FOLLOW US

ગાંધીજીની હત્યા માટે સાવરકરે ગોડસેને ગન આપેલી?

Updated: Nov 22nd, 2022


- રાહુલ ગાંધીએ સાવરકરને અંગ્રેજાના દલાલ ગણાવ્યા ત્યાર પછીનો આ નવો વિવાદ

- સાવરકર-ગોડસેની  મુલાકાત વખતે ગનની વાત થઈ કે નહીં એ સ્પષ્ટ નથી.  સાવરકરે ગનની વ્યવસ્થા કરી હતી એવું સાબિત થયું નહોતું કેમ કે તેના કોઈ પુરાવા નથી. તુષાર ગાંધીની વાત એ રીતે અર્ધસત્ય છે. ગોડસે અને સાવરકર ગાંધીજીની હત્યા પહેલાં મળેલા પણ ગનની વ્યવસ્થા કરવા મળેલા એવું ના કહી શકાય. 

ભારત જોડો યાત્રા કાઢી રહેલા રાહુલ ગાંધીએ વિનાયક દામોદર સાવરકરે અંગ્રેજોની માફી માંગતો પત્ર જાહેર કર્યો તેના કારણે સર્જાયેલો વિવાદ શમ્યો નથી ત્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરેલી ટ્વિટના કારણે નવો ફણગો ફૂટયો છે. તુષાર ગાંધીએ સાવરકર ગાંધીજીની હત્યામાં સામેલ હતા એવો સીધો આક્ષેપ કરીને ટ્વિટ કરી છે કે, સાવરકરે માત્ર અંગ્રેજોને જ મદદ નહોતી કરી પણ ગાંધીજીની હત્યા કરવા માટે અસરકારક ગન શોધવામાં નાથુરામ ગોડસેને પણ મદદ કરી હતી. બાપુની હત્યાના બે દિવસ પહેલાં સુધી ગોડસે પાસે ગાંધીજીની હત્યા કરવા માટે ભરોસાપાત્ર હથિયાર નહોતું. 

તુ।ષાર ગાંધીનું કહેવું છે કે, પોતે નવો કોઈ આક્ષેપ કર્યો જ નથી પણ ઈતિહાસમાં જે લખાયેલું છે એ જ વાતો કરી છે. પોલીસમાં નોંધાયેલી એફઆઈઆર પ્રમાણે, નાથુરામ ગોડસે અને વિનાયક આપ્ટે ગાંધીજીની હત્યાના ચાર દિવસ પહેલાં એટલે કે ૨૬ કે ૨૭ જાન્યુઆરીએ સાવરકરને મળ્યા હતા. 

ગોડસે પાસે ત્યાં સુધી બંદૂક નહોતી અને ગન માટે આખા મુંબઈમાં ભટક્યા કરતો હતો. સાવરકરને મળ્યા પછી ગોડસે સીધો દિલ્હી ગયો અને ત્યાંથી ગ્વાલિયર ગયો કે જ્યાં તેને બેસ્ટ પિસ્ટલ મળી ગઈ. આ બધંમ બાપુની હત્યાના બે દિવસ પહેલાં જ બનેલું. મેં એ જ વાત કરી છે, કશું નવું કહ્યું નથી.  

તુષાર ગાંધીના આક્ષેપોના કારણે સોશિયલ મીડિયા પર સામસામી આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે અને નવો વિવાદ પેદા થઈ ગયો છે. રાહુલ ગાંધીએ સાવકરને અંગ્રેજોના દલાલ ગણાવ્યા તેના કારણે રાજકીય વિવાદ પેદા થયેલો જ છે. ભાજપ અને શિવસેના બંનેએ રાહુલના નિવેદન સામે વાંધો લઈને રાજકીય આક્ષેપો શરૂ કર્યા જ છે ત્યા હવે તુષાર ગાંધીના આક્ષેપોના કારણે રાજકીય ગરમી વધશે. 

તુષાર ગાંધીની એ વાત સાચી છે કે તેમણે નવું કશું કહ્યું નથી. આ બધી વાતો પહેલાં પણ આવી જ ચૂકી છે પણ તુષાર ગાંધીએ અર્ધસત્ય કહ્યું છે. ગાંધીજીની હત્યાની સંપૂર્ણ જવાબદારી ગોડસેએ લીધી હતી.  ગોડસે હિંદુ મહાસભાનો સભ્ય હતો જ્યારે સાવરકર તેના પ્રમુખ હતા તેથી સાવરકર અને મહાસભા સામે પણ આંગળી ચીંધાયેલી. 

ગાંધીજીની હત્યામાં સામેલ દિબંગર બાડગેએ ગાંધીજીની હત્યાના કાવતરામાં સાવરકર સામેલ હતા એવી જુબાની આપતાં તેમની પણ ધરપકડ થઈ હતી.  બાડગેએ જુબાની આપી હતી કે,  ગોડસે ગાંધીજીની હત્યા માટે મુંબઈથી નિકળ્યો તે પહેલાં ૧૭ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ સાવકરને મળ્યો હતો. બાડગે તથા ચોથો આરોપી શંકર બહાર બેઠા હતા જ્યારે ગોડસે તથા નારાયણ આપ્ટે સાવરકરને મળવા અંદર ગયા હતા.

આ મુલાકાત વખતે ગનની વાત થઈ કે નહીં એ સ્પષ્ટ નથી.  સાવરકરે ગનની વ્યવસ્થા કરી હતી એવું સાબિત થયું નહોતું કેમ કે તેના કોઈ પુરાવા નથી. તુષાર ગાંધીની વાત એ રીતે અર્ધસત્ય છે. ગોડસે અને સાવરકર ગાંધીજીની હત્યા પહેલાં મળેલા પણ ગનની વ્યવસ્થા કરવા મળેલા એવું ના કહી શકાય. 

અત્યારે ભાજપ સાવરકરને હીરો બનાવવા મથ્યા કરે છે. ભાજપ સાવરકરને હિંદુત્વના હીરો તરીકે સ્થાપિત કરવા માગે છે તેથી સાવરકરનો જોરદાર બચાવ કરે છે. ગાંધીના આક્ષેપો સામે પણ ભાજપ બચાવમાં ઉતરશે જ એ જોતાં નવો વિવાદ ચગશે. 

ગાંધીજીની હત્યાના કેસમાં સાવરકર છૂટી ગયેલા

ગાંધીજીની હત્યાના કેસમાં ધરપકડ પછી સાવરકરને આર્થર રોડ જેલમાં મોકલીને તેમની સામે હત્યા, હત્યાનું કાવતરું અને હત્યામાં મદદના આરોપો મૂકાયેલા. સાવરકરના ઘરે તથા બીજાં ઠેકાણે દરોડા પડયા પણ ગાંધીજીની હત્યામાં તેમની સંડોવણી થાય એવું કશું નહોતું મળ્યું. નક્કર પુરાવાના અભાવે સાવરકરને સરકાર સાવરકરને જેલમાં રાખી શકે તેમ નહોતી તેથી તેમને પ્રીવેન્શન ડીટેક્શન એક્ટ હેઠળ જેલમાં રખાયા હતા.

ગોડસે સામે ટ્રાયલ શરૂ થયો ત્યારે ગોડસેએ સતત એક વાત કહેલી કે, ગાંધીજીની હત્યાનું કાવતરું ઘડાયં  જ નહોતું. ગાંધીજીની હત્યા માટે માત્ર ને માત્ર પોતે જ જવાબદાર હતો. સાવરકર  સામે કોઈ પુરાવા ન મળતાં તેમને છોડી દેવા પડેલા.

ભારતે ડરવાની જરૂર નથી : ચીનમાં સૌથી ગીચ બેઇજિંગમાં કોરોનાનો વ્યાપ, કુલ ત્રણના મોત

ચીન પર ફરી કોરોનાના ભરડાથી ફફડાટ 

આરોગ્ય નિષ્ણાતો માને છે કે, ભારત સહિતના દેશોમાં મોટા પ્રમાણમાં કોરોના રસીકરણ કરી દેવાયું છે. ભારતમાં તો મોટા ભાગનાં લોકોને બે રસી ઉપરાતં બૂસ્ટર ડોઝ પણ આપી દેવાયા છે. તેના કારણે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધી ગઈ છે તેથી પણ ડરવાની જરૂર નથી

દુનિયા આખી કોરોનાને ભૂલી ચૂકી છે અને બધું ભૂલીને સામાન્ય જીંદગી જીવવા લાગી છે ત્યાં ચીનમાં કોરોનાના કારણે ત્રણ લોકોનાં મોત થતાં આખી દુનિયા ફફડી ગઈ છે. આ બંને મોત પાછાં ચીનની રાજધાની બિજિંગમાં થયાં છે. બિજિંગ દુનિયાનાં સૌથી ગીચ વસતી ધરાવતાં શહેરોમાં એક છે તેથી કોરોનાના કેસો ધડાધડ વધશે તો નહીં ને એવો ફફડાટ પણ છે.

બિજિંગમાં દુનિયાભરના લોકો આવે છે. તેના કારણે ચીનના માધ્યમથી દુનિયાના બીજા દેશોમાં પણ કોરોના ફેલાશે તેની સૌને ચિંતા છે. ચીનમાં તો એટલો ફફડાટ છે કે, મોટા ભાગના મોલ અને ઓફિસો સોમવારે બંધ હતાં. ચીનના બીજા વિસ્તારોમાં પણ રવિવારે કમાણી કરવાના દિવસે મોટા ભાગના મોલ બંધ હતા. 

ચીને છ મહિના પહેલાં કોરોનાના કેસોમાં વધારો થતાં કોરોનાં કડક નિયંત્રણો લાદી દીધાં હતાં. વિદેશથી આવતા લોકોએ ફરજિયાતપણે ચાર સપ્તાહ માટે ક્વોરેન્ટાઈન રહેવું પડે એવાં કડક નિયંત્રણો લાદી દેવાયાં હતાં. કોરોનાના કેસોમાં ઘટાડો થતાં લગભગ અકાદ મહિના પહેલાં ચીનની સરકારે ક્વોરેન્ટાઈનના દિવસોમાં ઘટાડો કરીને નિયંત્રણો હળવાં કર્યાં હતાં. આ નિયંત્રણો હળવાં કરાયાં તેના પગલે કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવી ગયો અને બેનાં મોત પણ થઈ ગયાં. 

ચીનમાં કોરોનાના કારણે છ મહિના પછી કોઈં મોત થયું છે. શાંઘાઈમાં આ વરસની શરૂઆતમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આતાં લોકડાઉન લાદવું પડેલું. એ વખતે ઘણાં લોકોનાં મોત થયેલાં ને એ પછી હવે કોરોનાના કારણ પહેલું મોત નોંધાયું છે તેથી લોકોનો ડર સ્વાભાવિક છે. ચીનમાં છેલ્લે કોરાનાના કારણે ૨૬ મેના રોજ મોત થયું હતું. 

ચીનમાં કોરોનાના કેસોમાં ઉછાળાનો આંકડો પણ ચિંતાજનક છે. રવિવારે જ ચીનમાં ૨૭ હજાર કરતાં વધારે નવા કેસ નંધાયા હતા ને તેમાં ૨૩૬૫ કેસ તો સિમ્પ્ટોમેટિક છે. મતલબ કે, જેમના કારણે કોરોનાનો ચેપ ફેલાઈ શકે એવા છે. આ કારણે ચીનની સરકાર ફરી ક્વોરેન્ટાઈનના આંકરા નિયંત્રણો લાદી દેશે એવો સૌને ડર છે. ચીનના ઘણા ખરા વિસ્તારોમાં જીમ્નેશિયમ અને પાર્ક તો બંધ કરી જ દેવાયા છે. ધીરે ધીરે સ્કૂલો અને બીજું પણ બંધ કરી દેવાશે એવું લાગે છે. 

જો કે આરોગ્ય નિષ્ણાતોના મતે, ચીનમાં કોરોનાના કારણે થયેલાં ત્રણ મોતના કારણે બહુ ડરવાની જરૂર નથી કેમ કે બંને અત્યંત વૃધ્ધ હતાં. શનિવારે જેમનું મોત થયું તેમની ઉંમર ૮૭ વર્ષ હતી. રવિવારે એક ૯૧ વર્ષનાં વૃધ્ધા અને ૮૮ વર્ષના વૃધ્ધનાં મોત થયાં.  વૃધ્ધાવસ્થાને કારણે કોઈ પણ તકલીફ થાય તો રીકવરી અઘરી હોય છે તેથી આ મોતનો ગંભીરતાથી લેવાની જરૂર નથી. 

આરોગ્ય નિષ્ણાતો એવું પણ માને છે કે, ભારત સહિતના દેશોમાં મોટા પ્રમાણમાં કોરોના રસીકરણ કરી દેવાયું છે. ભારતમાં તો મોટા ભાગનાં લોકોમને બે રસી ઉપરાતં બૂસ્ટર ડોઝ પણ આપી દેવાયા છે. તેના કારણે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધી ગઈ છે તેથી પણ ડરવાની જરૂર નથી. આ ઉપરાંત નહીં ડરવા માટે બીજું પણ એક કારણ એ પણ છે કે, ચીનમાં જે નવા કેસ નોંધાય છે તેમાંથી મોટા ભાગના અસિમ્પ્ટોમેટિક એટલે કે ચેપ ના ફેલાય એવા છે. 

નવા કેસોમાંથી નેવું ટકાથી વધારે કેસ અસિમ્પ્ટોમેટિક હોવાથી પહેલાંની જેમ કોરોનાના કેસો ધડાધડ વધે એવી શક્યતા ઓછી છે. 

અલબત્ત કોરોના ચેપી રોગ છે ને ખતરનાક છે તેથી સતર્કતા રાખવી જોઈએ. 

કોરોનાના ડરે શેરબજારોમાં કડાકો

ચીનમાં કોરોનાના કારણે નવેસરથી આકરાં નિયંત્રણો આવશે એવો ડર આખી દુનિયામાં છે. તેની ખરાબ અસર સોમવારે યુરોપ અને એશિયાનાં શેરબજારો પર પડી. યુરોપ અને એશિયાનાં શેરબજારોમાં સોમવારે કડાકો બોલી ગયો. 

યુરોપમાં છેલ્લાં સળંગ પાંચ અઠવાડિયાંથી તેજીનો માહોલ હતો અને શેરોના ભાવ સતત વધ્યા કરતા હતા પણ ચીનમાં કોરોનાના કારણ બેનાં મોત થતાં આ તેજી પર બ્રેક વાગી છે.

યુરોપના શેરોમાં મોટો કડાકો નથી બોલ્યો કેમ કે હજુ સુધી ચીને કોઈ નિયંત્રણ મૂક્યાં નથી પણ ચીન નિયંત્રણ મૂકે તો મોટા પ્રમાણમાં કડાકો બોલી શકે છે. એશિયાનાં શેરબજારોમાં તો ખરાબ અસર થશે એવી આગાહી થઈ રહી છે.

Gujarat
English
Magazines