- દુનિયાભરમાં ક્રૂડનો જે વેપાર થાય છે તેમાંથી ત્રીજા ભાગનો વેપાર આ જળમાર્ગે થાય છે તેથી સમગ્ર વિશ્વ ચિંતામાં મુકાશે
- ઈરાને પોતાના રિવોલ્યુશનરી ગાર્ડની મિલિટરી ડ્રિલ્સ માટે આ ખાડી બંધ કરી હોવાનું સરકારી નિવેદન જારી કર્યું હતું. બીજી તરફ જાણકારો માને છે કે, ઈરાને આમ કરીને વોશિંગ્ટનને સીધો સંદેશ આપી દીધો છે કે, ઈરાન ઈચ્છે તો સમગ્ર વિશ્વના અર્થતંત્રનું ગળું પકડી શકે તેમ છે. ઈરાન જો આ જળમાર્ગ બંધ કરી દેશે તો અમેરિકા કશું જ કરી નહીં શકે થ 33 કિ.મી પહોળા આ જળમાર્ગને ખૂબ જ સંવેદનશિલ માનવામાં આવે છે. હાલમાં તો આ જળમાર્ગ ખુલ્લો છે પણ જો તેને બંધ કરવામાં આવે તો ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરબ, યુએઈ અને કતાર જેવા મોટા ક્રૂડ ઉત્પાદક દેશોની નિકાસ અટકી જાય તેમ છે. આ જળમાર્ગ અરબ સાગર અને ઓમાનની ખાડે જોડે છે : દુનિયાનું 30 ટકાથી વધુ ક્ડ આ રસ્તે જ જાય છે. અહીંયાથી દરરોજ 21 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની નિકાસ કરવામાં આવે છે. તેમાંથી 83 ટકા ક્ડ સૌથી વધારે ભારત, ચીન, જામાન જેવા એશિયાના દેશઓ સાથે વેપાર દ્વારા મોકલવામાં આવે છે. આ સિવાય દુનિયાનો એક તૃતિયાંશ નેચરલ ગેસ પણ આ જ રસ્તે જાય છે અને તેમાં કતારની ભૂમિકા સૌથી મોટી છે
ઈરાન અને અમેરિકા વચ્ચે જે તંગદિલી ચાલી રહી છે, જે સંઘર્ષ અને વિવાદ ચાલી રહ્યો છે તે હવે જુદી જ દિશામાં ફંટાઈ રહ્યો છે. અમેરિકાએ ઈરાનને દબાવવા અને ધમકાવવા ઈઝરાયેલની ખાડીમાં પોતાની સમગ્ર નૌસેના સજ્જ કરી દીધી છે. આ ઉપરાંત ઈઝરાયેલના વિવિધ બેઝ ઉપર તેની અન્ય સેના સજ્જ કરી દીધી છે. તેની સામે ઈરાને એક એવી ચાલ રમવાની શરૂઆત કરી દીધી છે જેનાથી અમેરિકા જ નહીં સમગ્ર વિશ્વ ઉપર સંકટ ઊભું થાય તેમ છે. તેના દ્વારા સમગ્ર વિશ્વની ઈકોનોમીને અસર પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ઈરાને દુનિયાના અત્યંત જરૂરી અને સંવેદનશિલ જળમાર્ગ એવા હોમુર્ઝની ખાડીને આંશિક રીતે બંધ કરી દીધી છે. તે ધીમે ધીમે આ જળમાર્ગ બંધ કરવા તરફ આગળ વધી રહ્યું છે.
ઈરાને તાજેતરમાં જ સુરક્ષા માટેની ડ્રિલ કરવા તથા જહાજોની સુરક્ષા ચકાસવા માટે થોડા કલાકો માટે હોમુર્ઝની ખાડી બંધ કરી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ઈરાને પોતાના રિવોલ્યુશનરી ગાર્ડની મિલિટરી ડ્રિલ્સ માટે આ ખાડી બંધ કરી હોવાનંે સરકારી નિવેદન જારી કર્યું હતું. બીજી તરફ જાણકારો માને છે કે, ઈરાને આમ કરીને વોશિંગ્ટનને સીધો સંદેશ આપી દીધો છે કે, ઈરાન ઈચ્છે તો સમગ્ર વિશ્વના અર્થતંત્રનું ગળું પકડી શકે તેમ છે. ઈરાન જો આ જળમાર્ગ બંધ કરી દેશે તો અમેરિકા કશું જ કરી નહીં શકે. અમેરિકા જ નહીં દુનિયાની કોઈ મહાસત્તા ઈરાનને કશું જ કરી કે કહી શકે તેમ નથી. ઉલ્લેખનીય છે કે, ઈરાન દ્વારા જે વિસ્તારમાં મિલિટરી એક્સરસાઈઝ કરવામાં આવી રહી છે તે ગ્લોબલ ઓઈલ સપ્લાય માટે ખૂબ જ મહત્ત્વની ગણાય છે. ઈરાને સ્પષ્ટ જણાવ્યું છે કે, તે પોતાની સરહદની સુરક્ષા માટે અને સમુદ્રી હિતોના રક્ષણ માટે કોઈપણ હદે જઈ શકે છે.
આ ખાડી પાસે અમેરિકી જવાનો હોવા છતાં ઈરાને તાજેતરમાં આ રસ્તો બંધ કરીને પોતાના મનસા અને ક્ષમતા સ્પષ્ટ કરી દીધા છે.
જાણકારોના મતે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા પોતાની મિસાઈલ ક્ષમતા અને સ્વાર્મ બોટ ટેક્નોલોજીનું નિદર્શન કરવામાં આવ્યું હતું જે કોઈપણ યુદ્ધ જહાજને ધ્વસ્ત કરવા માટે સક્ષમ છે. આ રીતે ઈરાને તમામ સ્તરે અમેરિકાને પડકાર્યું છે.
જાણકારોના મતે અમેરિકાએ જે દબાણ કર્યા અને ધમકીઓ આપી તેની સામે ઈરાને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ઈરાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જો આડોડાઈ કરવામાં આવશે તો પરિણામ ખરાબ હશે. તે ટ્રમ્પની સામે હોમુર્ઝની ખાડીને જ ટ્રમ્પકાર્ડ બનાવી રહ્યું છે. બહુ જ ચિંતાજનક બાબત છે કે, ઈરાન દ્વારા આ જળમાર્ગ બનાવવામાં આવ્યો તો ક્રૂડની કિંમતો આસમાને પહોંચી જશે. અમેરિકાની સાથે સાથે ઘણા દેશોનું અર્થતંત્ર કડડભુસ થઈ જશે.
કહેવાય છે કે, સ્ટેટ ઓફ હોમુર્ઝ એટલે કે હોમુર્ઝની ખાડી માત્ર એક જળમાર્ગ નહીં પણ દુનિયાના એનર્જી સ્રોતની લાઈફલાઈન છે.
આ એકમાત્ર જળમાર્ગ એવો છે જે સાઉદી અરબ, ઈરાન, ઈરાક, યુએઈ જેવા ક્રૂડના સૌથી મોટી ઉત્પાદક દેશોને ઓમાનની ખાડી અને અરબ સાગર સાથે જોડે છે. જાણકારો માને છે કે, દરરોજ અબજો બેરલ આ રસ્તે દુનિયાના વિવિધ દેશો સુધી પહોંચે છે. એક દિવસ માટે પણ આ રસ્તો બંધ કરવામાં આવે અથવા તો થઈ જાય તો વૈશ્વિક બજારમાં ભૂકંપ આવી જાય.
પેટ્રોલ અને ડિઝલની કિંમતો રાતોરાત ડામાડોળ થઈ જાય. જાણકારોના મતે ભારત, ચીન, જાપાન અને સાઉથ કોરિયા જેવા ક્રૂડના સૌથી મોટા આયાતકાર દેશો આ અછતની ઝપેટમાં આવી જાય. અહીંયા મોંઘવારી વધી જાય અને ઔદ્યોગિક ઉત્પાદન ઠપ થઈ જાય.
ઉલ્લેખનીય છે કે, અમેરિકા કાયમ ફ્રીડમ ઓફ નેવિગેશનની વાતો કરે છે પણ હોમુર્ઝીન ખાડી એવા સ્થળે છે કે, ઈરાનને કુદરતી રીતે જ ભૌગોલિક બાબતે લાભદાયક પુરવાર થાય છે. આ જળમાર્ગ એટલો સાંકડો છે કે, ઈરાન પોતાની કોસ્ટલ મિસાઈલ્સ અને નાના ફાઈટર જહાજો દ્વારા સમગ્ર ટ્રાફિક કાબુ કરી શકે છે. ઈરાન માટે આ જગ્યા કુદરતી ચેકમેટ જેવી છે. ઈરાને સ્પષ્ટ રીતે સંકેત આપી દીધો છે કે, જો તેને ધમકાવવાનો કે દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તે સમુદ્ર ઉપર પોતાનું આધિપત્ય બતાવી દેશે અને સમગ્ર દુનિયા મુશ્કેલીમાં આવી જશે.
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનેઈ દ્વારા થોડા કલાકો માટે હોમુર્ઝની ખાડી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ અથવા તો ખાડી બંધ કરવાનો જે પ્લાન હતો તે પ્લાન કરતા તેનો સમયગાળો મહત્ત્વનો છે.
હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે અને અમેરિકા દ્વારા આક્રમકતા દાખવવામાં આવી રહી છે ત્યારે ઈરાને સંકેત આપી દીધા છે કે, તે પણ પાછીપાની કરે તેમ નથી. ઈરાન દ્વારા જો આ રસ્તો બંધ કરી દેવામાં આવશે તો અમેરિકા પાસે ઘુંટણીયે પડવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. હાલમાં વોશિંગ્ટન પાસે કોઈ પ્લાન બી જણાતો નથી કે જેના દ્વારા આ સ્થિતિમાં તે દુનિયાને ક્રૂડના સંકટથી બચાવી શકે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ ઈરાની પ્રમુખ ખામેનેઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર ચેતવણી જારી કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમેરિકા વારંવાર ઉશ્કેરાટમાં આવીને પોતાને દુનિયાની સૌથી મોટી સત્તા હોવાનું દબાણ ઊભું કરે છે. તે દુનિયાને વારંવાર પોતાની તાકાત બતાવી રહ્યું છે.
અમેરિકા એ ભુલી ગયું છે કે, બીજા દેશો પાસે પણ શક્તિ હોય છે. મોટા શક્તિશાળી દેશને પણ ઝાટકો આપી શકાય છે અને એવી રીતે કે તે ફરીથી ઊભો ન થઈ શકે. અમેરિકા વારંવાર કહ્યા કરે છે કે, તેણે ઈરાનની તરફ વોરશિપ્સ મોકલ્યા છે.
હકિકતે વોર શિપ્સ ખતરનાક હથિયાર છે. અમેરિકા તેનો સારી રીતે ઉપયોગ કરે છે પણ ઘણી વખત બીજા પાસે એવા ખતરનાક હથિયારો હોઈ શકે છે જે મોટા યુદ્ધ જહાજને પણ ડૂબાડી દે.
હોમુર્ઝ ફારસની ખાડી થકી વિશ્વનું 30 ટકા ક્રૂડ સપ્લાય થાય છે
સૂત્રોમાં ગણગણાટ છે કે, ઈરાન અને ઈઝરાયેલ મુદ્દે વિશ્વના દેશો દ્વારા આપવામાં આવી રહેલી મિશ્ર પ્રતિક્રિયાથી ઈરાન નારાજ છે. તેના કારણે તે હોમુર્ઝ સમુદ્રમાર્ગ બંધ કરી શકે છે. તેના દ્વારા જો આ ખાડીનો જળમાર્ગ બંધ કરવામાં આવ્યો તો જગતમાં ક્રૂડની ખૂબ જ મોટી તાણ ઊભી થશે. તેના કારણે ક્ડના ભાવ જ અધધ વધી જશે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મોટો ભડકો થઈ શકે છે. હોમુર્ઝનો જળમાર્ગે માત્ર એવો સામુદ્રિક માર્ગ છે જેની એક તરફ ઈરાન અને બીજી તરફ ઓમાન છે. આ રસ્તો ફારસની ખાડી દ્વારા ઓમાનની ખાડી અને હિંદ મહાસાગરમાં અરબ સાગરને જોડે છે. ઈરાને હાલ આ રસ્તો બંધ કર્યો નથી પણ કરે તો નવાઈ નહીં. ઉલ્લેખનીય છે કે, ૩૩ કિ.મી પહોળા આ જર્ળાર્ગને ખૂબ જ સંવેદનશિલ માનવામાં આવે છે. હાલમાં તો આ જળમાર્ગ ખુલ્લો છે પણ જો તેને બંધ કરવામાં આવે તો ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરબ, યુએઈ અને કતાર જેવા મોટા ક્રૂડ ઉત્પાદક દેશોની નિકાસ અટકી જાય તેમ છે. આ જળમાર્ગ અરબ સાગર અને ઓમાનની ખાડે જોડે છે. દુનિયાનું ૩૦ ટકાથી વધુ ક્રૂડ આ રસ્તે જ જાય છે. અહીંયાથી દરરોજ ૨૧ મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની નિકાસ કરવામાં આવે છે. તેમાંથી ૮૩ ટકા ક્રૂડ સૌથી વધારે ભારત, ચીન, જામાન જેવા એશિયાના દેશઓ સાથે વેપાર દ્વારા મોકલવામાં આવે છે. આ સિવાય દુનિયાનો એક તૃતિયાંશ નેચરલ ગેસ પણ આ જ રસ્તે જાય છે અને તેમાં કતારની ભૂમિકા સૌથી મોટી છે. ભારત પોતાની જરૂરિયાતનું ૮૫ ટકા ક્રૂડ આ રસ્તેથી જ આયાત કરે છે. તેમાં ઈરાન સહિતના મધ્ય પૂર્વના ખાડી દેશઓના સપ્લાયનો પણ સમાવેશ થાય છે. આ જળમાર્ગ એવો છે કે, તેઓ કોઈ વૈકલ્પિક રસ્તો જ નથી. તેના કારણે ઈરાન દ્વારા તેને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં શક્તિ પ્રદર્શનનો રસ્તો પણ ગણાવાયેલો છે. અહીંયા મોટા દેશોની નૌસનાઓના જહાજો હાજર રહે છે. આ રસ્તેથી અંદાજે દરરોજ ૩૦ થી ૫૦ જેટલા મોટા જહાજો નીકળે છે જે ક્રૂડ સપ્લાય કરે છે.
હાલમાં વૈશ્વિક સ્તરે ઈન્ટરનેશનલ બજારમાં ક્ડના ભાવ સરેરાશ ૭૫ ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યા છે. યુદ્ધ લાંબુ ચાલ્યું અને તેની અસર ક્રૂડ ઉત્પાદન અને સપ્લાય ઉપર પડી તો ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૧૫૦ થી ૨૦૦ ડોલર પહોંચી શકે છે. તેના કારણે પેટ્રોલ, ડીઝલ, કેરોસિન અને અન્ય ઈંધણો ઉપર પણ અસર પડી શકે છે. તેના ભાવમાં મોટો વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તેનાથી વૈશ્વિક ફુગાવો પણ વધશે. જાણકારો માને છે કે, ઓપેક અને વૈશ્વિક ક્રૂડ બજાર માટે આ જળમાર્ગ બંધ ન થાય તે ખૂબ જ મહત્ત્વનું છે.


