- એક સમયના વોર હીરો ગણાતા પ્રિન્સ એન્ડ્રયુ પ્લેબોય જેવી છબી, પૈસાના ગોટાળા, અનેક મહિલાઓ સાથે સંબંધોના કારણે પંકાયેલા હતા
- 1982માં ફોકલેન્ડ યુદ્ધ દરમિયાન તેઓ એક આર્મી નેવલ શિપ ઉપર હેલિકોપ્ટર પાઈલટ હતા. તેમણે બ્રિટિશ જહાજને દુશ્મનની મિસાઈલોથી બચાવ્યું હતું અને આ ઘટનાએ તેમને નેવલ હીરો બનાવી દીધા હતા: યુદ્ધ પૂરું થયા બાદ એન્ડર્યુની આદતો ફરી બદલાવા લાગી. તેઓ ફરી પ્લેબોય પ્રિન્સ બની ગયા. અમેરિકન અભિનેત્રી કૂ સ્ટાર્ક સાથે તેમનો સંબંધ ઘણો વિવાદાસ્પદ રહ્યો હતો. સ્ટાર્ક દ્વારા તે સમયે ઘણી એડલ્ટ ફિલ્મો પણ કરવામાં આવી હતી અને તેના કારણે બ્રિટનના રાજવી પરિવારને તેના કારણે ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડયું હતું: માત્ર અખબારો, મીડિયા અને પુસ્તકોમાં રજૂ થયેલા અહેવાલો ઉપર વિશ્વાસ કરીએ તો પણ તેમણે પોતાના જિંદગીમાં 1000થી વધારે મહિલાઓ સાથે શારીરિક સંબંધો રાખ્યા હતા. કહેવાય છે કે, તેઓ જ્યારે થાઈલેન્ડ ગયા હતા ત્યારે એક જ દિવસમાં તેમના રૂમમાં 10 મહિલાઓ આવી હતી
બ્રિટનના પ્રિન્સ એન્ડ્રયુ માઉન્ટબેટનનું નામ કલંકિત જેફરી એપસ્ટીન સાથે જોડાયું હતું. થોડા સમય પહેલાં જારી થયેલા એપસ્ટીન કાંડની ફાઈલોમાં તેમનું નામ ઉછળ્યું હતું. તે સમયે પ્રિન્સ એન્ડ્રયુ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં બ્રિટનની પોલિસ દ્વારા પ્રિન્સ એન્ડ્રયુની ધરપકડ કરવામાં આવી છે. બ્રિટનના રાજવી પરિવાર માટે આ ઘટના એક મોટા આઘાત સમાન અને કલંક સમાન છે. ઉલ્લેખનીય છે કે, પ્રિન્સ એન્ડ્રયુ બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ ત્રીજાના ભાઈ છે. ગત અઠવાડિયે એપસ્ટીન ફાઈલ્સમાં તેમનું નામ આવ્યા બાદ કિંગ ચાર્લ્સે તેમને તમામ શાહી પદ ઉપરથી દૂર કર્યા હતા. હવે તેમની ધરપકડ કરવામાં આવી છે. તેના કારણે રાજવી પરિવારની સમસ્યા વધે તેમ દેખાઈ રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમના ઉપર દબાણ આવે તેમ લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પ્રિન્સ એન્ડ્રયુ પહેલેથી જ બ્રિટનના રાજવી પરિવાર માટે સમસ્યાનું કારણ રહ્યા છે. સમયાંતરે તેઓ કોઈને કોઈ વિવાદમાં કે કાંડમાં અટવાયેલા જ રહ્યા છે. એક સમય હતો જ્યારે તેમને બ્રિટનના હીરો માનવામાં આવતા હતા. તેઓ બ્રિટિશ રોયલ આર્મીના પાઈલટ હતા. તે સમયે તેમને ઘણી નામના હતી. ત્યારબાદ ધીમે ધીમે તેમણે બધું જ ગુમાવી દીધું. તેમની છબી એક બગડેલા, ખરડાયેલા રાજવી નબીરા તરીકેની થઈ ગઈ હતી. તેમનું લગ્ન જીવન પણ ઘણા વર્ષો પહેલાં ડામાડોળ થઈ ગયું હતું અને તુટી ગયું હતું.
જાણકારોના મતે પ્રિન્સ એન્ડર્યુની છાપ પહેલેથી જ ખરાબ છે. યુવાનીના થોડા સમયમાં તેઓ બ્રિટિશ રોયલ આર્મી સાથે જોડાયા હતા ત્યારે તેમની ઈમેજ સુધરી હતી પણ પછી બધું જ યથાવત્ થઈ ગયું હતું. તેમની ઈમેજ પ્લેબોયની છે, તેઓ ઘણા સેક્સ સ્કેન્ડલમાં ફસાયા છે, આર્થિક કૌભાંડોમાં અને ગોટાળામાં તેમનું નામ આવ્યું છે. આ બધાના કારણે તેઓ બ્રિટિશ રાજવી પરિવાર માટે બ્લેક શીપ સાબિત થયા છે. એન્ડ્રયુનું પ્રિન્સ તરીકે બાળપણ ખૂબ જ સામાન્ય રહ્યું હતું. તેમનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૬૦ના રોજ થયો હતો. તેઓ લંડનના બકિંગહામ પેલેસમાં જન્મ્યા હતા. તેઓ ક્વીન એલિઝાબેથ બીજા અને પ્રિન્સ ફિલિપના ત્રીજા સંતાન હતા.
પ્રિન્સ એન્ડ્રયુનું બાળપણ સરેરાશ સામાન્ય હતું છતાં તેમની પાસે વિશેષાધિકારો હતા. તેઓ સ્કુલમાં સૌથી વધારે તોફાનમસ્તી કરતા હતા. આ ઉપરાંત તેઓ અનેક તોફાનો કરતા અને તેના કારણે ૧૩ વર્ષની ઉંમરે તેમને ગોર્ડનસ્ટાઉન સ્કુલમાં મોકલવામાં આવ્યા જેનું અનુશાસન ખૂબ જ કડક હતું. ત્યાં ઠંડા પાણીથી નહાવું, દરરોજ વહેલી સવારે જાગીને કસરત કરવી વગેરે ફરજિયત હતું. એન્ડ્રયુએ ત્યાં રગ્બી અને ક્રિકેટ શીખ્યું અને નિયમિત રીતે રમતા હતા.
જાણકારોના મતે ત્યારબાદ ૧૯૭૦ના દાયકાના અંતમાં જ્યારે તેમનો શાળાકિય અભ્યાસ પૂરો થયો ત્યારે તેઓ રોયલ નેવીમાં જોડાયા હતા. ત્યાં જોડાવું કદાચ તેમની જિંદગીનો ટનગ પોઈન્ટ હતો. તેમણે બ્રિટાનિયા રોયલ નેવલ કોલેજમાં ટ્રેનિંગ લીધી હતી. તેઓ હેલિકોપ્ટર પાઈલટ બન્યા હતા. ત્યાં તેમના તોફાનો શાંત થયા હતા. આર્મી અને નેવીની શિસ્ત અને કડકાઈએ તેમને શાંત બનાવ્યા હતા. તેમ છતાં અંગત જીવનમાં તો તેમની પ્લેબોયની છાપ ઓછી થઈ નહોતી. તેઓ પાર્ટીઓ કરતા રહેતા. તત્કાલિન બ્રિટિશ મીડિયા દ્વારા તેમને રેંડી એન્ડી એટલે કે પ્લેબોય એન્ડી કહીને બોલાવવામાં આવતા હતા.
મહત્ત્વની વાત એ છે કે, ૧૯૮૦ના દાયકામાં પ્રિન્સ એન્ડ્રયુ બે બાબતે જાણીતા થયા હતા. એક તો તેઓ નેવી પાઈલટ તરીકે જાણીતા બન્યા અને બીજી તેમની વ્યક્તિગત ખરાબ આદતોએ તેમને ચર્ચામાં લાવી દીધા. ૧૯૮૨માં ફોકલેન્ડ યુદ્ધ દરમિયાન તેઓ એક આર્મી નેવલ શિપ ઉપર હેલિકોપ્ટર પાઈલટ હતા. તેમણે બ્રિટિશ જહાજને દુશ્મનની મિસાઈલોથી બચાવ્યું હતું અને આ ઘટનાએ તેમને નેવલ હીરો બનાવી દીધા હતા.
યુદ્ધ પૂરું થયા બાદ એન્ડર્યુની આદતો ફરી બદલાવા લાગી. તેઓ ફરી પ્લેબોય પ્રિન્સ બની ગયા. મોડલ્સ, એક્ટ્રેસ અને સોશિયલાઈટ્સ સાથે તેમના અફેર્સ અને સિક્રેટ રિલેશન્સના સમચારો અખબારો અને રેડિયોમાં ચાલવા લાગ્યા. અમેરિકન અભિનેત્રી કૂ સ્ટાર્ક સાથે તેમનો સંબંધ ઘણો વિવાદાસ્પદ રહ્યો હતો.
કહેવાય છે કે, પ્રિન્સ એન્ડ્રયુની રોમેન્ટિક લાઈફ અને અફેર્સ ખૂબ જ ચર્ચામાં હતા. તેના કોઈ નક્કર આંકડા નતી. તેમની જિંદગીમાં ઘણી મહિલાઓ આવી હતી અને ઘણી મહિલાઓ સાથે તેમના અફેરની ચર્ચાઓ છે. તેમાં જાણીતી એક્ટ્રેસ અને મોડલ્સનો સમાવેશ થાય છે. તત્કાલિન મિસ બ્યૂટી અને પ્લેબોય મોડલ્સનો પણ તેમની સાથે રિલેશન હોવાની ચર્ચાઓ છે. તેમાંય તેમના વન નાઈટ અફેરની સંખ્યા તો ઘણી મોટી હોવાનું કહેવાય છે. માત્ર અખબારો, મીડિયા અને પુસ્તકોમાં રજૂ થયેલા અહેવાલો ઉપર વિશ્વાસ કરીએ તો પણ તેમણે પોતાના જિંદગીમાં ૧૦૦૦થી વધારે મહિલાઓ સાથે શારીરિક સંબંધો રાખ્યા હતા. કહેવાય છે કે, તેઓ જ્યારે થાઈલેન્ડ ગયા હતા ત્યારે એક જ દિવસમાં તેમના રૂમમાં ૧૦ મહિલાઓ આવી હતી. ૨૦૦૬માં થાઈલેન્ડની ડાયમંડ જ્યુબિલી ઉપર તેમણે ૪૦થી વધારે મહિલાઓને બોલાવી હતી.
તેમના વિશે ઘણા પુસ્તકોમાં જઘન્ય દાવા કરવામાં આવ્યા છે. તેમના શોખ અને તેમના અફેર્સ તથા શારીરિક સંબંધોના અનેક દાવા કરાયા છે.
સેક્સ ટ્રાફિકિંગમાં ઝડપાયેલો એપસ્ટીન તેની સેક્સ પાર્ટીઓ માટે ધનિકોમાં જાણીતો હતો. તે પોતાના પ્રાઈવેટ આઈલેન્ડ ઉપર પાર્ટીઓ કરતો હતો અને જેટ ટ્રિપ્સ કરાવતો હતો. એપસ્ટીનની ૨૦૦૮માં ધરપકડ થઈ ત્યારબાદ પણ એન્ડ્રર્યુના તેની સાથે સંપર્ક હતા. ૨૦૧૦માં એપસ્ટીનના ન્યૂયોર્કના ઘરમાં એન્ડ્રયુની હાજરીની તસવીરો વાઈરલ થઈ હતી.
તેઓ એક મહિલા સાથે દેખાયા હતા અને તેના કારણે બ્રિટિશ રાજવી પરિવારને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડયું હતું. તેમના માટે ચિંતાજનક બાબત એ હતી કે, ક્વીનના અવસાન બાદ પણ એન્ડ્રયુએ પોતાના પોતાના વિવાદો અટકાવ્યા નહોતા. તે જાસુસીમાં ફસાયેલા ચીની ઉદ્યોગપતિ સાથે જોડાયેલા હતા.
તે ઉપરાંત એપસ્ટીનની નવી ફાઈલો જારી થઈ તેમાં પણ એન્ડ્રયુનું નામ આવ્યું અને તેમની પાસેથી રાજવી પરિવારે તમામ જવાબદારીઓ પાછી લઈ લીધી. જાણકારોના મતે પ્રિન્સ એન્ડ્રયુ બાળપણથી લઈને વર્તમાન સમય સુધી બ્રિટિશ રાજવી પરિવાર માટે બ્લેક શીપ જ સાબિત થયા.
એપસ્ટીન ફાઈલ્સમાં નોર્વે, સ્વીડન, બેલ્જિયમ અને સાઉદીના રાજવી પરિવારોના પણ નામ
એપસ્ટીન ફાઈલના કૌભાંડમાં અને કાંડમાં માત્ર બ્રિટિશ પ્રિન્સ એન્ડર્યુનું જ નામ નથી. તેમાં બીજા દેશોના રાજવી પરિવારો પણ સંડોવાયેલા હોવાની વિગતો બહાર આવી છે. તેમાં નોર્વેના ક્રાઉન પ્રિન્સ હાકોનની પત્ની અને ભાવી રાણી મેટે મેરિટનું નામ એક હજાર કરતા વધારે વખત આવ્યું છે.
મેટે મેરિટ અને એપસ્ટીન વચ્ચે ૨૦૧૧થી ૨૦૧૪ દરમિયાન થયેલી ઈમેલ ઉપરની વાતચીતો જાહેર થઈ છે. મેટે ત્યારે એપસ્ટીનને સ્વીટહાર્ટ કહીને સંબોધતી હતી.
તે એપસ્ટીનના પામ બીચ ઉપર આવેલા ઘરે પણ ઘણા દિવસો મહેમાન બનીને રોકાઈ આવી હતી.
આ ઉપરાંત સ્વીડનના પ્રિન્સેસ સોફિયાનું નામ પણ એપસ્ટીન કાંડમાં છે. કહેવાય છે કે, બે દાયકા પહેલાં બંને સંપર્કમાં આવ્યા હતા. તે વખતે સોફિયાની એન્ટ્રી રાજવી પરિવારમાં નહોતી થઈ. તેઓ ત્યારે સાથે ફિલ્મના સ્ક્રીનિંગ અને ડિનર પાર્ટીઓમાં દેખાતા હતા. ત્યારબાદ તેમની વચ્ચે સંબંધ નહીં હોવાનું કહેવાય છે પણ તેના કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. તેનો વિવાદ હજી ચાલુ છે. આ સિવાય એપસ્ટીન ફાઈલમાં બેલ્જિયમ રોયલ ફેમિલીનું પણ નામ છે.
કિંગ ફિલિપના ભાઈ પ્રિન્સ લોરેંટે ૧૯૯૦થી ૨૦૦૦ની વચ્ચે બે વખત એપસ્ટીન સાથે મુલાકાત કરી હતી. તેમની વચ્ચે શું ચર્ચા થઈ કે સોદા થયા તેની કોઈ નક્કર માહિતી બહાર આવી નથી. રાજવી પરિવાર દ્વારા પણ આ મુદ્દે કોઈ મોટા આરોપ મુકાયા નથી. તેમ છતાં બેલ્જિયમ રોયલ ફેમિલી તેના કારણે તણાવમાં છે. ઉલ્લેખનીય છે કે, એપસ્ટીન ફાઈલ સાથે સાઉદીના રોયલ ફેમિલીનું નામ પણ જોડાયું હોવાના અહેવાલો છે. સૂત્રોના મતે એપસ્ટીનને સીધી રીતે સાઉદીના ક્રાઉન પ્રિન્સ કે તેમના પરિવાર સાથે સંપર્ક નહોતો. ક્રાઉન પ્રિન્સ સલમાનના સલાહકાર રફત અલ દ્વારા એપસ્ટીનને સમયાંતે મેસેજ કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
તેમાંથી કેટલાક મેસેજ અને સંદેશ આપત્તીજનક હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે. જાણકારો માને છે કે, એપસ્ટીનની વિવાદિત છબી હોવા છતાં ઘણા રાજવી પરિવારો સીધી કે આડકતરી રીતે તેના સંપર્કમાં હતા.


