FOLLOW US

સતિષ કૌશિકની હત્યાનો ધડાકો : સેક્સ, દાઉદનો પણ એંગલ

Updated: Mar 12th, 2023


- સાનવી માલુ નામની મહિલાએ ધડાકો કર્યો છે કે, સતિષ કૌશિકની હત્યા કરી દેવાઈ છે, તેના પતિ વિકાસને દાઉદ સાથે સંબધ હોવાનો ધડાકો પણ સાનવીએ કર્યો છે

- સાનવીએ ધડાકો કર્યો છે કે, સતિષ કૌશિકની હત્યા તેના બિઝનેસમેન પતિ અને સતિષના ફ્રેન્ડ વિકાસ માલુએ કરાવી દીધી છે. સતિષનું મોત થયું એ ફાર્મહાઉસ વિકાસનું છે. વિકાસને ઈન્ટરનેશનલ ટેરરિસ્ટ દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ હોવાનો ધડાકો પણ સાનવીએ કર્યો છે. સાનવીએ વિકાસ અને પોતાની દાઉદના ભાઈ અનિસ સાથેની તસવીર પણ પોલીસને મોકલી છે. 

હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા, નિર્માતા-નિર્દેશક સતિષ કૌશિકના આકસ્મિક મોતના કેસમાં અણધાર્યો ટ્વિસ્ટ આવી ગયો છે. કૌશિકનું ૯ માર્ચે વહેલી સવારે કાર્ડિયાક એરેસ્ટ આવતાં મોત થયુ હોવાનું કહેવાયું હતું પણ હવે સાનવી માલુ નામની મહિલાએ ધડાકો કર્યો છે કે, સતિષ કૌશિકની હત્યા કરી દેવાઈ છે. સાનવીના દાવા પ્રમાણે, સતિષ કૌશિકની હત્યા તેના બિઝનેસમેન પતિ વિકાસ માલુએ કરાવી દીધી છે. વિકાસ માલુને ઈન્ટરનેશનલ ટેરરિસ્ટ દાઉદ ઈબ્રાહિમ સાથે સંબધ હોવાનો ધડાકો પણ સાનવીએ કર્યો છે. 

સતિષ કૌશિક દિલ્હીમાં વિકાસ માલુના ફાર્મહાઉસમાં રોકાયા હતા. ફાર્મહાઉસમાં જ તબિયત બગડતાં તેમને ગુરગ્રામની મોટી કોર્પોરેટ હોસ્પિટલમા લઈ જવાયા હતા પણ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સતિષ કૌશિકનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યો તેમાં પણ સતિષ કૌશિકનું નિધન કુદરતી હોવાનું અને કાર્ડિઆક એરેસ્ટના કારણે મોત થયાનું કહેવાયું છે. પોલીસે પણ કૌશિકના મોતમાં કશું શંકાસ્પદ હોવાનો ઈન્કાર કર્યો છે. 

કૌશિકના પરિવારે પણ કશું ખોટું થયું હોવાનો આક્ષેપ કર્યો નથી પણ સાનવીએ ધડાકો કર્યો છે કે, માલુએ ઝેર આપીને કૌશિકને પતાવી દીધા છે કે જેથી કૌશિકે આપેલા ૧૫ કરોડ રૂપિયા પાછા ના આપવા પડે. વિકાસ માલુ જાણીતી પાન મસાલા કંપની કુબેર ગુ્રપના ડિરેક્ટર છે. સાનવી તેમની બીજી પત્ની છે કે જેની સાથે માલુએ ૨૦૧૯માં લગ્ન કર્યાં હતાં.  

પોલીસની તપાસમાં સતિષ કૌશિક રોકાયા હતા એ ફાર્મહાઉસમાંથી કેટલીક વાંધાજનક દવાઓ પણ મળી છે. પોલીસે આ દવાઓ શાની છે તેનો ફોડ નથી પાડયો પણ  સાનવીના આક્ષેપો અને વાંધાજનક દવાઓ મળી આવી તેના પરથી કૌશિકની હત્યા કરી દેવાઈ હોવાની શંકા ઉભી થઈ જ ગઈ છે. સાનવીના પત્રના પગલે 

સાનવીએ દિલ્હી પોલીસ કમિશ્નર સંજય અરોરાને લખેલા પત્રમાં ચોંકી જવાય એવા આક્ષેપો કર્યા છે. સાનવીના આક્ષેપો પ્રમાણે, સતિષ કૌશિક માલુ પરિવારના મિત્ર હતા અને કૌશિકે ત્રણ વર્ષ પહેલાં વિકાસ માલુને રોકાણ કરવા ૧૫ કરોડ આપ્યા હતા. માલુએ એક વર્ષ સુધી વળતર આપ્યું પણ પછી રૂપિયા આપવાના બધ કરતાં કૌશિક ઉઘરાણી કરતા હતા. કૌશિક રૂપિયા લેવા ૨૨ ઓગસ્ટ, ૨૦૨૨ના દિવસે દુબઈમાં તેમના ઘરે આવ્યા ત્યારે માલુ સાથે ઝગડો પણ થયો હતો. 

વિકાસે કૌશિકને તો ભારત આવીને બધા રૂપિયા પાછા આપવાનું વચન આપી દીધેલું પણ પાછળથી વિકાસે તેની પત્ની સાનવીને કહેલું કે, કૌશિક બહુ હોહા કરે છે તેથી તેને પતાવી દેવો પડશે. વિકાસે એવું પણ કહેલું કે, કોરોનાના કારણે કૌશિકના બધા રૂપિયા ડૂબી ગયા છે ને નાણા પાછાં આપી શકાય તેમ જ નથી તેથી કોશિકને ગમે તે રીતે રસ્તામાંથી હટાવી દેવો પડશે. સતિષે વિકાસને ૧૫ કરોડ રૂપિયા રોકડા આપેલા ને બદલામાં સતિષે પ્રોમિસરી નોટ લખી આપેલી. સતિષ પ્રોમિસરી નોટના આધારે પોતાને ફસાવી દેશે એવો પણ વિકાસને ડર હતો. 

સાનવનો આક્ષેપ છે કે, વિકાસ માલુને દાઉદ ઈબ્રાહીમ સાથે પણ સંબંધ છે. સાનવીએ કમિશ્નરને લખેલા પત્રમાં દાઉદના ભાઈ અનિસ ઈબ્રાહીમ સાથેની પોતાની અને વિકાસ માલુની તસવીર મોકલી રહી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. દાઉદ ઈબ્રાહીમ ગેંગની ગુટખા બિઝનેસમાં ભાગીદારીની વાતો નવી નથી. ભારતમાં ગુટખા કિંગ્સ વચ્ચે ઝગડો થયો ત્યારે દાઉદે જ તેમનું સમાધાન કરાવેલું એ વાત જાણીતી છે. 

વિકાસ માલુના કુબેર ગ્રુપનો મૂળ ધંધો ગુટખા અને પાન મસાલાનો હોવાથી દાઉદ ગેંગ સાથે તેની સાંઠગાંઠની સાનવીની વાત ગળે ઉતરે એવી છે. સતિષ કૌશિકના મોત પછી વિકાસ માલુ રફુચક્કર થઈ ગયો છે ને તેના ફાર્મહાઉસમાંથી શંકાસ્પદ દવાઓ પણ મળી છે તેથી સાનવીની વાતો સાવ મોં-માથા વિનાની નથી લાગતી. સાનવીએ તો વિકાસ માલુએ સતિષ કૌશિકની હત્યાનું કાવતરું ઘડયું હતું એવો કેસ નોંધવાની વિનંતી કરીને આ કેસમાં પોતે સાક્ષી બનવા તૈયાર છે એવી ઓફર પણ કરી છે. 

સાનવીના આક્ષેપોમાં કેટલો દમ છે તેની ખબર તો વિસારા રીપોર્ટ આવે પછી જ પડે પણ આ આક્ષેપોએ પોલીસને દોડતી કરી દીધી છે. પોલીસે હવે ફાર્મહાઉસના સીસીટીવી તપાસવા માંડયા છે. સતિષ કૌશિકે ૮ માર્ચની રાત્રે લગભગ સાડા નવ વાગ્યે પોતાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાનું પોતાના મેનેજરને કહેલું. એ પછી તેમને ગુરગ્રામની હોસ્પિટલમા લઈ જવાયેલા પણ સારવાર શરૂ થાય એ પહેલાં જ તેમનું મોત થઈ ગયેલું. 

કૌશિકે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી એ પહેલાં ફાર્મહાઉસમાં છોકરીઓ કે બીજાં કોઈ શંકાસ્પદ લોકો આવ્યાં હતાં કે નહીં તેની તપાસ ચાલી રહી છે. આ તપાસમાં શું બહાર આવે છે એ ખબર નથી પણ પોલીસે સતિષ કૌશિક અચાનક મુંબઈથી દિલ્હી એકલા કેમ આવી ગયા તેની પણ તપાસ કરવી જોઈએ.  મુંબઈમાં જાવેદ અખ્તરને ત્યાં હોળી મનાવ્યા પછી સતિષ કૌશિક વિકાસ માલુને ત્યાં હોળી મનાવવા આવી ગયેલા. વિકાસ માલુએ કૌશિકને તેમના રૂપિયા પાછા આપવાની લાલચ આપેલી કે શું ? કે પછી કૌશિકને રશિયન છોકરીઓની કે એવી બીજી કોઈ લાલચે બોલાવાયા હતા ? આ એંગલથી પણ કેસની તપાસ થવી જોઈએ. 

સાનવીના પત્રે સતિષ કૌશિકની ઈમેજનું ધોવાણ કરી દીધું છે. સતિષની છાપ એક સજ્જન વ્યક્તિ તરીકેની હતી પણ સાનવીના પત્ર પરથી લાગે કે, કૌશિક ીઓના શોખીન હતા ને દાઉદ ઈબ્રાહીમ જેવા દેશદ્રોહી સાથે સંકળાયેલા લોકોના ભાગીદાર હતા.  બોલીવુડમાં બ્લેક મની મોટા પ્રમાણમાં આવે છે તેથી સતિષે ૧૫ કરોડ આપ્યા એ મોટી વાત નથી પણ દાઉદના સાથી સાથે  તેમને મિત્રતા અને ભાગીદારી હોય તો એ આંચકાજનક કહેવાય.  

'ઠરકી' સતિષને વાયગ્રાનો ઓવરડોઝ આપીને મારી નંખાયો ?

સાનવી માલુએ પોલીસ કમિશ્નરને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, તેનો પતિ વિકાસ માલુ સતિષ કૌશિકને 'ઠરકી' એટલે કે હવસખોર ગણાવતો હતો. સાનવીએ લખ્યું છે કે, સતિષ કૌશિકે દુબઈ આવીને ૧૫ કરોડ રૂપિયા માંગ્યા ત્યારે માલુ સાથે તેને ઝગડો થયો હતો. રાત્રે બેડરૂમમાં સાનવીએ વિકાસ માલુને સતિષ કૌશિક શાના રૂપિયા માગે છે એવું પૂછયું ત્યારે માલુએ કહેલું કે, સાલા, ઠરકી હૈ, કિસી દિન રશિયન બુલાકર 'બ્લુ પિલ્સ' કી ઓવરડોઝ દે દેંગે તો વૈસે હી મર જાયેગા. ઈસે કૌન રુપયે વાપસ કર રહા હૈ.....

'બ્લુ પિલ્સ' વાયગ્રાને કહે છે કે જે પુરૂષોમાં સેક્સ પહેલાં ઉત્તેજના વધારવાની દવા છે. વાયગ્રા લેવાથી લોહીનું પરિભ્રમણ વધી જાય છે અને પુરૂષ વધારે ઉત્તેજના અનુભવે છે તેથી લાંબો સમય સુધી શરીર સુખ માણી શકે છે એવું મનાય છે. જો કે વાયગ્રાના કારણે બ્લડ પ્રેશર વધી જતું હોવાથી હૃદયની તકલીફ પણ થાય છે. 

સાનવીની આ વાત અને માલુના ફાર્મહાઉસમાંથી મળેલી વાંધાજનક દવાઓને એક સાથે જોડીએતો સતિષ કૌશિકે વાયગ્રા કે તેના જેવી બીજી કોઈ દવા લીધી હોય તેથી કાર્ડિયાક એરેસ્ટ આવી ગયો હોય એવી શક્યતા નકારી ના શકાય. કૌશિકના વિસેરા રીપોર્ટમાં આ વાત બહાર આવી શકે. 

- સાનવીએ પતિ વિકાસ સામે રેપનો કેસ કરેલો

સાનવી પોતાને લાઈફસ્ટાઇલ ઇન્ફ્લ્યુઅનસર ગણાવે છે. મતલબ કે, સોશિયલ મીડિયા પર ડીઝાઈર વસ્ત્રો, જ્વેલરી, એક્સેસરીઝ વગેરેનો પ્રચાર કરીને નાણાં કમાય છે. સાનવી અને વિકાસના લગ્ન ૨૦૧૯માં થયાં હતાં પણ બંનેના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે. સાનવીએ બે મહિના પહેલાં જ વિકાસ માલુ પર બળાત્કારનો આરોપ મૂકીને પોલીસ ફરિયાદ પણ કરી હતી. 

સાનવીનો પતિ વિકાસ માલુ પણ ઓછી માયા નથી. ગુટખા અને પાનમસાલા બિઝનેસ સાથે સંકળાયેલા કુબેર ગુ્રપની સ્થાપના વિકાસના પિતા મૂલચંદ માલુએ ૧૯૮૫માં કરી હતી. કુબેર ખૈનીથી શરૂઆત કરનારા કુબેર ગ્રુપનો બિઝનેસ અત્યારે ઘણાં બધાં ક્ષેત્રમાં છે. વિકાસ માલુ એનઆરઆઈ છે અને દુબઈમાં રહીને લેવિશ લાઈફસ્ટાઈલ જીવે છે. સોશિલ મીડિયા પર મોંઘીદાટ કારો સાથેના તેના ફોટા સૌનું ધ્યાન ખેંચે છે.  

વિકાસ માલુના સલમાન ખાન, રણવીર સિંહ, યો યો હની સિંહ વગેરે સાથે પણ ફોટા છે. તેના પરથી ખબર પડે કે, વિકાસ બોલીવુડમાં સારા સંપર્કો ધરાવતો હતો.


Gujarat
News
News
News
Magazines