1.42 લાખ ધનિકો 2025માં વિદેશોમાં સ્થાયી થયા
- આર્થિક સ્વતંત્રતા, સ્થિરતા અને શાંતિ માટે મિલિયોનેર્સનું માઈગ્રેશન : બ્રિટનમાંથી સૌથી વધુ ૧૬,૫૦૦ જ્યારે ચીનમાંથી ૭૮૦૦ ધનિકો વિદેશોમાં સ્થાયી થયા
- ત્રીજા ક્રમે આવતા ભારતમાંથી ૩૫૦૦ ધનકુબેરો દ્વારા વિદેશોમાં રોકાણ કરીને સ્થાયી થવાનું પસંદ કરવામાં આવ્યું : હાઈનેટવર્થ ધરાવતા લોકોમાં સેટલ થવા યુએઈ હોટફેવરિટ : ૯૮૦૦ ધનિકો સ્થાયી થયા : અમેરિકા, ઈટાલી અને સ્વિટ્ઝર્લેન્ડમાં અનુક્રમે ૭૫૦૦, ૩૬૦૦ અને ૩૦૦૦ ધનિકો વિદેશી આવીને વસ્યા : ગોલ્ડન વીઝા પ્રોગ્રામ, આર્થિક સ્વતંત્રતાઓ, ટેક્સના ઓછા ભારણ, રોકાણને મોકળું મેદાન, સરળ બિઝનેસ ઈકોસિસ્ટમ, સુરક્ષા અને સુગમતા તથા શાંત રાજકીય વાતાવરણને પગલે ધનિકોએ યુએઈને વધારે પ્રાથમિકતા આપી
વિશ્વભરમાં વેપારની પરિસ્થિતિઓ અને આંતરરાષ્ટ્રીય આર્થિક સ્થિતિઓ, રાજકીય સ્થિતિઓ, જિયોપોલિટિક્સની સ્થિતિ જે રીતે બદલાઈ રહી છે તેની અસર દરેક વ્યક્તિ ઉપર જોવા મળી રહી છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર કરનારા અને હાઈનેટવર્થ ધરાવનારા ધનકુબેરો ઉપર વર્તમાન સ્થિતિની વધારે અસર થઈ હોય તેમ જણાઈ રહ્યું છે. તાજેતરમાં આવેલા અહેવાલે જણાવ્યું છે કે, આ સ્થિતિને દૂર કરવા તથા વેપાર અને સ્થાયી થવા માટે યોગ્ય તક મેળવવા આવા જ ધનકુબેરો દ્વારા સ્થળાંતર ઉપર વધારે ભાર મુકવામાં આવી રહ્યો છે. તેઓ પોતાના વતન છોડીને બીજા દેશોમાં સ્થાયી થઈ રહ્યા છે. જાણકારોના મતે હાઈ નેટવર્થ ઈન્ડિવિડયુઅલ્સ એટલે કે વિવિધ દેશોના ધનકુબેરો દ્વારા વિદેશોમાં સ્થળાંતરિત થવાનું અને સ્થાયી થવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ખાસ કરીને ચીન, ભારત, બ્રિટન, રશિયા અને બ્રાઝિલ જેવા દેશોમાંથી મોટી સંખ્યામાં ધનકુબેરો વિદેશોમાં સ્થાયી થવા લાગ્યા છે. થોડા સમય પહેલાં આવેલા એક અહેવાલે જણાવ્યું હતું કે, ધનકુબેરોના દેશ છોડીને જતા રહેવાના ટ્રેન્ડમાં અને ધનકુબેરોને આવકારવાના ટ્રેન્ડમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ૨૦૨૪માં ૧,૨૮,૦૦૦ ધનિકો દેશ છોડીને જતા રહ્યા હતા જ્યારે ૨૦૨૩માં આ આંકડો ૧.૨૨ લાખ પહોંચ્યો હતો. આ વર્ષે ધનકુબેરોના આ આંકડો પણ ખૂબ જ મોટો થઈ રહ્યો છે. જાણકારોના મતે ૨૦૨૫માં ૧,૪૨,૦૦૦ ધનિકો વિદેશોમાં સ્થાયી થવાની ધારણા છે.
હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા છેલ્લાં દાયકામાં ધનિકો દ્વારા કરવામાં આવેલા માઈગ્રેશન વિશે અભ્યાસ કરવામાં આવ્યો હતો. ૧૦ લાખ અમેરિકી ડોલરની નેટવર્થ ધરાવતા ધનિકોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા એક દાયકામાં કરવામાં આવેલા સ્થળાંતરો અને રોકાણો તથા સ્થાયી થવાના ટ્રેન્ડને અનુસરીને અને તેનું એનાલિસિસ કરીને આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં જણાવાયું હતું કે, માત્ર કોરોનાકાળના બે વર્ષ જ માઈગ્રેશન ઓછું થયું હતું, બાકી ૨૦૨૨થી ફરી તેમાં તેજી આવી ગઈ છે. ૨૦૧૮ અને ૨૦૧૯માં ધનિકોના માઈગ્રેશનમાં તોતિંગ વધારો થયો હતો. તે વખતે ૧ લાખ કરતા વધુ ધનિકો વિદેશોમાં સ્થાયી થયા હતા.
આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, યુએઈ આ વખતે ધનિકોના સ્થળાંતર કરવા માટેના સૌથી ગમતા સ્થળોમાં ટોચના સ્થાને રહ્યું છે. આ વર્ષે ૯૮૦૦ ધનકુબેરો યુએઈમાં સ્થાયી થઈ ગયા છે. યુએઈ આ વખતે વિદેશી રોકાણ બાબતે પણ ખૂબ જ ડિમાન્ડમાં રહ્યું છે. યુએઈમાં જે સીધું વિદેશી રોકાણ થયું છે તેમાંથી ૩૦ ટકા તો સ્ઈશછ દેશો દ્વારા કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય માઈગ્રેશનના જાણકારોના મતે આ વર્ષે યુએઈની સાથે સાથે અમેરિકા અને ઈટાલી જવામાં ધનિકો દ્વારા વધુ રસ દાખવવામાં આવ્યો છે. યુએઈમાં સારું વાતાવરણ, સારું શિક્ષણ અને સારી સ્વાસ્થ્ય સેવાઓ તથા ટેક્સ માળખાના કારણે આ વખતે ધનિકોનો ધસારો તે તરફ વધ્યો છે.
યુએઈ, અમેરિકા, ઈટાલી સિંગાપુર અને સ્વિટ્ઝર્લેન્ડ હવે ધનિકો માટે રહેવા અને પોતાની સંપત્તી સાચવવા તથા વધારવા માટે સ્વર્ગ સમાન બની રહ્યા છે. કરપ્શન ફ્રી ઈકોનોમિક મોડલ અને વેલ્થ સિક્યોરિટીને પગલે પણ આ દેશો ઉપર પસંદગી ઉતારવામાં આવી રહી છે. સિંગાપુર અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશોમાં રોકાણના સરળ વિકલ્પો, ટેક્સનું ઓછું ભારણ અને સૌથી મોટી ઈકોનોમિક એક્ટિવિટી ફ્રિડમને કારણે આ દેશોમાં ધનિકોનું જવાનું ચલણ યથાવત્ રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વર્ષે કેનેડા કરતા અમેરિકા જવાની ડિમાન્ડ પાછી વધી ગઈ છે. આ વખતે ધનિકોના માઈગ્રેશનમાં અમેરિકા બીજા ક્રમે આવ્યું છે. અહીંયા ૭૫૦૦ ધનિકો આ વર્ષે સ્થાયી થયા છે. ઈટાલીમાં ૩૬૦૦ ધનિકો સ્થાયી થયા હતા. સ્વિટ્ઝર્લેન્ડમાં ૩૦૦૦, સાઉદીમાં ૨૪૦૦ ધનિકો દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
જાણકારોના મતે ભારતીયોમાં વિદેશમાં સ્થાયી થવાનો જે ટ્રેન્ડ છે તેમાં પહેલેથી મિડલ ઈસ્ટ દેશોને પ્રાધાન્ય અપાયું છે. ખાસ કરીને યુએઈ અને ત્યારબાદ સાઉદી જેવા દેશોમાં ભારતીય ધનિકોની સંખ્યા સતત વધી રહી છે. આ દેશોના ગોલ્ડન વીઝા પ્રોગ્રામ, આર્થિક સ્વતંત્રતાઓ, ટેક્સના ઓછા ભારણ, રોકાણને મોકળું મેદાન, સરળ બિઝનેસ ઈકોસિસ્ટમ, સુરક્ષા અને શાંતિ તથા શાંત રાજકીય વાતાવરણને પગલે ભારતીય ધનિકોએ આ દેશોને વધારે પ્રાથમિકતા આપી છે. ભારતમાં બદલાઈ રહેલી રાજકીય અને આર્થિક સ્થિતિઓને કારણે તથા બિઝનેસ મોડલમાં થઈ રહેલા ફેરફારો અને ભાવી પેઢીને વધારે સુરક્ષિત બનાવવા માટે ધનિકો દ્વારા વિદેશની વાટ પકડવામાં આવી રહી છે.
ચીન, રશિયા અને યુક્રેનમાં પણ અનિશ્ચિતતાઓના કારણે ધનિકો વિદેશોમાં જઈ રહ્યા છે. યુક્રેન અને રશિયાનું યુદ્ધ શરૂ થયું તે વર્ષે રશિયામાંથી ઘણા ધનિકો દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું હતું. હવે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત બ્રિટન પણ યુરોપમાંથી છૂટું પડયું ત્યારબાદ તેની આર્થિક વિષમતાઓને પગલે ધનિકો વિદેશ જવા તત્પર બન્યા છે. આ વખતે સાઉથ કોરિયા અને બ્રાઝિલમાં પણ મિલિયોનેર માઈગ્રેશનનો ટ્રેન્ડ વધારે જોવા મળળ્યો છે. સાઉથ કોરિયામાંથી ૨૪૦૦ ધનકૂબેરો, રશિયામાંથી ૧૫૦૦ અને બ્રાઝિલમાંથી ૧૨૦૦ ધનિકો દ્વારા વિદેશમાં સ્થાયી થવાનું પસંદ કરવામાં આવ્યું હતું.
આ વર્ષની વાત કરીએ તો અત્યાર સુધીમાં ચીનમાંથી બીજા ક્રમના સૌથી વધુ ધનિકોએ સ્થળાંતર કર્યું છે. ચીનમાંથી ૭,૮૦૦ ધનિકો વિદેશમાં સ્થાયી થયા છે. બીજી તરફ ત્યારબાદ અનુક્રમે ભારત, સાઉથ કોરિયા અને રશિયાએ પણ ૩૫૦૦, ૨૪૦૦ અને ૧૫૦૦ ધનિકો ગુમાવી દીધા છે. આ અંગે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ચીનમાં સરકારનું જે વલણ અને કામગીરી છે તેના કારણે ત્યાંના ધનિકો વધારે ભયમાં રહે છે. સરકાર દ્વારા ગમે ત્યારે ધનિકોને ગાયબ કરી દેવાય છે કે પછી કેદ કરી લેવાય છે તેના કારણે ધનિકો દ્વારા દેશ છોડીને જવાનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ચીન છોડીને જનારા લોકો અને છોડવા માગતા લોકોનું કહેવું છે કે, અહીંયા વેપારની તક ઓછી છે. તે ઉપરાંત સરકારના સંપૂર્ણ તાબે થઈને રહેવું પડે છે. મિલિયોનેરના માઈગ્રેશનમાં ખાસ જોવા મળ્યું હતું કે, ધનિકોમાં સ્થળાંતર અને રોકાણ કરીને સ્થાયી થવા માટે ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયા ઉપર વધારે પસંદગી ઉતારવામાં આવી હતી પણ હવે ૨૦૨૪માં ટ્રેન્ડ બદલાયો છે. તે ટોચના દસ દેશોમાં દસમા ક્રમે આવી ગયું છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૧૦૦૦ ધનિકો ઓસ્ટ્રેલિયામાં રોકાણ કરીને સ્થાયી થઈ ગયા છે. આ વર્ષે યુએઈ, યુએસ અને ઈટાલી બાદ સ્વિટ્ઝર્લેન્ડ ચોથા અને સાઉદી અરેબિયા પાંચમા ક્રમે છે. સ્વિટ્ઝર્લેન્ડમાં ૩૦૦૦ જ્યારે સાઉદીમાં ૨૪૦૦ ધનિકો ઉમેરાયા છે.
સાઉદી બાદ આ યાદીમાં સિંગાપુર, પોર્ટુગલ અને ગ્રીસનો ક્રમ આવે છે. તેમાં આ વર્ષે અનુક્રમે ૧૬૦૦,૧૪૦૦ અને ૧૨૦૦ ધનિકોએ રોકાણ કરીને સ્થાયી થવાનું પસંદ કર્યું હતું. અનેક પડકારો હોવા છતાં કેનેડામાં પણ આ વર્ષે ૧૦૦૦ ધનિકો પહોંચ્યા છે. કેનેડા બાદ ઓસ્ટ્રેલિયામાં પણ ૧૦૦૦ ધનિકો જ આવ્યા છે. આ વખતે હોંગકોંગ અને જાપાન જનારા ધનકૂબેરોની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે. આ વર્ષે હોંગકોંગમાં ૮૦૦ જ્યારે જાપાનમાં ૬૦૦ ધનિકો જ સ્થાયી થવા માટે આવ્યા છે.
- વેપારની સ્વતંત્રતા અને ટેક્સનું ઓછું ભારણ અસરકારક રહ્યા
જે ધનિકો દ્વારા વિદેશોમાં સ્થાયી થવાનું શરૂ કરવામાં આવ્યું છે તેમને જ્યારે આ અંગે સવાલો કરવામાં આવ્યા ત્યારે ખૂબ જ રસપ્રદ જવાબો મળ્યા હતા. આ ઉદ્યોગપતિઓ અને ધનકૂબેરોએ જણાવ્યું કે, તેમના દેશ કરતા વિદેશોમાં કે જ્યાં તેઓ સ્થાયી થઈ ગયા છે અને વેપાર લઈ ગયા છે તેના દ્વારા વધારે લાભ આપવામાં આવે છે. ધનિકો દ્વારા રાજકીય સ્થિરતા, ટેક્સનું ઓછું ભારણ, વેપાર અને રોકાણની સ્વતંત્રતા જેવી બાબતોને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. ધનકૂબેરો દ્વારા કેપિટલ ગેઈન ટેક્સ અને એસ્ટેટ ડયૂટી જેવી બાબતોને પ્રાધાન્ય અપાતું હોવાથી જ્યાં વધારે લાંબો સમય અને મોટો ફાયદો થતો હોય તેવા દેશમાં જવાનું પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત તેમની આગામી પેઢીનું ભણતર, ક્વોલિટી ઓફ લાઈફ, કાયદાકીય રક્ષણ, વિકસવાના અવસરો, નિવૃત્તિ પછીનું જીવન, આર્તિક ભારણ, સ્વાસ્થ્ય સેવાઓ, હવામાન અને વાતાવરણ જેવી બાબતોના આધારે પણ સ્થળાંતર કરવામાં આવતું હોવાનું ધનિકોએ સ્વીકાર્યું હતું. આ ઉપરાંત સેન્ટિમિલિયોનર્સ તરીકે ઓળખાતા નવા નવા ધનિકોમાં સેફ હેવન ૮ તરીકે ઓળખતા દેશોમાં જવાનું ચલણ વધ્યું છે. તેઓ યુએઈ, સ્વિટ્ઝર્લેનડ્, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, માલ્ટા, મોનાકો અને મોરેશિયસ ખાતે જવાનું વધારે પસંદ કરી રહ્યા હોવાના અહેવાલો છે.
છેલ્લાં ૧૪ વર્ષમાં ધનિકો દ્વારા થયેલું સ્થળાંતર |
|
વર્ષ |
ધનિકોની સંખ્યા |
૨૦૧૩ |
૫૧,૦૦૦ |
૨૦૧૪ |
૫૭,૦૦૦ |
૨૦૧૫ |
૬૪,૦૦૦ |
૨૦૧૬ |
૮૨,૦૦૦ |
૨૦૧૭ |
૯૫,૦૦૦ |
૨૦૧૮ |
૧,૦૮,૦૦૦ |
૨૦૧૯ |
૧,૧૦,૦૦૦ |
૨૦૨૦ |
૧૨,૦૦૦ |
૨૦૨૧ |
૨૫,૦૦૦ |
૨૦૨૨ |
૮૪,૦૦૦ |
૨૦૨૩ |
૧,૨૨,૦૦૦ |
૨૦૨૪ |
૧,૨૮,૦૦૦ |
૨૦૨૫ |
૧,૪૨,૦૦૦ |
આ દેશોમાં સૌથી વધારે ધનિકો આવ્યા |
||
ક્રમ |
દેશ |
ધનિકોની સંખ્યા 2024 |
૧ |
યુએઈ |
૯૮૦૦ |
૨ |
અમેરિકા |
૭૫૦૦ |
૩ |
ઈટાલી |
૩૬૦૦ |
૪ |
સ્વિટ્ઝર્લેન્ડ |
૩૦૦૦ |
૫ |
સાઉદી |
૨૪૦૦ |
૬ |
સિંગાપુર |
૧૬૦૦ |
૭ |
પોર્ટુગલ |
૧૪૦૦ |
૮ |
ગ્રીસ |
૧૨૦૦ |
૯ |
કેનેડા |
૧૦૦૦ |
૧૦ |
ઓસ્ટ્રેલિયા |
૧૦૦૦ |
આ દેશોમાં સૌથી વધારે ધનિકો ગયા |
||
ક્રમ |
દેશ |
ધનિકોની સંખ્યા
2024 |
૧ |
યુકે |
૧૬,૫૦૦ |
૨ |
ચીને |
૭૮૦૦ |
૩ |
ભારત |
૩૫૦૦ |
૪ |
સા. કોરિયા |
૨૪૦૦ |
૫ |
રશિયા |
૧૫૦૦ |
૬ |
બ્રાઝિલ |
૧૨૦૦ |
૭ |
ફ્રાન્સ |
૮૦૦ |
૮ |
સ્પેન |
૫૦૦ |
૯ |
જર્મની |
૪૦૦ |
૧૦ |
ઈઝરાયેલ |
૩૫૦ |