Get The App

પેકિંગમાં આવતું દૂધ સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે!

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
પેકિંગમાં આવતું દૂધ સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે! 1 - image

- ટ્રસ્ટિફાઈડને અભ્યાસમાં અમૂલ, મધર ડેરી અને કન્ટ્રી ડિલાઈટના દૂધમાં માપદંડ કરતા 98 ટકા વધુ કોલિફોર્મ બેક્ટેરિયા મળ્યા

- કોલિફોર્મ બેક્ટેરિયા એક એવા બેક્ટેરિયાનું જૂથ છે જે જમીનમાં, પાણીમાં, વનસ્પતીઓમાં અને પ્રાણીઓ તથા માણસોના આંતરડામાં જોવા મળે છે. જાણકારોના મતે આ લોખંડના સળીયા જેવા આકારના બેક્ટેરિયા હોય છે જે પોતાની જાતે હોસ્ટિંગ બોડીમાં મુવમેન્ટ કરતા હોય છે : તેના વધારે સેવનથી તાવ આવતા રહેવો, પેટના વિવિધ રોગ થવા, પેટમાં દુ:ખાવો થવો, ઝાડા-ઉલટી થવા, માથું દુ:ખ્યા કરવું જેવી સામાન્ય બિમારીઓ સતત થયા કરે છે. બીજી તરફ જાણકારોએ એવી પણ ચેવતણી આપી હતી કે, મોટા પ્રમાણમાં કોલિફોર્મનું નિયમિત સેવન કરવામાં આવે તો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી જાય છે : અમુલ તાઝાના દૂધમાં કોલિફોર્મની સંખ્યા 980 (CFU/ml) નોંધાઈ હતી જ્યારે અમુલ ગોલ્ડમાં 25 (CFU/ml) નોંધાઈ હતી. મધર ડેરીના ગાયના દુધમાં ટોટલ પ્લેટ કાઉન્ટ 2,40,000 (CFU/ml) હતા અમુલના મસ્તી દહીના પાઉચમાં કોલિફોર્મ બેક્ટેરિયાનું સ્તર માન્ય સ્તર કરતા 2100 ગણું વધારે જોવા મળ્યું હતું

દેશમાં ફરી એક વખત દૂધમાં ભેળસેળનો વિવાદ વકરી રહ્યો છે. તાજેતરમાં એક અહેવાલ ફરતો થયો છે જેણે જણાવ્યું છે કે, દેશના મોટાભાગના લોકો જેઓ પેકેજ મિલ્કનો ઉપયોગ કરે છે તેમના દૂધમાં ભેળસેળ છે અને તેની ગુણવત્તા સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. હવે એ દૂધની ચા બને કે કોફી કે પછી તેમાંથી પનીર બનાવાય કે દહીં જમાવાય પણ આ બધાના કારણે સ્વાસ્થ્યને જોખમ હોવાનો દાવો કરાયો છે. તેના કારણે જ લોકોમાં ચર્ચા ચાલી છે અને જાણકારોમાં પણ મનોમંથન શરૂ થયું છે કે, જે પેકેજ દૂધ આપણે ઉપયોગમાં લઈએ છીએ તે ખરેખર કેટલું ગુણવત્તાસભર અથવા તો સારું છે.

તાજેતરમાં ટ્રસ્ટીફાઈડ નામની એક ખાનગી અને સ્વતંત્ર તપાસ એજન્સી દ્વારા એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. તેના અહેવાલ પ્રમાણે ભારતમાં વેચાતા અમુલ, મધર ડેરી અને કન્ટ્રી ડિલાઈટના દૂધ ગુણવત્તા અને સ્વાસ્થ્યના માપદંડો બાબતે ઉણા ઉતરે છે. તેનાથી સ્વાસ્થ્યને મોટું જોખમ થાય છે. ટેસ્ટિફાઈડનું જણાવવું છે કે, ઉપરોક્ત બ્રાન્ડના દૂધના સેપ્લો લઈને તેમના ટોટલ પ્લેટ કાઉન્ટ (ટીપીસી) અને કોલિફોર્મ બેક્ટેરિયાની માત્ર ચકાસવામાં આવી હતી. ટ્રસ્ટીફાઈડે જણાવ્યું કે, આ તમામ જાણીતી બ્રાન્ડના દૂધમાં કોલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના માપદંડ કરતા ૯૮ ટકા વધારે હતું. તેનું અતિશય પ્રમાણ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી હોવાનું પણ જણાવાયું હતું. આ મુદ્દે કંપનીઓ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી છતાં વિચારવા જેવું એ છે કે, જે બ્રાન્ડ ઉપર વર્ષોથી વિશ્વાસ કરીને લોકો દૂધ લઈ રહ્યા છે તેમાં ખરેખર બેક્ટેરિયાનું પ્રમાણ વધારે છે. આપણા દ્વારા ઉપયોગમાં લેવાતું પેકિંગવાળું દૂધ ખરેખર સ્વસ્થ છે. ખરેખર તેની ગુણવત્તા ચકાસવી જોઈએ કે નહીં.

દૂધની ગુણવત્તા અંગે વાત કરવામાં આવે તો પહેલાં કોલિફોર્મ બેક્ટેરિયા વિશે પણ જાણી લેવું જોઈએ. જાણકારોના મતે કોલિફોર્મ બેક્ટેરિયા એક એવા બેક્ટેરિયાનું જૂથ છે જે જમીનમાં, પાણીમાં, વનસ્પતીઓમાં અને પ્રાણીઓ તથા માણસોના આંતરડામાં જોવા મળે છે. જાણકારોના મતે આ લોખંડના સળીયા જેવા આકારના બેક્ટેરિયા હોય છે જે પોતાની જાતે હોસ્ટિંગ બોડીમાં મુવમેન્ટ કરતા હોય છે. કેટલાક કિસ્સામાં આ બેક્ટેરિયા જે તે હોસ્ટિંગ બોડીમાં સ્થિર થઈને રહેતા હોય છે. 

જાણકારોના મતે કોલિફોર્મની વધુ માત્રા શરીરમાં જવાથી ગંભીર બિમારીઓ થતી નથી તેમ છતાં તેનું નિયમિત રીતે વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે તો શરીરને નુકસાન કરી શકે છે. તેના વધારે સેવનથી તાવ આવતા રહેવો, પેટના વિવિધ રોગ થવા, પેટમાં દુ:ખાવો થવો, ઝાડા-ઉલટી થવા, માથું દુ:ખ્યા કરવું જેવી સામાન્ય બિમારીઓ સતત થયા કરે છે. બીજી તરફ જાણકારોએ એવી પણ ચેતવણી આપી હતી કે, મોટા પ્રમાણમાં કોલિફોર્મનું નિયમિત સેવન કરવામાં આવે તો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી જાય છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને આ સમસ્યા સૌથી વધારે થતી હોય છે. તેના કારણે તેમને અન્ય ગંભીર અને મોટી બિમારીઓ થવાનું જોખમ પણ બેવડાઈ જાય છે. મહત્ત્વની બાબત એ છે કે, આ બેક્ટેરિયા સીધી રીતે માણસના સંપર્કમાં આવતા નથી. ખાસ કરીને તેનું કન્ટેમિનેશન સીધી રીતે થતું નથી. ભારતમાં મોટાભાગે પશુપાલકો દ્વારા દૂધ દોહવાનું કામ હાથથી કરવામાં આવે છે. તેઓ હાથ ઉપર ગ્લવ્સ કે અન્ય સુરક્ષા રાખતા નથી. આ ઉપરાંત છાણ કામ પણ હાથથી જ કરે છે અને તેમાં પણ ગ્લવ્ઝનો ઉપયોગ કરતા નથી. આ કારણે છાણમાં રહેલા કોરિફોર્મ બેક્ટેરિયા માણસના સંપર્કમાં આવે છે. તેમાંથી દૂધમાં પણ પ્રવેશ કરે છે. આ ઉપરાંત દુધાળા પશુઓના આંતરડામાં પણ આ બેક્ટેરિયા મોટા પ્રમાણમાં હોય છે અને તેમના દૂધમાં પણ સીધી હાજરી આવી જતી હોય છે. તેના પગલે જ આવા દૂધનું સેવન કરતા પહેલાં તેને ગરમ કરવું જોઈએ. બીજી તરફ એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે, જો દૂધની સપ્લાય ચેઈનમાં પણ ભંગાણ પડે અથવા તો તે દરમિયાન યોગ્ય તાપમાન ન જાળવવામાં આવે તો પણ નુકસાન થાય છે. જાણકારોના મતે ડેરીમાંથી દૂધ નીકળે ત્યારેથી વાનનું તપામાન, રિટેલ સ્ટોરમાં રાખવામાં આવતા ફ્રીઝનું તાપમાન અને ઘરમાં પણ તાપમાન જાળવવામાં ન આવે તો દૂધમાં આ બેક્ટેરિયાનું પ્રમાણ બમણું થવા લાગે છે.

ઉલ્લેખનીય છે કે, ટ્રસ્ટીફાઈડ દ્વારા વિવિધ બ્રાન્ડના દૂધની ચકાસણીના વીડિયો બનાવવામાં આવ્યા હતા. આ વીડિયોને તેના પરિણામના આધારે જાહેર કરાયા હતા. તેમાં જણાવ્યું કે અમુલની તાઝા અને ગોલ્ડ બ્રાન્ડમાં એફએસએસએઆઈના માપદંડો કરતા વધારે કોલિફોર્મ બેક્ટેરિયા હતા. એફએસએસએઆઈ દ્વારા દૂધના પાઉચમાં ૧૦ કોલોની ફોર્મિંગ યુનિટ્સ પર મિલિલિટર (CFU/ml)ના માપથી બેક્ટેરિયા માન્ય રાખવામાં આવ્યા છે પણ આ દૂધની બ્રાન્ડમાં તેના કરતા અનેકગણા વધારે બેક્ટેરિયા જોવા મળ્યા હતા. ટ્રસ્ટીફાઈડનો દાવો છે કે, અમુલ તાઝાના દૂધમાં કોલિફોર્મની સંખ્યા ૯૮૦ (CFU/ml) નોંધાઈ હતી જ્યારે અમુલ ગોલ્ડમાં ૨૫ (CFU/ml) નોંધાઈ હતી. 

બીજી તરફ ટ્રસ્ટીફાઈડે દાવો કર્યો હતો કે, મધર ડેરીના ગાયના દુધમાં ટોટલ પ્લેટ કાઉન્ટ ૨,૪૦,૦૦૦ (CFU/ml) હતા જે એફએસએસએઆઈ દ્વારા માન્ય કરવામાં આવેલા ૩૦,૦૦૦ (CFU/ml) કરતા આઠ ગણા વધારે હતા. તેવી જ રીતે કન્ટ્રી ડિલાઈડ કે જે ખેતરથી સીધું જ દૂધ તમારા ઘર સુધી પહોંચાડવાના દાવા કરે છે તેમાં પણ આ સ્તર વધારે નોંધાયું હતું. તેના દૂધમાં ટીપીસીનું માપ ૬૦,૦૦૦ (CFU/ml) હતું જે નક્કી માપદંડ કરતા બમણું રહ્યું હતું. જાણકારોના મતે મોટાભાગના ટોચના બ્રાન્ડના દૂધ અને તેની પ્રોડક્ટમાં માપદંડ કરતા અનેક ગણા વધારે કોલિફોર્મ બેક્ટેરિયા જોવા મળ્યા હતા. માત્ર દૂધ જ નહીં આ બ્રાન્ડના દહીમાં પણ જાણકારોને સમસ્યા જોવા મળી હતી. તેમણે વિવિધ બ્રાન્ડના પાઉચમાં આવતા દહીંની પણ ચકાસણી કરી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, અમુલ બ્રાન્ડના મસ્તી દહીમાં પણ બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હતું. જાણકારોના મતે તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, અમુલના મસ્તી દહીના પાઉચમાં કોલિફોર્મ બેક્ટેરિયાનું સ્તર માન્ય સ્તર કરતા ૨૧૦૦ ગણું વધારે જોવા મળ્યું હતું. આ ઉપરાંત તેમાં યીસ્ટ અને મોલ્ડનું સ્તર પણ માન્ય સ્તર કરતા ૬૦ ગણું વધારે જોવા મળ્યું હતું. અમુલના ટેટ્રા પેક અને સીલ પેક કપમાં જે દહી વેચવામાં આવે છે તેની ગુણવત્તા બરાબર હતી. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાક સમયથી ફૂડ સેફ્ટી ઓથોરિટી દ્વારા ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની ડેરીઓ અને અયોગ્ય ખાદ્ય પદાર્થો બનાવતા યુનિટ ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ઓછી ગુણવતતા ધરાવતા પદાર્થો અને દૂધ તથા દૂધની બનાવટો પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલાં જ ગુજરાતમાં અધિકારીઓ દ્વારા કેટલાક સ્થળોએ દરોડા પાડીને પાણી ઉમેરેલું ૩૦૦ લિટર દૂધ, દૂધનો પાઉડર, કોસ્ટિક સોડા, તેલ, ડિટર્જન્સ અને યુરિયા રાખીને નકલી દૂધ બનાવતા એકમને ઝડપી પાડવામાં આવ્યું હતું. આ લોકો દ્વારા અંદાજે ૧૮૦૦ લિટર બનાવટી દૂધ બનાવવામાં આવ્યું હતું.

મહત્ત્વની વાત એ છે કે, એફએસએસએઆઈ દ્વારા નકલી ખાદ્યપદાર્થો બનાવતા એકમોને ઝડપી પાડીને તેને ઝડપથી બંધ કરવા અને તેમાં સંકળાયેલા લોકોને સજા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સિવાય ડેરી પ્રોડક્ટ ઉપર ખોટા બેનર લગાવનારી, ખોટા હેલ્થ બેનિફિટના સ્ટીકર લગાવતી અને અન્ય ખોટા કામ કરતા એકમોને શોધી કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

ખાસ કરીને દૂધ અને તેની બનાવટોમાં ભેળસેળ કરનારાને શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ રાજ્યોમાં ફુડ સેફ્ટી ઓથોરિટિની આગેવાની હેઠળ અભિયાન હાથ ધરીને આવા તમામ એકમો શોધી કાઢવાની અને તેના ઉપર પ્રતિબંધ મુકવી શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ દેશમાં પથરાયેલી ૨૪૬ ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી, ૨૪ રેફરલ લેબોરેટરી તથા ૩૦૦ મોબાઈલ ફુડ સેફ્ટી ઓન વિવ્હિલ અને અન્ય કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે.

દુધ પેશ્ચુરાઈઝ થયું હોય છતાં તેને ગરમ કરીને પીવું વધારે ગ્રાહ્ય છે

આ વિવાદ અંગે હાલમાં કોઈ સ્પષ્ટ સ્થિતિ પ્રવર્તતી નથી અને સરકાર દ્વારા કે ડેરી દ્વારા કે તપાસ કરનારી સંસ્થા દ્વારા કોઈ નક્કર ખુલાસા કે જાહેરાત કરાયા નથી. બીજી તરફ જાણકારો માને છે કે દૂધને કોઈપણ ભોગે ગરમ કરીને જ પીવું જોઈએ અથવા તો ઉપયોગમાં લેવું જોઈએ. જો દૂધને ગરમ કર્યા વગર જ ઉપયોગમાં લેવામાં આવે તો તેમાંથી વિવિધ બેક્ટેરિયાનો ચેપ પેટમાં અંદર જાય છે. તેના દ્વારા પેટનો દુ:ખાવો, ઝાડા-ઉલટી, ઉબકા આવવા અને ફૂડ પોઈઝનિંગ જેવા રોગ વારંવાર થતા હોય છે. તેઓ માને છે કે, જ્યારે બાળકો અને વૃદ્ધોને પણ સીધી રીતે દૂધ આપી દેવામાં આવે ત્યારે તેમના શરીરમાં વધારે નકારાત્મક અસરો જોવા મળે છે. 

ખાસ કરીને તેમની ઈમ્ચુનિટીમાં મોટાપાયે ઘટાડો થવાની શક્યતા છે. આ સિવાય ગર્ભવતિ મહિલાઓએ પણ આવું કાચું દુધ પીતા પહેલાં ચેતવું જોઈએ અને ઉપયોગમાં લેતા પહેલાં અચૂક રીતે તેને ગરમ કરાવું  જ જોઈએ. આ ત્રણેય વર્ગ એવો છે જો તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય તો તેમના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થવાની શક્યતા રહેલી છે. જાણકારો માને છે કે, આપણા ઘરમાં પણ ઘણી વખત દૂધની થેલીઓ લાવીને તેને ગરમ નહીં કરવાનો અથવા તો રૂમ ટેમ્પ્રેચરમાં કલાકો સુધી મુકી રાખાનો ક્રમ છે જે ખોટો છે. તેના દ્વારા પણ બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે. આ સંજોગોમાં પેશ્ચુરાઈઝ થયેલું દૂધ હોય તો તેને ઉપયોગમાં લેતા પહેલાં નવશેકુ કરી લેવું જોઈએ. ગરમ દૂધમાં બેક્ટેરિયાનો વધારો થતો નથી જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે.