Get The App

જોખમ : ઈન્દોરમાં 120 વર્ષ પહેલાંની પાઈપલાઈનો હજુ વપરાય છે

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
જોખમ : ઈન્દોરમાં 120 વર્ષ પહેલાંની પાઈપલાઈનો હજુ વપરાય છે 1 - image

- પોસ્ટરોમાં દેખાતા દેશના સૌથી સ્વચ્છ શહેરની વરવી વાસ્તવિકતા, ચોખ્ખા રસ્તા બતાવતી સરકારને નીચે તુટેલી પાઈપોની ખબર જ નથી !!

- કહેવાતા સ્વચ્છ ઈન્દોરમાં 120 વર્ષ જૂની પાણીની પાઈપલાઈનો છે. જાણકારોના મતે હોલકર રાજવીઓના શાસન દરમિયાન આ પાઈપો નાખવામાં આવી હતી. હવે આ પાઈપો ખવાઈ ગઈ છે, તુટી રહી છે અને રસ્તા ચોખ્ખા કરીને સેલ્ફિઓ લેતા સરકારી તંત્રની રસ્તાની નીચેની સ્થિતિનું કોઈ ભાન જ નથી : 1900ની સદીની શરૂઆત થઈ ત્યારે ઈન્દોરમાં મહારાજા તુકોજીરાવ હોલકર ત્રીજાનું શાસન હતું. તે સમયે ઈન્દોરમાં પાણીના સપ્લાય માટે પહેલાં તો વીજળીની પણ વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા હતા. હોલકર તંત્ર દ્વારા 1905-06માં બિલાવલી તળાવમાંથી પાણી આપવાની યોજના બનાવવામાં આવી હતી : નળમાંથી આવતા પાણીથી એસિડ જેવી બળતરા થાય છે અને ભયાનક દુર્ગંધ આવે છે. ડિસેમ્બરના અંત સુધીમાં તો આ સમસ્યા 90 ટકા ઘરોમાં પહોંચી હતી. પાલિકા અને તેના અધિકારીઓને તથા કોર્પોરેટરોને પણ આ સ્થિતિની જાણકારી અપાઈ હતી તેમ છતાં સરકારે કે સ્થાનિક તંત્રએ કોઈ પગલાં લીધા નહીં. નળમાંથી આવતા પાણીથી એસિડ જેવી બળતરા થાય છે અને ભયાનક દુર્ગંધ આવે છે. 

દેશના કહેવાતા સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં મોટી દુર્ઘટના બની છે. દુષિતપાણી પીવાના કારણે હજારો લોકોને અસર થઈ છે. નવા વર્ષની શરૂઆતમાં જ ઈન્દોરના ભગીરતપુરા વિસ્તારમાં દુષિત પાણી પીવાને પગલે નવજાત સહિત ૧૦ લોકોનાં મોત થયા છે. બીજી તરફ ૨૦૦થી વધારે લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય વિસ્તારમાં રહેતા ૧૦૦૦થી વધારે લોકોની તબિયત પણ બગડી છે અને તેઓ ઘરે સારવાર લઈ રહ્યા છે. આ તમામ લોકોમાં વોમિટિંગ, ડાયેરિયા, ડિયાઈડ્રેશન અને તાવ જેવી બિમારીઓ જોવા મળી રહી છે. જાણકારોના મતે ઈન્દોરમાં વોટર સપ્લાય માટે નાખવામાં આવેલી પાઈપોમાં થયેલા ભંગાણને કારણે જ આ સ્થિતિ ઊભી થઈ છે. પાણીની અંડરગ્રાઉન્ડ પાઈપોમાં ગટરના પાણી પણ ભળી ગયા હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. ઈન્દોરના અનેક વિસ્તારના લોકો દ્વારા ગત વર્ષે દુષિત પાણી મુદ્દે હજારો ફરિયાદ કરાઈ હતી. તેમ છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નહીં.

સરકારના પોસ્ટરોમાં દેખાતા વિકાસના પ્રતિક સમાન કહેવાતા સ્વચ્છ ઈન્દોરમાં ૧૨૦ વર્ષ જૂની પાણીની પાઈપલાઈનો છે. જાણકારોના મતે હોલકર રાજવીઓના શાસન દરમિયાન આ પાઈપો નાખવામાં આવી હતી. હવે આ પાઈપો ખવાઈ ગઈ છે, તુટી રહી છે અને રસ્તા ચોખ્ખા કરીને સેલ્ફિઓ લેતા સરકારી તંત્રની રસ્તાની નીચેની સ્થિતિનું કોઈ ભાન જ નથી અને સમજ પણ નથી. તેના પગલે જ પીવાના પાણીની અને ગટરની લાઈનો ભેગી થઈ ગઈ અને નવા વર્ષે માસુમ લોકોનો ભોગ લેવાઈ ગયો. હકિકતે ઈન્દોરમાં માત્ર ઉપરછલ્લો વિકાસ થયો છે અને સાફસફાઈ કરાઈ રહી છે. બાકી શહેરની મોટાભાગની ગટર વ્યવસ્થા અને પીવાના પાણીની વ્યવસ્થા તો આજથી ૧૦૦ વર્ષ પહેલાં કરવામાં આવી હતી તેવી જ ચાલે છે. આધુનિક કોર્પોરેશનને તે સુધારવામાં રસ પણ નથી અને કદાચ સમજણ પણ નથી. 

ઉલ્લેખનીય છે કે, ઈતિહાસકારો નોંધે છે કે, ઈન્દોરમાં ૧૯૦૬ દરમિયાન પાઈપલાઈન અને નળ દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું હતું. હોલકર શાસનમાં આ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આમ જોવા જઈએ તો તે વખતે ભારત ઉપર અંગ્રેજોનું શાસન હતું છતાં ઈન્દોર એક પ્રિન્સલી સ્ટેટ ગણાતું હતું. આ શહેરના માળખાગત વિકાસનું કામ હોલકર રાજાઓના વિઝન અને ફંડિંગ દ્વારા થયું હતું. ટેકનિકલી તે સમયેની પાઈપલાઈનો વિસ્તારવાનું કામ થયું અને ત્યારબાદ તેમાં કોઈ ફેરફાર થયો નથી. તેનું કારણ જ એ છે કે, મધ્ય ઈન્દોરમાં રસ્તાની નીચે આવેલી પાણીની પાઈપલાઈનો હવે એકાદ સદી બાદ ખરાબ થઈ ગઈ છે. ઘણી જગ્યાએ જુની પાઈપલાઈનો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે દુર્ઘટના બની હોવાનું તારણ છે. ઈન્દોર ઓલ્ડ સિટીમાં આવી જૂની પાઈપલાઈનો જે ખરાબ સ્થિતિમાં છે તેને જોનાર કે બદલનાર કોઈ છે જ નહીં અને કાગળ ઉપરનો વિકાસ થતો રહે છે. તેનું પરિણામ નાગરિકો ભોગવી રહ્યા છે.

૧૯૦૦ની સદીની શરૂઆત થઈ ત્યારે ઈન્દોરમાં મહારાજા તુકોજીરાવ હોલકર ત્રીજાનું શાસન હતું. તે સમયે ઈન્દોરમાં પાણીના સપ્લાય માટે પહેલાં તો વીજળીની પણ વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા હતા. હોલકર તંત્ર દ્વારા ૧૯૦૫-૦૬માં બિલાવલી તળાવમાંથી પાણી આપવાની યોજના બનાવવામાં આવી હતી. તે સમયે બિલાવલી તળાવના નિર્માણની પણ શરૂઆત કરવામાં આવી હતી. ૧૯૧૪-૧૯૧૬ દરમિયાન તળાવ અને સમગ્ર યોજના તૈયાર થઈ ગયા હતા. ઈન્દોર તે સમયે પ્રિન્સલી સ્ટેટ ગણાતું હોવાથી સમગ્ર યોજનાની કામગીરી અને બજેટ બધું જ હોલકર સ્ટેટ બજેટમાંથી પૂરા પાડવામાં આવ્યા હતા. રાજવી પરિવારના વિશ્વાસુઓ દ્વારા જ આ કામગીરી કરવામાં આવી હતી. બીજી સમજવા જેવી વાત એ છે કે, ઈન્દોર નગરપાલિકાની રચના ૧૮૭૦માં જ કરી દેવામાં આવી હતી. ઈન્દોર નગરપાલિકા ભારતની સૌથી જૂની નગરપાલિકાઓમાંથી એક છે. ૧૯૦૬માં તો ઈન્દોર પાલિકાએ પોતાનું પાવર હાઉસ પણ શરૂ કરી દીધું હતું. વીજળી અને પાણીના સપ્લાયનું કામ ઈન્દોર નગરપાલિકા હેઠળ ૧૦૦ વર્ષ પહેલાં શરૂ થઈ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, તે વખતે બ્રિટિશ રાજ હતું અને સલાહ-સુચન માટે બ્રિટિશ રેસિડેન્ટ્સ હતા છતાં રાજાઓએ તેમને મહત્ત્વ આપ્યું નહોતું. તે વખતે કામગીરી હોલકર રાજાઓ પાસે હતી તેથી તેમણે નગરરચના અને નગર વ્યવસ્થા માટે શ્રેષ્ઠ કામગીરી કરનારની પસંદગી કરી હતી. હોલકર રાજાઓએ તે સમયે વિશ્વ પ્રસિદ્ધ ટાઉનપ્લાનર પેટ્રિક ગેડિસને ઈન્દોર બોલાવ્યા હતા. ગેડિસે આવીને ઈન્દોરનો પહેલો માસ્ટર પ્લાન બનાવી આપ્યો હતો. તેમાં પાણીની પાઈપલાઈન, ગટર વ્યવસ્થા, ખુલ્લી જગ્યાઓ અને અન્ય સ્થળો અને સ્મારકોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ૧૯૧૮માં ગેડિસે સમગ્ર શહેરની પહેલી બ્લૂપ્રિન્ટ પણ બનાવી આપી હતી. ખાસ વાત એવી છે કે, તે સમયે બ્રિટિશ રાજનું ધ્યાન માત્ર રેસિડેન્સી ઉપર હતું કારણ કે ત્યાં અંગ્રેજો વસતા હતા. તેઓ માત્ર ત્યાં સુધી જ પાણી પહોંચાડવા માગતા હતા. તે સમયે હોલકર રાજવંશે પહેલ કરી અને સમગ્ર ઈન્દોર શહેરમાં પાણીની પાઈપલાઈન નાખવાની અને ગંદા પાણીના નિકાલના નેટવર્કની પણ વ્યવસ્થા કરાવી હતી.

ઉલ્લેખનીય છે કે, ૧૯૦૬થી બિલાવલી તળાવમાંથી પીવાના પાણીનો સપ્લાય તો શરૂ થઈ ગયો પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ શહેરની વસતીમાં વધારો થતો ગયો. શહેર વિસ્તરવા લાગ્યું. તેના કારણે તળાવમાંથી અપાતા પાણીનો જથ્થો ઓછો પડવા લાગ્યો. તે સમયે ફરી એક વખત હોલકર રાજવંશ દ્વારા નવી યોજનાઓ બનાવવામાં આવી. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને યશવંત રાવ હોલકર બીજાએ ૧૯૩૦ના દાયકામાં ગંભીર નદી ઉપર યશવંત સાગર બંધ બંધાવવાની શરૂઆત કરાવી. દાયકો પૂરો થાય ત્યાં સુધીમાં નવી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. પાણીની પાઈપલાઈનની વ્યવસ્થાને મજબૂત કરવામાં આવી અને બીજી તરફ ૧૯૩૯ સુધીમાં બંધ થકી પાણી પહોંચાડવાનું નેટવર્ક પણ વિકાસવી દેવાયું. શહેરના મોટાભાગના વિસ્તારોમાં નળ દ્વારા અને પાઈપલાઈન દ્વારા ફરીથી પાણી પહોંચાડવાનું શરૂ થઈ ગયું.

હકિકતે સ્થિતિ એવી થઈ છે કે, હાલમાં સ્માર્ટ સિટી અને સ્વચ્છ સિટી ગણાતું ઈન્દોર માત્ર બાહ્ય રીતે સાફ દેખાય છે. હોલકર રાજાઓ દ્વારા જે-તે સમયે પાણીના સપ્લાય અને ગંદા પાણીના નિકાલ માટે ઊભી કરવામાં આવેલી વ્યવસ્થા હવે નબળી પડી ગઈ છે. તે સમયે ગંદા પાણીના નિકાલ માટે બનાવાયેલી કોંક્રિટની પાઈપલાઈન ધારવતી સિવેજ સિસ્ટમ હવે બિસ્માર હાલતમાં છે. નર્મદા જળ યોજના આધુનિક ઈન્દોરની સૌથી મોટી સફળતા છે. તેનો પહેલો તબક્કો ૧૯૭૭માં પૂરો થયો. તે વખેત ઈન્દોરમાં ઘરેઘરે પાણીના નળ નાખીને અને પાઈપલાઈન વિસ્તારીને પાણી આપવામાં આવ્યું હતું. ૭૦ કિ.મી દૂર આવેલી નર્મદાથી પાણીનો સપ્લાય ૫૦૦ મીટર ઉંચા ઈન્દોર શહેરમાં પહોંચાડવો જ સૌથી મોટી સફળતા માનવામાં આવે છે. તેમ છતાં જૂની પાઈપલાઈન અને સીવેજ લાઈનની હાલત ખરાબ છે તેના તરફ કોઈનું ધ્યાન ગયું જ નહોતું.

100 વર્ષ જૂની કથળેલી વ્યવસ્થાને વિકાસના વાઘા પહેરાવી દેવાતા મુશ્કેલી થઈ

ઈન્દોરની હાલત એવી છે કે, સરકારે તેને વિકાસના વાઘા પહેરાવી દીધા છે પણ અંદરથી વ્યવસ્થા ખખડધજ છે. શહેરના અનેક વિસ્તારો એવા છે જે હોલકર રાજમાં વિકસિત થયા હતા ત્યાં પાણીની પાઈપો, ગટરલાઈનો અને બીજા માળખા ભાંગી પડવાની સ્થિતિમાં છે. ૧૦૦થી ૧૨૦ વર્ષ પહેલાં પાથરવામાં આવેલી પાણીની પાઈપલાઈનો અને ગટરલાઈનો જર્જરીત થઈ ગઈ છે. રાજવાડા અને તેની આસપાસના વિસ્તારોમાં ૧૦૦ વર્ષ પહેલાં પાઈપલાઈનો નખાઈ હતી. તેવી જ રીતે પાલિકાનો ઝોન-૩ તથા રાજવી બજાર વિસ્તાર અત્યંત જૂના વોર્ડ હોવાથી તેના પારંપરિક માળખામાં ફેરફાર કરાયો નથી. કિલા મેદાન અને મલ્હારગંજમાં પણ પાણીની પાઈપોનું નેટવર્ક ખૂબ જ જુનું છે. તેમાં અવાનરવાર ભંગાણ થવાની સસ્યાઓ આવે છે. ભગીરથપુરા અને જૂની વસતીઓમાં પણ પાઈપો ૫૦ કે તેથી વધારે વર્ષ જૂની છે. ઈન્દોર કદાચ સ્વચ્છતા મામલે દેશમાં ટોચના સ્થાને આવતું હશે પણ જમીનની નીચે દબાયેલું પાઈપોનું નેટવર્ખ આજે પણ શહેર માટે મોટો પડકાર છે. લોકોની સતત ફરિયાદ આવે છે કે વારંવાર રસ્તા નવા બનાવાય છે, રસ્તા ઉપર ડામરના લેયર ચડાવાય છે પણ નીચે રહેલા પાણીના નેટવર્કમાં કે સિવેજ લાઈનમાં કોઈ સુધારા કે રિપેરિંગ કરવામાં આવતા નથી. સ્થિતિ એવી થાય છે કે, જૂની વ્યવસ્થામાં પાણીની પાઈપલાઈન અને સિવેજ લાઈન એકબીજાથી ઘણા નજીક ગોઠવાયા હતા. તેઓ ઘણી વખત તુટી જાય છે અને તેમનું પાણી એકબીજામાં ભળી જાય છે. સિવેજનું પાણી મોટાભાગે પીવાના પાણી સાથે ભળે છે. બીજી તરફ જૂની પાઈપાં કાટ લાગી ગયો છે અને તેમાં માટી પણ ઘણી બાઝી ગઈ છે. તેના કારણે પણ પ્રદુષિત પાણી આવે છે. આ સિવાય પાઈપની અંદર કચરો પણ આવી ગયો છે અને તેના પગલે પાણીનું પ્રેશર પણ આવતું નથી. બીજી વાત એવી છે કે, ભગીરથપુર વિસ્તારમાં પણ ઘણા સમયથી ખરાબ પાણીની ફરિયાદો આવતી હતી. ઓક્ટોબર મહિનાથી સ્થાનિકો દ્વારા મેયર હેલ્પલાઈન, સ્થાનિક કાર્યાલય અને બીજા સ્થળે પીવાના પાણીમાંથી ગંદી વાસ આવતી હોવાની ફરિયાદો કરાઈ હતી. આ ઉપરાંત પાણી થોડું પીળું અને માટીવાળું હોવાની પણ ફરિયાદ ઉઠી હતી. લોકોએ એવું પણ જણાવ્યું હતું કે, અને સ્થિતિ વધારે કફોડી થઈ ગઈ જેમાં ૧૦ લોકોને જીવ ગુમાવવો પડયો.