને આ બીમ્સ વધારે ઘાતક સાબિત થાય છે : ભારતનું સુદર્શન ચક્ર નેટવર્ક એક્ટિવ થતાં જ તમામ સ્તરે થતા હવાઈ હુમાલને ખાળી શકાશે. અહીંયા આર્યન બીમ થકી પરંપરાગત ઈન્ટરસેપ્ટરનો ઉપયોગ ઘટાડવાનું આયોજન નથી પણ તાલમેલ સાધીને તમામ સ્તરે થતા હવાઈ હુમાલને અટકાવવાનું આયોજન કરવામાં આવ્યું છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયેલના બે દિવસના પ્રવાસે પહોંચ્યા છે. તેમની ઈઝરાયેલ મુલાકાતની સાથે જ ભારત-ઈઝરાયેલ વચ્ચે ડિફેન્સ ભાગીદારી વધારે મજબૂત બનશે તે દિશામાં વૈશ્વિક ચર્ચાએ વેગ પકડયો છે. બંને દેશો દ્વારા સુરક્ષા, ટ્રેડ, એડવાન્સ ટેક્નોલોજી અને ઔદ્યોગિક ભાગીદારી અને અન્ય બાબતો ઉપર જાડાણ કરવા અને સહયોગ વધારવા ઉપર ભાર મુકવામાં આવશે તે દેખાઈ રહ્યું છે. બીજી મહત્ત્વની વાત એ છે કે, ઓક્ટોબર ૨૦૨૩માં ઈઝરાયેલ દ્વારા ગાઝા ઉપર જે રીતે આક્રમણ કરાયું અને થોડા સમય પહેલાં યુદ્ધવિરામ કરવામાં આવ્યો તે દરમિયાન તેની આંતરરાષ્ટ્રીય છબીને જે દબાણ આવ્યું તથા તેના ઘણા સાથી દેશો ઉપર દબાણ આવ્યું ત્યારે ભારતે સંતુલન જાળવવામાં મદદ કરી હતી. તેના પગલે કદાચ આ મુલાકાત ભારત માટે વધારે ફળદાયક નિવડે તેવું જાણકારોનું માનવું છે.
જાણકારોના મતે વર્તમાન સમયમાં મોદીની ઈઝરાયેલ મુલાકાત આ જ ડિફેન્સ પાર્ટનશિપને વધારે મજબૂત કરવા અને આધુનિક કરવાના આશયને વ્યક્ત કરે છે. ઈઝરાયેલ પાસે વિશ્વની જે સૌથી અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ છે તેના માટે ભારત અને ઈઝરાયેલ વચ્ચે કરાર થઈ શકે તેમ છે. પાકિસ્તાન સાથે ઓપરેશન સિંદૂર બાદ જે તણાવ વધ્યો છે અને બીજી તરફ જે ચીનનું જોખમ વધ્યું છે તે જોતાં ભારત પોતાની એર ડિફેન્સ ટેક્નોલોજી અને સંશાધનોને વધારે મજબૂત કરવા માગે છે. તેમાંય ઈઝરાયેલના આર્યન બીમ દ્વારા થોડા સમય પહેલાં જે કામગીરી કરવામાં આવી હતી તેને જોતાં ભારત આ ટેક્નોલોજીની ડિમાન્ડ કરે અથવા ટેક્નોલોજીની સાથે સાથે ભારતમાં તેના ઉત્પાદન અને ટેક્નોલોજીના વિકાસના પણ કરાર કરવામાં આવે તેવી શક્યતા છે.
મહત્ત્વની વાત એ છે કે, છેલ્લા કેટલાક દાયકામાં જોઈએ તો ભારતીય ડિફેન્સ નેટવર્ક ખૂબ જ મજબૂત થયું છે અને વિકસિત થયું છે. ૧૯મી સદીથી શરૂ કરીને વીસમી સદી અને ત્યારબાદ એકવીસમી સદીમાં ભારતે ઉત્તરોત્તર પ્રગતી કરી છે. શરૂઆતમાં માત્ર ફાઈટર પ્લેન અને રોકેટ્સ કે ટેન્કના માધ્યમથી થતી કામગીરી તબક્કાવાર વધતી ગઈ અને સુરક્ષાના લેયર્સ વધતા ગયા. ધીમે ધીમે સેન્સર્સ, શૂટર્સ અને કમાન્ડ સેન્ટર થકી ભારતે પોતાની હવાઈ સરહદોનું તબક્કાવાર નવિનીકરણ કરવામાં આવ્યું છે. ભારત દ્વારા પોતાની હવાઈ સરહદોના સંરક્ષણ માટે જે સુદર્શન ચક્રની ડિઝાઈન કરવામાં આવી છે તેમાં લોન્ગ રેન્જ ઈન્ટરસેપ્ટરથી શરૂ કીરને શોર્ટ રેન્જ નાના રોકેટ્સ અને મિસાઈલ્સને રોકવા અને તોડવામાં સરળતા રહે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પાકિસ્તાન સાથે જે હવાઈ સંઘર્ષ થયો ત્યારબાદ ભારતે લાંબા અંતરના ઈન્ટરસેપ્ટ એરિયલ વેપન્સને ઈન્ટરસેપ્ટ કરવા અને તેનો નાશ કરવા માટે સજ્જતા વધારી છે. ખાસ કરીને રશિયા દ્વારા આપવામાં આવેલી એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ ટ્રાયમ્ફ દ્વારા તે સમયે ખૂબ જ મહત્ત્વની કામગીરી કરવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર સમયે રશિયાની આ ત્રણ ડિફેન્સ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હતી. આ વર્ષના અંત સુધીમાં બીજા બે યુનિટ પણ રશિયા દ્વારા ભારત પહોંચતા કરવામાં આવશે. બીજી તરફ ભારતના આત્મનિર્ભર પ્રોજેક્ટ કુશા દ્વારા લાંબા અંતરના હથિયારો માટે એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેના હેઠળ એમ-૧ ઈન્ટરસેપ્ટર વિકસિત કરવામાં આવી છે જેનું પરિક્ષણ સફળ રહ્યું છે. બીજી તરફ આગામી વર્ષમાં વિવિધ રેન્જના અન્ય સિસ્ટમ પણ વિકસાવવામાં આવશે.
ભારત અને ઈઝરાયેલ દ્વારા સંયુક્ત રીતે પણ મીડિયમ રેન્જની સ્ઇ-જીછસ્/મ્ચચિં-૮ નામની એર ડિફેન્સ સિસ્ટમ વિકસિત કરવામાં આવી જ છે. આ એર ડિફેન્સ સિસ્ટમ નેવલ બેઝ તથા એર બેઝની સુરક્ષા કરે છે. ખાસ કરીને નાના એરક્રાફ્ટ, ક્રૂઝ મિસાઈલ્સ દ્વારા કરવામાં આવતા હુમલાને ખાળે છે. આ ઉપરાંત આકાશ-એનજી અને ક્યુઆરએસએમ જેવી શોર્ટ રેન્જ સિસ્ટમ પણ વિકસાવાઈ છે જે સરહદો ઉપર સુરક્ષા પૂરી પાડે છે. તેના અંતિમ ચરણમાં અત્યંત શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવાશે. તેમાં સૈનિકો દ્વારા સીધા જ ઉપયોગમાં લેવાતા લોન્ચર, વ્હિકલ માઉન્ટેડ સિસ્ટમ, લો ફ્લાઈંગ ડ્રોન, હેલિકોપ્ટર અને અન્ય નજીકના હવાઈ હુમલાને ખાળવાની ક્ષમતા હશે. ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં તેનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આયર્ન બીમનો અર્થ હિબુ્રમાં થાય છે એઈટન્સ લાઈટ. ૨૦૧૪માં સિંગાપુર એરશો દરમિયાન પહેલી વખત ઈઝરાયેલે તેનું નિદર્શન કર્યું હતું. રફાલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ દ્વારા વિકસિત કરવામાં આવેલી આ એરડિફેન્સ સિસ્ટમ શોર્ટ રેન્જના હવાઈ જોખમોને તોડી પાડવા અને ન્યૂટ્રલાઈઝ કરવામાં સક્ષમ છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે, શોર્ટ રેન્જના જે ખતરાને પારંપરિક મિસાઈલ્સ ઈન્ટરસેપ્ટ કરવામાં નિષ્ફળ જાય છે તેવા તમામ ખતરાને આ સિસ્ટમ તોડી પાડે છે. તેનો મોટો ફાયદો એ પણ છે કે, પારંપરિક પદ્ધતિ કરતા તેનો ખર્ચ ઓછો આવે છે. આર્યન બીમ તેમની રેન્જમાં આવતા હવાઈ ઓબ્જેક્ટ ઉપર હાઈપાવર ફાઈબર લેઝર દ્વારા હુમલો કરે છે. દાખલા તરીકે કોઈ ડ્રોન અથવા તો મોર્ટાર નજીક આવતું દેખાય છે તો આ સિસ્ટમ તેને તરત જ ટ્રેેક કરીને તેની તરફ નાના લેઝરની બીમ્સ છોડે છે જે ટાર્ગેટને નષ્ટ કરી દે છે. તેમાં એક એક લેઝર એક પછી એક નીકળતા હોવાથી હવાનું દબાણ ખાસ અસર કરતું નથી અને આ બીમ્સ વધારે ઘાતક સાબિત થાય છે. પૂરતી એનર્જી સાથે તે ટાર્ગેટને ધ્વસ્ત કરી દે છે અને સફાઈ સાથે કામ પૂરું થાય છે. મહત્ત્વની વાત એ છે કે, ટાર્ગેટ રેન્જમાં આવતાની સાથે જ ગણતરીની સેકન્ડમાં કામગીરી પૂરી થઈ જાય છે. જાણકારોના મતે આયર્ન બીમ ૪૫૦માં રિસ્પોન્સ ટાઈમ વધારે ઈફેક્ટિવ કરવામાં આવ્યો છે અને તેની રેન્જ પણ વધારીને તેને વધારે ઘાતક બનાવવામાં આવી છે.
મહત્ત્વની વાત એ છે કે, રાફેલ દ્વારા આ સિસ્ટમને વિવિધ વેરિયન્ટમાં બનાવવામાં આવે છે જેથી તેને ટ્રક ઉપર મુકી શકાય છે જેથી કોઈપણ મેદાની વિસ્તારમાં તેને ગોઠવી શકાય અને તેનો ઉપયોગ કરી શકાય. તે ઉપરાંત નેવી માટે પણ તેનું મેરિટાઈમ વર્ઝન વિકસાવાયું છે જે યુદ્ધ જહાજોને ડ્રોન્સ અને મિસાઈલ્સથી સુરક્ષા પૂરી પાડે છે. આ ડિફેન્સ સિસ્ટમની સૌથી મોટી ખાસિયત તેનું આર્થિક પાસું છે. આ બીમનો ઉપયોગ કરવામાં જે ખર્ચ આવે છે તેના કરતા અનેક ગણા વધારે ડોલર એક ઈન્ટરસેપ્ટર મિસાઈલના ઉપયોગમાં થાય છે. તેથી આર્થિક રીતે આ સિસ્ટમ ખૂબ જ પરવડે તેવી છે. જાણકારોના મતે સમગ્ર સિસ્ટમના બીમ્સનો કુલ ખર્ચ ૨૦૦૦ ડોલરની આસપાસ આવે છે. તેથી સિંગર ઈન્ટરસેપ્શનનો ખર્ચ પાંચ ડોલરની આસપાસ થાય છે.
ખાસ વાત એ છે કે, આ સિસ્ટમની કેટલીક મર્યાદાઓ પણ છે. તેમાંય ભારત જેવા દેશમાં જ્યાં વાતાવરણમાં પલટો આવવો સહજ છે ત્યારે આ સિસ્ટમની નબળાઈને પણ ધ્યાને રાખવી ખૂબ જ જરૂરી છે. સિસ્ટમમાંથી નીકળતા લેસર હવાના દબાણ અને વાતાવરણ ઉપર આધારિત છે. ગાઢ ધુમ્મસ, સ્મોગ, ભારે વાદળો, ભારે વરસાદ, સેન્ડસ્ટોર્મ કે પછી વાવાઝોડા અથવા તો તોફાની પવન સાથેના વરસાદ દરમિયાન આ સિસ્ટમની અસરકારકતા ઘટે છે. તે ઉપરાંત ઘણી વખત હવા પાતળી અને વધારે ગરમ હોય તો બીમની આસપાસ થર્મલ બુમિંગનું સર્જન કરે છે જેના કારણે બીમની અસરકારકતા ઘટી જાય છે અને ઘણી વખત તેના ડિસ્ટન્સમાં પણ ફેરફાર આવે છે. તેના કારણે જ આ સિસ્ટમનો ઉપયોગ કરવા દરમિયાન પરંપરાગત મિસાઈલ સિસ્ટમ અથવા અન્ય એર ડિફેન્સ સિસ્ટમ પણ રાખવી હિતાવહ બને છે.
આયર્ન બીમ ભારતના સુદર્શન ચક્રનું મહત્ત્વનું અંગ બની શકે તેમ છે
જાણકારો માને છે કે, જો ઈઝરાયેલ દ્વારા ભારતને આ એર ડિફેન્સ સિસ્ટમ આપવામાં આવશે તો ભારતની હવાઈ સરહદો વધારે મજબૂત થશે. આ ડિફેન્સ સિસ્ટમ માત્ર વૈયક્તિક એર ડિફેન્સ સિસ્ટમ તરીકે નહીં પણ ભારતના સર્વાંગી એર ડિફેન્સ સિસ્ટમનો એક ભાગ બનશે. આ સિસ્ટમ થકી ડેટા શેરિંગ મહત્ત્વનું બનશે. ખાસ કરીને લાંબા અંતરના રડાર, કમાન્ડ કન્ટ્રોલ અને કન્ટ્રોલ સેન્ટર વચ્ચે આક્રમણને ઈન્ટરસેપ્ટ કરીને સરળતાથી ડેટાની આપલે કરી શકાશે. સ્વોર્ડફિશ અને અરુધ્ર જેવા સેન્સર્સ દ્વારા હવાઈ હુમલાની વહેલી ચેતવણી આપી દેવામાં આવશે. ક્રૂઝ મિસાઈલ હોય કે રોકેટ્સ કે પછી અનઆર્મ્ડ વ્હિકલનો સ્વાર્મ એટેક હોય તમામની માહિતી અત્યંત ઝડપથી મળી જશે. આ દરમિયાન એઆઈ આસિસ્ટન્સ ધરાવતું કમાન્ડ સેન્ટર હુમાલની ગંભીરતા, તેનું અંતર અને તેને ઈન્ટસેપ્ટ કરીને નાશ કરવા દરમિયાન થનારા ખર્ચ અને તેની વ્યવહારિકતાને પણ ગણતરીમાં લઈને યોગ્ય સિસ્ટમનું સુચન કરશે. હાઈસ્પીડ અને હાઈ ઈફેક્ટ ધરાવતા ખતરાને લોન્ગ રેન્જ ઈન્ટરસેપ્ટર તરફ ડાયવર્ટ કરાશે જ્યારે મોટા જથ્થામાં થયેલા હવાઈ હુમાલાને આયર્ન બીમ તરફ ડાયવર્ટ કરવામાં આવશે. વિવિધ અંતરેથી આવતા આ હુમાલને અનુભવીને લેસર સિસ્ટમ દ્વારા પોતાની રેન્જ તાકીદે એડજસ્ટ કરવામાં આવે છે અને તે પ્રમાણે પગલાં લેવામાં આવે છે. તેના કારણે મલ્ટિસેન્સર એક્ટિવિટી શક્ય બને છે અને મોટી સંખ્યામાં થતા હુમલાને સરળતાથી ખાળી શકાય છે. જાણકારો મતે ભારતનું સુદર્શન ચક્ર નેટવર્ક એક્ટિવ થતાં જ તમામ સ્તરે થતા હવાઈ હુમાલને ખાળી શકાશે. અહીંયા આર્યન બીમ થકી પરંપરાગત ઈન્ટરસેપ્ટરનો ઉપયોગ ઘટાડવાનું આયોજન નથી પણ બંનેમાં તાલમેલ સાધીને તમામ સ્તરે થતા હવાઈ હુમાલને અટકાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.


