Get The App

ટેરિફ રિફંડની પ્રોસેસ શરૂ તો થઈ પણ ટ્રમ્પ પૈસા આપે ત્યારે સાચા

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
ટેરિફ રિફંડની પ્રોસેસ શરૂ તો થઈ પણ ટ્રમ્પ પૈસા આપે ત્યારે સાચા 1 - image

- ગત વર્ષે ટ્રમ્પ દ્વારા જે અવિચારી ટેરિફ લાગુ કરાયો હતો તે પરત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી, કાયદાકીય જટિલતાઓને પગલે વિલંબની શક્યતા

- 20 ફેબ્રુઆરી 2025થી ટ્રમ્પ તંત્ર દ્વારા નવા ટેરિફ લાગુ કરવામાં આવ્યા હતા. તેની વિરુદ્ધ અમેરિકન કોર્ટમાં જ અરજી થઈ હતી. અમેરિકી સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પ સરકાર વિરુદ્ધ 6-3ની સરેરાશથી નિર્ણય લેવાયો હતો. ટ્રમ્પ સરકારને આદેશ અપાયો હતો કે, જે ટેરિફ ઉઘરાવાયો છે તે ગેરકાયદે છે અને તેને પરત કરવામાં આવે : કન્સોલિડેટેડ એડમિનિસ્ટ્રેશન એન્ડ પ્રોસેસિંગ ઓફ એન્ટ્રીસ દ્વારા ઓટોમેટેડ કોમર્શિયલ એન્વાર્નમેન્ટ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા આયાતકારો અને અધિકારીક બ્રોકર્સ પોતાના ક્લેઈમ ફાઈલ કરી શકશે. તેઓ પોતાના શિપેમેન્ટ અને ટેરિફના પેમેન્ટ અંગે ક્લેઈમ ફાઈલ કરીને તેના અંગે સુનાવણીમાં ભાગ લઈ શકશે : અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં દાવાઓની વિગત આવશે અને દાવાની રકમ પણ ઐતિહાસિક રીતે મોટી રહેવાની છે. સીબીપી ફાઈલિંગ્સના અહેવાલ મુજમ 3,30,000 કરતા વધારે આયાતકારોએ ગેરબંધારણીય ટેરિફ વેરા ભર્યા છે. એક અંદાજ પ્રમાણે આ લોકોને 5.30 કરોડ કરતા વધુ શિપમેન્ટ માટે થઈને 166 અબજ ડોલર કરતા વધારે રકમ પરત આપવાની થશે.

દુનિયાભરના દેશોમાંથી આવતા સામાન અને વેપાર ઉપર અબજો ડોલરની ટેરિફ લેનારા અમેરિકી પ્રમુખે હવે બધાને વધારાની રકમ પાછી આપવાની આવી છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે વિંઝેલા કાયદાના કોરડા બાદ અમેરિકાએ રિફંડની કામગીરી શરૂ કરી દીધી છે. જે વેપારીઓએ મહિનાઓ સુધી રાહ જોઈ છે તેમને હવે કદાચ ન્યાય મળશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા ટેરિફને પગલે જે કંપનીઓએ ઈમ્પોર્ટ ડયુટી ભરી છે તેમને હવે રિફન્ડ આપવામાં આવશે. જાણકારોના મતે અમેરિકી સિસ્ટમ દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવ છે. તેના માટે જે પોર્ટલ બનાવાયું છે તેના ઉપર રજિસ્ટ્રેશન અને ત્યારબાદની કામગીરી શરૂ થઈ ગયેલી છે. સૂત્રોના મતે પોર્ટલ ઉપરની કામગીરીઓ જોતા લાગી રહ્યું છે કે, રિફન્ડ મેળવવાનું કામ ખૂબ જ જટિલ, તબક્કાવાર અને કદાચ લાંબા સમય સુધી ચાલે તેમ દેખાઈ રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, ટ્રમ્પે જે ટેરિફ લાગુ કર્યા હતા તેના કારણે ૫.૩ કરોડ શિપમેન્ટ ઉપર ૧૬૬ અબજ ડોલરનું ટેરિફ વસુલવામાં આવ્યું હતું. હવે આ તમામ બાબતનો હિસાબ કરીને રિફન્ડ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫થી ટ્રમ્પ તંત્ર દ્વારા નવા ટેરિફ લાગુ કરવામાં આવ્યા હતા. તેની વિરુદ્ધ અમેરિકી કોર્ટમાં જ અરજી થઈ હતી. અમેરિકી સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પ સરકાર વિરુદ્ધ ૬-૩ની સરેરાશથી નિર્ણય લેવાયો હતો. ટ્રમ્પ સરકારને આદેશ અપાયો હતો કે, જે ટેરિફ ઉઘરાવાયો છે તે ગેરકાયદે છે અને તેને પરત કરવામાં આવે. આ મુદ્દે બંધારણીય વિવાદ થયા બાદ ટ્રમ્પ તંત્રએ દાવો કર્યો હતો કે, ૧૯૭૭ ઈર્મજન્સી પાવર્સ સ્ટેટયુના આધારે ટેરિફ લાગુ કરવામાં આવ્યા હતા કોર્ટે આ વાત ગ્રાહ્ય રાખી નહોતી અને આ ટેરિફ પાછો આપવાના આદેશ કરવામાં આવ્યા હતા.

જાણકારોના મતે યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન દ્વારા એક ડિજિટલ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. તેના દ્વારા ટેરિફ પરત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કન્સોલિડેટેડ એડમિનિસ્ટ્રેશન એન્ડ પ્રોસેસિંગ ઓફ એન્ટ્રીસ દ્વારા ઓટોમેટેડ કોમર્શિયલ એન્વાર્નમેન્ટ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા આયાતકારો અને અધિકારીક બ્રોકર્સ પોતાના ક્લેઈમ ફાઈલ કરી શકશે. તેઓ પોતાના શિપેમેન્ટ અને ટેરિફના પેમેન્ટ અંગે ક્લેઈમ ફાઈલ કરીને તેના અંગે સુનાવણીમાં ભાગ લઈ શકશે. આ સિસ્ટમ દ્વારા જેમની પાસેથી ગત એક વર્ષમાં ટેરિફ લેવામાં આવ્યો છે તેમની અરજીઓનો તબક્કાવાર નિકાલ કરવામાં આવશે. મહત્ત્વની વાત એ છે કે, જે કંપનીઓ વધારાનો ટેરિફ ભર્યાના ક્લેઈમ કરશે તેમણે પહેલાં સીબીપીમાં એનરોલ કરવું પડશે. તેના દ્વારા ઈલેક્ટ્રોનિક પદ્ધતિથી જ પેમેન્ટ આપવામાં આવશે. એજન્સી દ્વારા સમગ્ર પ્રોસેસ માટે માહિતી અને કામગીરીની વિગતો જાહેર કરવામાં આવી છે. તેમાં જે ડોક્યુમેન્ટની જરૂર પડશે, જે રકમ ક્લેઈમ કરી છે તેના બિલ્સ અને અન્ય દસ્તાવેજોની યાદી જાહેર કરવામાં આવી છે. આ તમામ વિગતો સાથે એકાઉન્ટ ઓપન કરીને દાવો રજૂ કરવાનો રહેશે. એક વખત આ દાવો રજિસ્ટર થઈ જશે અને તેને અપ્રુવલ મળી જશે ત્યારબાદ ૬૦ થી ૯૦ દિવસમાં રિફન્ડની કામગીરી કરી દેવામાં આવશે. 

જાણકારોના મતે અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં દાવાઓની વિગત આવશે અને દાવાની રકમ પણ ઐતિહાસિક રીતે મોટી રહેવાની છે. સીબીપી ફાઈલિંગ્સના અહેવાલ મુજમ ૩,૩૦,૦૦૦ કરતા વધારે આયાતકારોએ ગેરબંધારણીય ટેરિફ વેરા ભર્યા છે. એક અંદાજ પ્રમાણે આ લોકોને ૫.૩૦ કરોડ કરતા વધુ શિપમેન્ટ માટે થઈને ૧૬૬ અબજ ડોલર કરતા વધારે રકમ પરત આપવાની થશે. વૈશ્વિક સ્તરે ફેલાયેલી મલ્ટિ મેશનલ કોર્પોરેટ કંપનીઓથી માંડીને નાના અને મિડિયમ કદના વેપાર સાથે સંકળાયેલી કંપનીઓ દ્વારા આ વિશાળ દાવો માંડવામાં આવશે. તેના કારણે ફેડરલ તંત્રને વ્યાપક પડકારોનો સામનો કરવાનો આવશે તેવું દેખાઈ રહ્યું છે. 

મહત્ત્વની વાત એ છે કે, આ ઓનલાઈન પોર્ટલ સાથે જે આયાતકારો અને બ્રોકર દ્વારા દસ્તાવેજો લિંક કરીને રજિસ્ટ્રેશન પૂરું કરી લેવામાં આવ્યું છે તેમની દાવાની ફાઈલો રેડી થઈ ગઈ છે. એક અંદાજ પ્રમાણે આ દાવાઓની રકમ અત્યારથી જ ૧૨૭ અબજ ડોલર સુધી તો પહોંચી ગઈ છે. એપ્રિલના મધ્ય ભાગ સુધીમાં જ અંદાજે ૫૭ હજાર આયાતકારો દ્વારા નોંધણી કરાવી દેવામાં આવી હતી. તેઓ પહેલા તબક્કાની ચુકવણી માટે દાવેદાર પણ થઈ ગયા છે. જાણકારોના મતે જો તેમાં વ્યાજની રકમ પણ ચુકવવાનો આદેશ કરવામાં આવશે તો ચુકવણીની રકમનો આંકડો ઘણો મોટો થઈ શકે તેમ છે. આ રકમના કારણે નાની કંપનીઓ અને આયાતકારોને મોટો લાભ થશે તેવું માનવામાં આવી રહ્યું છે. 

ટ્રમ્પ સરકાર દ્વારા આ રિફન્ડની ચુકવણી તબક્કાવાર કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જે લોકોનું રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયું છે અને તાજેતરમાં જ જેમણે ટેરિફ ચુકવી દીધા છે તેવા કેસનો પહેલા તબક્કામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલે છે તેવાને બીજા તબક્કામાં સમાવવામાં આવશે. એવા કિસ્સા કે જેમાં અંદાજિત ડયૂટી લગાવાઈ છે અને જેમને ૮૦ દિવસની અંદર આ ફાઈલિંગ પ્રોસિજરમાં સમાવાયા છે તેમને પ્રાધાન્ય અપાશે. ત્યારબાદ કેપ સિસ્ટમ હેઠળ ફુલ્લી પ્રોસેસ્ડ ટેરિફ પેમેન્ટની કામગીરી કરવામાં આવશે. જાણકારો માને છે કે, ટ્રમ્પ તંત્ર દ્વારા જે રીતે ધાંધીયા કરવામાં આવી રહ્યા છે તે જોતાં લાગી રહ્યું છે કે, પેમેન્ટ મુદ્દે વિલંબ થાય તેમ છે.

ઉલ્લેખનીય છે કે, જે કંપનીઓ દ્વારા વધારાના ટેરિફનો ભાર ગ્રાહકો ઉપર નાખવામાં આવ્યો હતો તેમની સામે પણ ગ્રાહકો કોર્ટમાં ગયા છે. આ કંપનીઓએ હવે વળતરના પૈસા ગ્રાહકોને પણ આપવા પડશે અને જો તેમ નહીં કરે તે તેના માટે પણ કાયદાકીય ગુંચવણ ઊભી થાય તેમ છે. બીજી તરફ એવું દેખાઈ રહ્યું છે કે, રિફન્ડ માટે અરજી કરનાર કંપનીઓ માટે પણ ભવિષ્ય ધુંધળું જ છે. એક તરફ કંપની પાસે પૈસા આવશે તો કેશ ફ્લો વધશે, તેઓ રિઈન્વેસ્ટમેન્ટ તરફ જઈ શકશે અને બીજી તરફ પોતાના આર્થિક દબાણને પણ દૂર કરી શકશે. આ ઉપરાંત તેમણે  ગ્રાહકોને ટેરિફનું ભારણ આપ્યું હશે તો તેમાં પણ સેટલમેન્ટ કરવું પડશે. બીજી તરફ ક્લેમ પ્રોસેસિંગ દરમિયાન તંત્ર દ્વારા જે કામ કરવામાં આવશે કે સમય લેવામાં આવશે, તે ઉપરાંત તમામ દસ્તાવેજોની વિગતે ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી થયા બાદ પેમેન્ટ રિલિઝ કરવામાં આવશે. આ તમામ કામગીરી માટે પણ ઘણો સમય લાગી જાય તેમ છે. ત્યાં સુધી કંપનીઓએ વિલંબ રાખવો જ પડશે.

જાણકારો માને છે કે, કેપ (સીએપીઈ) પોર્ટલ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે લાંબી અને જટીલ છે. કેટલાકનો દાવો છે કે, પહેલા તબક્કામાં પણ જે પેમેન્ટ કરવામાં આવશે તેમાં પણ સંપૂર્ણ પેમેન્ટ કરવામાં આવશે નહીં. તેમાં પણ માંડવાળ કરવામાં આવશે કે પછી ચર્ચા-વિચારણાઓ બાદ શક્ય એટલું ઓછું પેમેન્ટ કરવાનું આવે તેવા રસ્તા શોધવામાં આવી રહ્યા છે. જાણકારો માને છે કે, ટ્રમ્પ તંત્ર દ્વારા આ પેમેન્ટ માટે ઘણો લાંબો સમય લેવામાં આવશે અને ચુકવણીમાં પણ ધાંધીયા કરવામાં આવશે. 

ટ્રમ્પ તંત્ર સીધી રીતે પેમેન્ટ નહીં કરે, આ કામગીરીમાં ઘણો વિલંબ થશે : જાણકારો 

નિષ્ણાતોનું માનવું છે કે, ટેરિફ રિફન્ડ માટે ભલે ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવી તેમ છતાં એવ ઘણી બાબતો છે જેના કારણે પેમેન્ટ થવામાં કે રિફન્ડ આવવામાં ઘણો વિલંબ થઈ શકે તેમ છે. સિસ્ટમની કેપેસિટી કરતા વધારે એનરોલમેન્ટ, ટેકનિકલ એરર અથવા તો અન્ય કોઈ ટેકનિકલ મુદ્દાને લીધે પણ કામગીરીમાં વિલંબ થાય તે સ્વાભાવિક છે. તે ઉપરાંત જે દસ્તાવેજો જમા કરાવ્યા છે તેનું વેરિફિકેશન, ટેરિફ રિફન્ડની લાયકાતની ચકાસણી, વિવાદનો નિકાલ જેવી અડચણોને પગલે પણ કામગીરીમાં વિલંબ થવાનો જ છે. અધિકારીઓ પણ માને છે કે, જે મુદ્દે ચકાસણી કરવાની આવશે, કેટલાક કિસ્સામાં વધારાના દસ્તાવેજો જમા કરાવવા કે ફેર વિચારણા કરવી જેવી બાબતો લાગુ પડશે તેના પગલે જે ૬૦ થી ૯૦ દિવસનો સમયગાળો રાખવામાં આવ્યો છે તેના કરતા વધારે જ સમય થવાનો છે. આ સિવાય કેટલાક જાણકારો એવું પણ માને છે કે ટ્રમ્પ તંત્ર દ્વારા સુપ્રીમમાં આ અંગે ફરીથી અરજી કરવામાં આવે અથવા તો કોર્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડમાં અરજીઓ કરીને તેનો નિકાલ ન આવે ત્યાં સુધી પેમેન્ટની કામગીરી અને પેમેન્ટ અટકાવી દેવામાં આવે તો પણ કામમાં વિલંબ થઈ શકે છે. અધિકારીઓના મતે જે રકમના દાવા કરવામાં આવ્યા છે અને તેને સંલગ્ન જે દસ્તાવેજો જમા કરાવવામાં આવ્યા છે તેની ચકાસણી અને ખરાઈ કરવામાં ઓછામાં ઓછો એક વર્ષનો સમય લાગે તેમ છે. આ ખરાઈ કર્યા વગર પેમેન્ટ પણ થઈ શકશે નહીં. તેથી આ કામગીરી પૂરી કરીને પેમેન્ટ પાછું લેવામાં ઘણો સમય પસાર થઈ જાય તેમ છે. 

બીજી તરફ એક ચર્ચા એવી પણ છે કે જે લોકોએ પોતાના વધારાના ટેરિફનો ભાર ગ્રાહકો ઉપર નાખ્યો હશે તેમને ટેરિફ વળતર સીધું ચુકવાશે કે નહીં તે એક મોટો સવાલ છે. આ લોકોને ટેરિફ વળતર ચુકવાશે તો જે ગ્રાહકે ભાવ વધારો ભોગવ્યો છે તેને કેવી રીતે રકમ પરત મળશે તે મોટો પ્રશ્ન છે. આ સંજોગોમાં ઘણી કંપનીઓના વળતર અટવાઈ જાય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.