ટાઈમ લૂપમાં અટવાયું વિશ્વ : 1941નું કેલેન્ડર 2025માં રીપીટ થયું
- 1941માં બીજું વિશ્વ યુદ્ધ થયું હતું, નાના દેશોના કારણે મહાસત્તાઓ યુદ્ધમાં ઉતરી હતી, હાલમાં પણ તેવી જ સ્થિતિ
- જાપાન દ્વારા પર્લ હાર્બર ઉપર હુમલો કરાતા અમેરિકા યુદ્ધમાં ઉતર્યું અને પછી યુરોપ, એશિયા અને આફ્રિકા સુધી યુદ્ધની જ્વાળાઓ ફેલાઈ, 1941માં પણ પ્લેન ક્રેશ, કુદરતી આપત્તી, નરસંહાર, મોટી સંખ્યામાં લોકોનાં મોત, યુદ્ધ, મોટા નેતાઓના અકુદરતી મોત જેવી ઘટનાઓ બની હતી, ૨૦૨૫ના શરૂઆતના છ મહિનામાં આવી જ ઘટનાઓ આકાર પામી રહી છે અને હજી આ વર્ષના બીજા છ મહિના બાકી છે, સોશિયલ મીડિયામાં આ ઘટનાઓની સમાનતા અને વ્યાપકતાએ મોટો જુવાળ ઊભો કર્યો
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે હવે યુદ્ધ શરૂ થઈ ગયું છે ત્યારે સમગ્ર વિશ્વમાં ઉચાટ અને ચિંતાનો માહોલ છે. તેનું કારણ એવું છે કે, ઈરાન તરફી ચીન અને રશિયાએ ઝંપલાવ્યું છે તો ઈઝરાયેલ માટે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સજ્જ બેઠા છે. આ બધા વચ્ચે હાલ સોશિયલ મીડિયામાં અને ઈન્ટરનેટ માધ્યમો ઉપર એક વાત વહેતી થઈ છે જેણે લોકોને આશ્ચર્ય આપવાની સાથે સાથે આઘાત પણ આપ્યો છે. લોકોમાં ચર્ચા છે કે, હાલમાં ૨૦૨૫નું જે વાર્ષિક કેલેન્ડર છે તે આ પહેલાં ૧૯૪૧ના વર્ષના કેલેન્ડર જેવું જ છે. માત્ર તારીખો અને દિવસોની જ સામ્યતા નહીં પણ સાથે સાથે ૧૯૪૧માં બની હતી તેવી ઘટનાઓ પણ આકાર લઈ રહી છે જે માનવજાત માટે જોખમી છે. અત્યાર સુધી કેલેન્ડરોમાં સમાનતાની વાતો તો ઘણા દાયકાથી ચાલતી આવી છે પણ પહેલી વખત ૧૯૪૧ની ઘટનાઓ અને ૨૦૨૫માં બની રહેલી ઘટનાઓની સામ્યતાની ચર્ચાએ વૈશ્વિક વેગ પકડયો છે.
લોકોમાં ચર્ચા છે કે, સમગ્ર વિશ્વ ટાઈમ લૂપમાં ફરી રહ્યું છે. ૧૯૪૧માં જે ઘટનાઓ બની તે આટલા વર્ષે ફરીથી પુનરાવર્તન પામી રહી છે. તે સમયે જેવી દુર્ઘટનાઓ થતી હતી, કુદરતી આપત્તીઓ આવી હતી, લોકોનાં મોત થયા હતા, યુદ્ધમાં નરસંહાર થયો હતો અને સમગ્ર વિશ્વમાં અશાંતિ વ્યાપી હતી તેવી જ ઘટનાઓ ફરી આકાર લઈ રહી છે. આ વખતે કેલેન્ડરની સાથે સાથે ઘટનાઓનું પણ પુનરાવર્તન થઈ રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે જે માનવજાત માટે જોખમી છે. ખરેખર તારીખ, વાર અને ઘટનાઓની સામ્યતા જ્યારે ૧૯૪૧ અને ૨૦૨૫ વચ્ચે આવતી હોય ત્યારે આવા પુનરાવર્તન ખરેખર વિચારતા કરી મૂકે તેમ છે.
જાણકારોના મતે આ પહેલી ઘટના નથી કે કોઈ વર્ષનું કેલેન્ડર રિપીટ થયું હોય. આ પહેલાં પણ ઘણા વર્ષોમાં કેલેન્ડરોમાં સમાનતા આવી છે અને આગામી વર્ષોમાં પણ આવતી જ રહેશે. ગયા વર્ષની જ વાત કરીએ તો ૨૦૨૪નું જે કેલેન્ડર હતું તે આની પહેલાં ૧૯૯૬, ૧૯૬૮ અને ૧૯૪૦માં પણ એવું જ હતું. તે વખતે પણ લીપયર ચાલતું હતું. આગામી વર્ષની વાત કરીએ તો ૨૦૨૬માં ફરીથી લીપવર્ષનું કેલેન્ડર આવવાનું છે. આ કેલેન્ડરની સામ્યતા જોઈએ તો આ પહેલાં ૧૯૯૮માં આવું કેલેન્ડર હતું. તેની પહેલાં ૧૯૭૦માં પણ આવું જ કેલેન્ડર હતું. તેમાં તારીખ અને વારની તમામ સામ્યતાઓ રહેલી છે. તજજ્ઞાોનું કહેવું છે કે, દર વર્ષે જાન્યુઆરી મહિનાની પહેલી તારીખ એક દિવસ આગળ વધે છે. તે ઉપરાંત દર ચાર વર્ષે આવતા લીપ વર્ષમાં તે થોડી વધારે આગળ વધે છે. તેના કારણે દર ૫-૧૧ વર્ષમાં જૂના કેલેન્ડરની પેટર્ન રીપીટ થતી હોય તેવું દેખાયા કરે છે. આ પેટર્નની ખાસીયત એવી છે કે, લીપ યરનું કેલેન્ડર હોય તે લીપ યર સાથે જ મેળ ખાતું હોય છે અને તે સિવાયના વર્ષોનું કેલેન્ડર તે સિવાયના વર્ષોની સાથે મેળ ખાતું હોય છે.
આ વર્ષના એટલે કે ૨૦૨૫ના કેલેન્ડરની વાત કરીએ તો તેમાં થોડું અલગ કંઈક જોવા મળ્યું છે. પહેલી સામ્યતા ગણીએ તો ૧૯૪૧ અને ૨૦૨૫ બંને લીપ વર્ષની આગળ-પાછળના વર્ષો છે. આ બંને વર્ષની શરૂઆત ૧ જાન્યુઆરી અને બુધવારથી જ થઈ છે. સામાન્ય રીતે કેલેન્ડર એક એવી બાબત છે જે દર ૨૮ વર્ષે પુનરાવર્તિત થતું જ હોય છે. ગ્રેગોરિયન કેલેન્ડર અઠવાડિયાના દિવસો અને તારીખોના ચક્રમાં ફરતું કેલેન્ડર છે. તેથી તેમાં પુનરાવર્તન થઈ જ શકે છે. તેના કારણે જ ૧૯૪૧ અને ૨૦૨૫ના કેલેન્ડરમાં સામ્યતા છે. માત્ર ૨૦૨૫ જ નહીં ૧૯૪૧નું જે કેલેન્ડર છે તે આ પહેલાં ૧૯૬૯ અને ૧૯૯૭માં પણ પુનરાવર્તિત થયેલું જ હતું. આ વખતે જે પુનરાવર્તન થયું છે તે માત્ર તારીખ કે વારનું નહીં પણ તે સમયની ઘટનાઓનું પણ થયું છે.
આમ જોવા જઈએ તો બંને વર્ષોેમાં લગભગ સમાંતર સ્થિતિ જ ઊભી થઈ છે. એક તરફ વૈશ્વિક વ્યવસ્થામાં અસ્થિરતા આવી છે તો બીજી તરફ યુદ્ધ અને સંહારની સ્થિતિ ઊભી થયેલી છે. આમ જોવા જઈએ તો યુદ્ધની ગંભીરતા અલગ અલગ છે પણ આજની સ્થિતિમાં ગમે ત્યારે સ્થિતિ પલટાઈ જતા વાર લાગે તેમ નથી. સોશિયલ મીડિયા માધ્યમોમાં જે ઘટનાઓ ભેગી કરીને બતાવવામાં આવી રહી છે તેવા સંજોગો સર્જાયા નથી અને ક્યારેય સર્જાય તેમ પણ નથી. આ માત્ર સોશિયલ મીડિયાની જ વાતો છે. માત્ર વાતાવરણનો વિચાર કરીએ તો યુદ્ધનું વાતાવરણ છે. નરસંહાર કુદરતી અને માનવસર્જિત થઈ રહ્યો હતો. હાલમાં પણ થયો છે. પ્લેન ક્રેશ અને પૂર જેવી ઘટનાઓ ત્યારે પણ બની હતી અને અત્યારે પણ બની રહી છે. આ ઘટનાઓનો વૈજ્ઞાાનિક આધાર નથી તેમ છતાં તેને કોઈન્સિડન્સ ગણીએ તો પણ ઘણી બધી બાબતો વિચાર કરવા પ્રેરિત કરે તેવી ચોક્કસ છે. છેલ્લી એક સદીમાં ઘણા કેલેન્ડરો એકબીજા સાથે સમાનતા ધરાવતા જોવા મળ્યા જ છે અને આગળ પણ જોવા મળવાના જ છે.
2025માં પણ યુદ્ધ, નરસંહાર, પ્લેનક્રેશ અને બીજી ઘણી ઘટનાઓ બની
હવે વર્ષ ૨૦૨૫ની વાત કરીએ તો છેલ્લાં છ મહિનામાં દુનિયા ઘણા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ છે. તેમાંય હાલમાં તો યુદ્ધ જેવી સ્થિતિ તો ચાલી જ રહી છે અને કદાચ વિશ્વ યુદ્ધ તરફ દુનિયા ઢસડાય તેવી સ્થિતિ પણ થઈ છે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ યથાવત્ સ્થિતિમાં છે. બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે નાનકડું યુદ્ધ થઈ ગયું. ઈઝરાયેલનું હમાસ, હિઝબુલ્લા સાથેનું યુદ્ધ અવિરત ચાલુ છે. ગાઝાપટ્ટીમાં સતત સંઘર્ષ ચાલે છે. ઈઝરાયેલે હમાસ અને લેબેનોનમાં હિઝબુલ્લાનો અંત આણી દીધો છે. આ સિવાય હવે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈઝરાયેલ દ્વારા ઈરાન ઉપર હવાઈ હુમલા કરાયા છે અને ઈરાને પણ જવાબી હુમલા કર્યા છે. હવે આ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થઈ છે. તેણે ઈરાન ઉપર શરણાગતિ માટે દબાણ વધાર્યું છે. બ્રિટન અને ફ્રાન્સ પણ ઈઝરાયેલ અને અમેરિકાની સાથે આવીને ઊભા છે. બીજી તરફ ચીને પોતાના ફાઈટર જેટ્સ ઈરાનને મોકલાવ્યા છે. રશિયાએ પણ ઈરાન તરફી વલણ અપનાવ્યું છે. આ વર્ષે પણ યુદ્ધની સર્જાયેલી સ્થિતિમાં મહાસત્તાઓ આમને સામને આવી ગઈ છે. એક તરફ રશિયાનું યુક્રેન સાથે યુદ્ધ ચાલે છે અને તેમાં પણ અમેરિકા અડિંગો જમાવી રહ્યું છે ત્યાં હવે ઈરાન મુદ્દે રશિયાએ વલણ બદલ્યું હોવાથી આ બે મહાસત્તાઓ ફરી આમને સામને આવે તેવી સ્થિતિ છે. દુનિયામાં આર્થિક મંદીના ભણકારા વાગી રહ્યા છે. એશિયામાં પણ વિસ્ફોટક સ્થિતિ છે.
1941નું વર્ષ પણ યુદ્ધ અને નરસંહારનું વર્ષ હતું
૧૯૪૧ની વાત કરીએ તો સૌથી પહેલાં તો આ વર્ષ બીજા વિશ્વ યુદ્ધનું વર્ષ હતું. તે વર્ષે બીજી ઘણી ઘટનાઓ બની હતી જે આઘાતજનક હતી. જર્મની દ્વારા શરૂઆતમાં સોવિયેત સંઘ ઉપર આક્રમણ કરીને યુદ્ધની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ હિટલર અને મુસોલિનીએ ઘણા દેશો ઉપર હુમલા શરૂ કરી દીધા. ધીમે ધીમે બીજા દેશો આ યુદ્ધ જ્વરમાં લપેટાતા ગયા.
ત્યારબાદ જાપાને સંરક્ષણ માટે સોવિયેત સંઘ સાથે શાંતિ કરાર કર્યા અને મૈત્રી કરાર કર્યા. ત્યારબાદ જાપાને અમેરિકાના પર્લ હાર્બર ઉપર હુમલો કરી દીધો. જાપાને હુમલો કરતા ૨૪૦૦ અમેરિકનોનાં મોત થયા અને અમેરિકાએ પણ યુદ્ધમાં ઝંપલાવ્યું. તેના પગલે બીજું વિશ્વ યુદ્ધ વધું આકરું બનવા લાગ્યું. અમેરિકા અને સોવિયેત સંઘ જેવી બે મહાસત્તાઓ સીધે સીધે આમને સામને આવી ગઈ. યુરોપ, એશિયા અને આફ્રિકા સુધી યુદ્ધની જ્વાળાઓ ફેલાવા લાગી. આ યુદ્ધની વ્યાપક અસર થઈ અને યુરોપના ઘણા દેશોના નકશા અને વ્યવસ્થાઓ બદલાઈ ગઈ. ગણામાં આ મૂલ પરિવર્તન આવી ગયા.
વૈશ્વિક મંદી ફેલાઈ ગઈ. તે ઉપરાંત અનેક વખત નરસંહાર થાય. યુક્રેન અને જર્મનીમાં યહુદીઓ અને અન્ય લોકો ઉપર થયેલા નરસંહારથી લાખો લોકોનાં અકારણ જીવ ગયા અને સમગ્ર દુનિયા સ્તબ્ધ થઈ ગઈ.
છેલ્લા 100 વર્ષમાં સમાનતા ધરાવતા કેલેન્ડર
જૂના કેલેન્ડર વર્ષ |
સમાનતા ધરાવતા કેલેન્ડર વર્ષ |
૧૯૨૮ (લીપ વર્ષ) |
૧૯૫૬, ૧૯૮૪, ૨૦૧૨ |
૧૯૨૯ |
૧૯૭૪, ૨૦૦૧, ૨૦૨૯ |
૧૯૩૦ |
૧૯૪૧, ૧૯૬૯, ૧૯૯૬, ૨૦૨૫ |
૧૯૩૧ |
૨૦૦૨, ૨૦૩૦ |
૧૯૩૫ |
૧૯૪૬, ૧૯૭૪, ૨૦૦૨ |
૧૯૩૯ |
૧૯૫૦, ૧૯૭૮, ૨૦૦૬ |
૧૯૪૦ (લીપ વર્ષ) |
૧૯૬૮, ૧૯૯૬, ૨૦૨૪ |
૧૯૪૧ |
૧૯૬૯, ૧૯૯૭, ૨૦૨૫ |
૧૯૫૩ |
૧૯૮૧, ૨૦૦૯, ૨૦૩૭ |
૧૯૫૭ |
૧૯૭૩, ૨૦૦૧, ૨૦૨૯ |
૧૯૬૧ |
૧૯૮૯, ૨૦૧૭, ૨૦૪૫ |
૧૯૬૫ |
૧૯૯૩, ૨૦૨૧, ૨૦૪૯ |
૧૯૭૦ (લીપ વર્ષ) |
૧૯૯૮, ૨૦૨૬ |
૧૯૭૧ |
૨૦૦૧, ૨૦૨૯ |
૧૯૭૭ |
૨૦૦૫, ૨૦૩૩ |
૧૯૮૩ |
૨૦૧૧, ૨૦૩૯ |
૧૯૯૪ |
૨૦૨૨, ૨૦૫૦ |
૧૯૯૯ |
૨૦૨૭ |
૨૦૦૩ |
૨૦૧૪, ૨૦૨૫ |
૨૦૦૯ |
૨૦૩૭ |