News Focus

ગ્લોબલ વોર્મિંગથી ઘઉંનું આંતરિક પોષણ ઘટી રહ્યું છે

By GS Team
1 Nov 20267 mins read
TukuTouch Logo
જર્મનીના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વધતા કાર્બન ડાયોક્સાઇડને કારણે ઘઉંના પ્રોટીનનું બંધારણ બગડી રહ્યું છે, જેનાથી રોટલીની ગુણવત્તા બગડશે અને સિલિયાક રોગનું જોખમ વધશે. આબોહવા પરિવર્તન સીધું આપણા રસોડા અને થાળી સુધી પહોંચી ગયું છે. આ સંકટ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા માટે મોટો ખતરો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગ્લોબલ વોર્મિંગથી ઘઉંનું આંતરિક પોષણ ઘટી રહ્યું છે
  • આપણી સવારની ચા સાથેનું બિસ્કિટ કે બ્રેડ હોય કે બપોર અને સાંજની ગરમાગરમ રોટલી, ભાખરી કે પરોઠા, બધું જ ઘઉંના લોટ પર નિર્ભર છે. જ્યારે આ પાયાના અનાજનું જૈવિક અને પોષક માળખું ખોરવાઈ જાય, ત્યારે તે માત્ર કૃષિ ક્ષેત્રનું સંકટ નથી રહેતું પરંતુ વૈશ્વિક સ્તરે માનવજાત સામે ઊભો થયેલો પોષણ સંબંધી કટોકટીનો મોટો પ્રશ્ન છે : વધતા કાર્બન ડાયોક્સાઇડના પરિણામે છોડ પોતાની આંતરિક રક્ષા માટે જીવાતો સામે લડતા પ્રોટીનનું પ્રમાણ તો વધારે છે, પરંતુ જે અસલ ગ્લુટેન માનવ આહારની ગુણવત્તા નક્કી કરે છે, તેનો વિનાશ થાય છે. સંશોધક સબરીના ગાઇસ્લિટ્ઝે જણાવ્યું કે, ગ્લુટેન પ્રોટીનનું ઘટતું સ્તર સીધું લોટની બેકિંગ અને રોટલી બનાવવાની ગુણવત્તાને ખરાબ કરી નાખે છે : ઘઉંના દાણામાં થયેલા જૈવિક ફેરફારોમાં એવા પ્રોટીન ઘટકો અને પેપ્ટાઇડ્સમાં ગંભીર ફેરફાર નોંધાયા છે, જે સીધા સિલિયાક રોગ સાથે જોડાયેલા છે.
    હવામાન પરિવર્તન હવે માત્ર ગ્લેશિયર ઓગળવા, કમોસમી વરસાદ કે કાળઝાળ ગરમી પૂરતું સીમિત નથી રહ્યું. તે હવે સીધું આપણા ઘરના રસોડામાં અને થાળીમાં પીરસાતી રોટલી સુધી પહોંચી ગયું છે. સદીઓથી ભારતીય ભોજનનો આધાર ગણાતો ઘઉંનો દાણો આજે ગંભીર અસ્તિત્વના સંકટનો સામનો કરી રહ્યો છે. વાતાવરણમાં બેફામ વધતો કાર્બન ડાયોક્સાઇડ અને ધરતીનું ઊંચકાતું તાપમાન ઘઉંના આંતરિક પોષક તત્ત્વોનો સર્વનાશ કરી રહ્યા છે. જેને આપણે સંપૂર્ણ આહાર ગણીને ખાઈએ છીએ, તે ઘઉં ધીમે ધીમે પોતાના કુદરતી પ્રોટીન ગુમાવી રહ્યો છે. આ કોઈ સામાન્ય પર્યાવરણીય ચેતવણી નથી, પરંતુ આપણી ખાદ્ય સુરક્ષા, રોજીંદા પોષણ અને ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્ય પર મોટું જોખમ સર્જી રહ્યું છે. જો આપણે હજુ પણ જાગૃત નહીં થઈએ, તો આવનારા સમયમાં આપણી થાળીમાં માત્ર પોષણવિહીન કચરો જ બચશે.
    જર્મનીની ટેકનિકલ યુનિવસટી ઓફ મ્યુનિક સાથે જોડાયેલી લાઇબનિઝ ઇન્સ્ટિટયૂટ ફોર ફૂડ સિસ્ટમ્સ બાયોલોજીના વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા તાજેતરના સંશોધનમાં અત્યંત ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. સંશોધકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ ઘઉંના દાણામાં રહેલા પ્રોટીનનું આખું બંધારણ ખોરવી રહ્યું છે. ઘઉં એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અબજો લોકોની ભૂખ સંતોષતું મુખ્ય અનાજ છે. આપણી સવારની ચા સાથેનું બિસ્કિટ કે બ્રેડ હોય કે બપોર અને સાંજની ગરમાગરમ રોટલી, ભાખરી કે પરોઠા, બધું જ ઘઉંના લોટ પર નિર્ભર છે. જ્યારે આ પાયાના અનાજનું જૈવિક અને પોષક માળખું ખોરવાઈ જાય, ત્યારે તે માત્ર કૃષિ ક્ષેત્રનું સંકટ નથી રહેતું પરંતુ વૈશ્વિક સ્તરે માનવજાત સામે ઊભો થયેલો પોષણ સંબંધી કટોકટીનો મોટો પ્રશ્ન છે.
    માનવીય પ્રવૃત્તિઓ અને આંધળી ઔદ્યોગિક દોડના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા અતિ ઝડપે ઝેરી હદે વધી રહી છે. આંકડા સ્પષ્ટપણે ભયાનક વાસ્તવિકતા દર્શાવે છે કે, વર્ષ ૧૯૮૦માં વૈશ્વિક સ્તરે કાર્બન ડાયોક્સાઈડનું સ્તર આશરે ૩૪૦ પાર્ટ્સ પર મિલિયન (ppm) હતું, જે વર્ષ ૨૦૨૪ સુધીમાં વધીને લગભગ ૪૨૫ ppm પર પહોંચી ચૂક્યું છે. પર્યાવરણવિદોના અંદાજ મુજબ જો વૈશ્વિક ઉત્સર્જન પર તાત્કાલિક પૂર્ણવિરામ નહીં મુકાય, તો વર્ષ ૨૦૫૦ સુધીમાં આ આંકડો ૬૦૦ ppmની ખતરનાક સપાટી વટાવી જશે. આ ઘાતક વાતાવરણની ઘઉંના પાક પર શી અસર થાય છે તે તપાસવા વૈજ્ઞાનિકોએ શિયાળુ ઘઉંની ૧૦ અલગ-અલગ જાતો (કલ્ટીવર્સ) પર ઊંડો અભ્યાસ કર્યો હતો. કેટલાંક છોડને ૫૪૬ ppmના કૃત્રિમ રીતે ઊંચા કાર્બન ડાયોક્સાઈડના વાતાવરણમાં ઉછેરવામાં આવ્યા, જ્યારે બાકીના છોડને સામાન્ય વાતાવરણમાં રાખવામાં આવ્યા. લણણી બાદ દાણાનું પૃથક્કરણ કરતાં માલૂમ પડયું કે વાતાવરણમાં ર્ભં૨ નું ઊંચું પ્રમાણ પાકના પ્રોટીન નિર્માણની સમગ્ર પ્રક્રિયાને વિકૃત કરી નાખે છે.
    આ સંશોધનનું સૌથી ચિંતાજનક પાસું એ બહાર આવ્યું કે અનાજમાં રહેલા ગ્લુટેન પ્રોટીનની સાંદ્રતામાં મોટો કડાકો બોલી ગયો. ગ્લુટેન એ પ્રોટીનનો એવો ચમત્કારિક સમૂહ છે જે લોટને બાંધણી અને ખેંચાણ આપે છે. તેના કારણે જ રોટલી નરમ બને છે, ફૂલે છે અને બ્રેડ કે બેકરી ઉત્પાદનો યોગ્ય રીતે શેકાઈને ઉત્કૃષ્ટ રચના ધારણ કરે છે. વધતા કાર્બન ડાયોક્સાઇડના પરિણામે છોડ પોતાની આંતરિક રક્ષા માટે જીવાતો સામે લડતા પ્રોટીનનું પ્રમાણ તો વધારે છે, પરંતુ જે અસલ ગ્લુટેન માનવ આહારની ગુણવત્તા નક્કી કરે છે, તેનો વિનાશ થાય છે. સંશોધક સબરીના ગાઇસ્લિટ્ઝે જણાવ્યું કે, ગ્લુટેન પ્રોટીનનું ઘટતું સ્તર સીધું લોટની બેકિંગ અને રોટલી બનાવવાની ગુણવત્તાને ખરાબ કરી નાખે છે. ભવિષ્યમાં બનનારી રોટલીઓ કડક, બરડ, ખેંચાયેલી અને સ્વાદહીન બનશે તે દિવસો હવે બહુ દૂર નથી.
    ગુણવત્તા બગડવી એ તો માત્ર સપાટી પરની સમસ્યા છેત અસલ ભય માનવ શરીર અને સ્વાસ્થ્ય પર તોળાતી બીમારીઓનો છે. ઘઉંના દાણામાં થયેલા જૈવિક ફેરફારોમાં એવા પ્રોટીન ઘટકો અને પેપ્ટાઇડ્સમાં ગંભીર ફેરફાર નોંધાયા છે, જે સીધા સિલિયાક રોગ સાથે જોડાયેલા છે. સિલિયાક એ એક ખતરનાક ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે, જેમાં દર્દી જ્યારે પણ ગ્લુટેન યુક્ત આહાર લે છે, ત્યારે તેનું પોતાનું રોગપ્રતિકારક તંત્ર ગેરમાર્ગે દોરાઈને નાના આંતરડાની અંદરની દીવાલો પર હુમલો કરી તેને ક્ષતિગ્રસ્ત કરી નાખે છે. આંતરડું પોષક તત્ત્વો શોષવાની ક્ષમતા ગુમાવી બેસે છે, જેનાથી કાયમી નબળાઈ, એનિમિયા અને પાચનતંત્રના ગંભીર રોગો જન્મે છે. હવામાન પરિવર્તનથી ઉત્તેજિત થતા આ નવા પ્રોટીન માળખાં લાખો સંવેદનશીલ લોકો માટે ઝેર સમાન સાબિત થઈ શકે છે.
    લાઇબનિઝ ઇન્સ્ટિટયૂટના ફૂડ બાયોપોલિમર કેમિસ્ટ્રી રિસર્ચ ગૂ્રપના સંશોધકોએ આ ગંભીર બાબત તરફ આંગળી ચીંધતાં સ્પષ્ટ કર્યું છે કે, ઘઉંમાં જોવા મળતા એમાયલેઝ અને ટ્રિપ્સિન ઇનહિબિટર્સ તેમજ સિલિયાક રોગને ટ્રિગર કરતા ચોક્કસ પેપ્ટાઇડ્સમાં આવેલા ફેરફારો માનવ શરીર માટે અત્યંત ચિંતાજનક બની શકે છે. આ ઇનહિબિટર્સ મૂળભૂત રીતે છોડનું કીટકો સામે રક્ષણ કરતા પ્રોટીન છે, પરંતુ જ્યારે તેની માત્રા અને સંતુલન બગડે છે, ત્યારે તે માણસના પેટમાં બળતરા, એલર્જી અને રોગપ્રતિકારક પ્રતિક્રિયાઓ પેદા કરી શકે છે. જોકે આ ફેરફારો કેટલા ઘાતક નીવડશે તે અંગે વધુ ક્લિનિકલ ડેટા એકત્રિત કરવો જરૂરી છે, પરંતુ જે રીતે કુદરતી અનાજનું રાસાયણિક બંધારણ પ્રદૂષણના કારણે બદલાઈ રહ્યું છે, તે સંકેત આપે છે કે આપણી રોગપ્રતિકારક શક્તિ સામે એક નવું યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે.
    અત્યાર સુધી આપણું સમગ્ર કૃષિ વિજ્ઞાન અને નીતિઓ માત્ર વધુ ઉત્પાદન મેળવવાની લાલચ પાછળ દોડતી રહી છે. ખેતરોમાંથી ટનબંધ અનાજ કાઢી લેવું એ જ વિકાસનું એકમાત્ર માપદંડ બની ગયું છે. પરંતુ આ ઘેલછાએ આપણને વિનાશના આરે લાવીને ઊભા રાખી દીધા છે. જો વધારાના ઉત્પાદન સાથે અનાજમાંથી પ્રોટીન, આયર્ન, ઝિંક અને વિટામિન સાફ થઈ જતા હોય, તો તેવા અનાજનો ઢગલો માનવજાત માટે માત્ર પેટ ભરવાનું સાધન બનશે, શરીરને શક્તિ આપવાનું નહીં. હવે સમય આવી ગયો છે કે કૃષિ વૈજ્ઞાનિકો માત્ર ઊંચી ઉપજ આપતી જાતો બનાવવાનું બંધ કરે અને કડક આબોહવા તેમજ ઊંચા કાર્બન ડાયોક્સાઇડ સ્તરમાં પણ ગુણવત્તા અને પોષણ જાળવી રાખે તેવી વાતાવરણ-પ્રતિરોધક જાતોનું સંશોધન યુદ્ધના ધોરણે શરૂ કરે.
    જે ખેડૂત પરસેવો પાડીને દેશનું પેટ ભરે છે, તે અજાણતાં જ બદલાતા પર્યાવરણને કારણે ગુણવત્તાહીન પાક પકવવા મજબૂર થઈ રહ્યો છે. સરકારે, સંશોધન સંસ્થાઓએ અને સમાજે હવે આ સંકટને રાષ્ટ્રીય કટોકટી તરીકે સ્વીકારવું પડશે. જો તાત્કાલિક કાર્બન ઉત્સર્જન ઘટાડવાની નીતિઓ અમલમાં નહીં આવે અને ઘઉંની નવી ન્યુટ્રિશન-સુરક્ષિત પ્રજાતિઓ નહીં વિકસાવાય, તો રોટલી જેવો પવિત્ર અને જીવનરક્ષક આહાર પણ ભવિષ્યમાં માનવ સ્વાસ્થ્ય માટે ધીમું ઝેર સાબિત થશે. પ્રકૃતિ સાથેની ચેડાંની આ કિંમત હવે આપણે આપણા પોતાના કોળિયાથી ચૂકવવી પડી રહી છે.
  • ઉપજ વધારવાને બદલે પાકનું પોષણ મૂલ્ય જાળવી રાખવા માટે મહેનત કરવી પડશે
    ભારતની પરંપરાગત અને દેશી જાતો, જેમ કે મધ્યપ્રદેશના ભાલિયા (દાઉદખાની), કથિયા (ડયુરમ) કે બંસી ઘઉં, મૂળભૂત રીતે ઓછા પાણી અને સ્થાનિક આબોહવા સામે લડવાની પ્રતિકારક ક્ષમતા ધરાવે છે. આ જાતો ઊંચા તાપમાન અને સૂકી આબોહવામાં સામાન્ય નવી જાતો કરતાં જમીનમાંથી ભેજ ખેંચવામાં વધુ સક્ષમ છે, જેના કારણે તેમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ કુદરતી રીતે જળવાઈ રહે છે. તેમ છતાં, વાતાવરણમાં ર્ભં૨ નું વધુ પડતું પ્રમાણ આ જાતોમાં પણ કાર્બોહાઇડ્રેટનું સંચય વધારીને સૂક્ષ્મ પોષકતત્ત્વો જેવા કે ઝિંક અને આયર્નની સાંદ્રતાને ઘટાડી રહ્યું છે. બીજી તરફ, દેશી જાતોના છોડ વધુ ઊંચાઈ ધરાવતા હોવાથી અચાનક આવતા ગરમ પવનો કે કમોસમી વાવાઝોડામાં તે જમીન પર ઢળી (લોજિંગ) પડે છે, જેના કારણે ઉપજમાં મોટું નુકસાન થાય છે. હરિયાળી ક્રાંતિ પછી વિકસાવવામાં આવેલી આધુનિક અર્ધ-વામન (સેમી-ડ્વાર્ફ) અને લોકપ્રિય જાતો, જેમ કે HD 2967, PBW 343 કે DBW 187 વગેરે પર વધતા તાપમાનની અસર ઘણી તીવ્ર જોવા મળે છે.
    દાણાના વિકાસના અંતિમ તબક્કે જ્યારે તાપમાન સામાન્ય કરતાં ૩ થી ૫ ડિગ્રી સેલ્સિયસ વધી જાય છે, ત્યારે દાણા સમય કરતાં વહેલા પાકીને સુકાઈ જાય છે, જેને 'ફોર્સ્ડ મેચ્યોરિટી' કહેવામાં આવે છે. આ પ્રક્રિયાથી દાણા ચીમળાઈ જાય છે, તેમનું વજન ઘટે છે અને એકંદર ઉત્પાદનમાં ૧૫ થી ૨૫ ટકા સુધીનો ઘટાડો આવી શકે છે. વધુમાં, CO2 વધવાથી છોડમાં પ્રકાશસંશ્લેષણ ઝડપી બને છે જેને 'CO2 ફર્ટિલાઇઝેશન ઇફેક્ટ' કહે છે, પરંતુ આ ઝડપી વૃદ્ધિથી દાણામાં સ્ટાર્ચ વધે છે અને લોટ બાંધવા માટે જરૂરી ગ્લુટેન પ્રોટીન તેમજ પોષક ઘટકો ઘટી જાય છે, જેનાથી રોટલી બનાવવાની ગુણવત્તા બગડે છે. આ આબોહવાકીય પડકારોનો સામનો કરવા માટે ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) અને અન્ય સંસ્થાઓએ ગરમી સહન કરી શકે તેવી નવી 'ક્લાઇમેટ-સ્માર્ટ' જાતો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
    ખાસ કરીને DBW 303, DBW 187 (કરણ વંદના) અને HD 3410 જેવી તાજેતરની જાતો ઉચ્ચ તાપમાન સહન કરવાની અને વહેલી વાવણીમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. તેમ છતાં, દીર્ઘકાલીન ધોરણે હવામાં વધતો કાર્બન ડાયોક્સાઇડ અને ગરમીનું સંયોજન સમગ્ર પાક ચક્રને ટૂંકાવી રહ્યું છે.

આ સ્થિતિ દર્શાવે છે કે માત્ર ઉપજ વધારવાને બદલે પાકનું પોષણ મૂલ્ય જાળવી રાખવા માટે પરંપરાગત દેશી જાતોના રોગપ્રતિકારક જનીનો અને નવી જાતોની ઉત્પાદકતાનું સંતુલન સાધીને સંશોધન કરવું અનિવાર્ય બન્યું છે.