ચીને તેના 90 ટકા કોવિડ-19 પીડિતોને ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિનથી સાજા કર્યા છે
- લોકડાઉનમાં બ્રિટનના કવિએ કાલિદાસના મેઘદૂતથી પ્રેરાઈને કવિતા લખી... ને આપણે સ્વથી અજાણ
- ટીસીએમ કોવિડ-19ને મટાડી શકી તેમ આયુર્વેદમાંય રીસર્ચ થવા જોઈએ, સંભવ છે કે સફળતા મળી જાય
વૈકલ્પિક ઉપચાર પદ્ધતિ નિર્વિકલ્પ (લેખાંક-૧)
And I coudn't escape the waking dream of infected fleas
In the warp and wept of soggy cloth
by the tailors hearth
In ye olde eyam
Then couldn't un-see
the boundry stone,
that cock-eyed dice with it's six dark holes,
thimbles brimming with vinagar wine purging the plagued coins.
Which brought to mind the sorry story of Emodd Syddal and Rowland Torre,
star crossed the lovers on either side of quorentine line
whose worldless courtship spanned the river
till she came no longer
but slept again
and dreamt this time
of the exile yaksha sending word
to his lost wife on a passing cloud
a cloud that followed an earthly map
of camel trails and cattle tracks
streams like nacklaces,
fan-tailed peacoks, painted elephants,
embroidered bed spreads
of meadows and hedges,
bamboo forest and snow-hatted peaks, waterfalls, creeks,
the hieroglyphes of wide winged cranes
and the glistening lotus flower after rain,
the air
hypnotically see through, rare,
the journey a ponderous one at times,
long and slow
but necessarily so.
લોકડાઉન શીર્ષક સાથેની આ કવિતા ૨૧મી માર્ચના ગાર્ડિયનમાં છપાયેલી. તેના રચયિતા છે બ્રિટિશ કવિ સાયમન આર્મિટેજ. હાલ તેઓ પણ વેસ્ટયોર્કશાયરમાં આવેલા તેમના નિવાસસ્થાનમાં પુરાયેલા છે. સમસ્ત માનવજાતને મળેલી હંગામી ગૃહકેદનો તેમણે રચનાત્મક ઉપયોગ કર્યો. ઘણા બધા પ્રાણીઓ અમુક મહિનાઓ માટે સુષુપ્તા અવસ્થામાં, શીતનિદ્રામાં જતા રહે છે. આપણા માટે આ સમય શીતજાગૃતિનો છે. ભારતના ઉનાળાને ધ્યાને લેતા ઉષ્ણજાગૃતિ પણ કહી શકાય. આ સમય ઘરમાં રહીને દુનિયાને પેનેરોમિક દૃષ્ટિએ જોવાનો છે. એમ કરતા જ આવી કવિતા કવિને લખવાનું સ્ફૂરે છે અને આપણને વાંચવાનું.
બ્રિટનમાં જુદા-જુદા ઠેકાણે રહેતા અને લોકડાઉનને લીધે ન મળી શકતા પ્રેમી-પ્રેમિકાનું વર્ચ્યુઅલ મિલન એટલે આ કવિતા. વાત ખાલી એટલી છે કે બ્રિટિશ કાવ્યનાયકને તેની પ્રેમિકાની યાદ આવી રહી છે. તે તેને મળી શકતો નથી. તેના વિરહને આલિંગનમાં લઈ ઊંઘી જાય છે ને સ્વપન્માં શરૂ થાય છે કાલિદાસ રચિત મેઘદૂત. ત્રીજીથી પાંચમી સદી વચ્ચે થઈ ગયેલા કાલિદાસે લખેલી કવિતા આજે બ્રિટનમાં ઊગી નીકળે એનું અચરજ એટલા માટે નથી કેમ કે તેમાં એ સત્ત્વ છે. એ મેરિટ છે. એટલે જ ૨૫૦ કરતા વધુ ભાષામાં તેનો અનુવાદ થઈ ચૂક્યો છે.
મેઘદૂતની સ્ટોરીલાઈન જેમને ખબર નથી તેમના માટે... કૈલાસમાં અલકાપુરી નામનું એક નગર છે. ત્યાંના રાજા છે કૂબેર. યક્ષ તેમનો સેવક છે. એક દહાડે સેવામાં ચૂક થતા રાજા દ્વારા તેને નગરવટો આપવામાં આવે છે. પૂરા એક વર્ષ માટે. નિષ્કાસિત થયેલો યક્ષ મધ્ય ભારતમાં રામગિરિ ખાતે નિવાસ કરે છે. નગરવટા દરમિયાન પ્રિયતમાના વિરહના દનૈયા તપવા લાગે છે. યાદ ચટકા ભરે છે. જેમ તેમ કરીને ગ્રીષ્મ પસાર થાય છે. ને એન્ટ્રી થાય છે અષાઢની, એન્ટ્રી થાય છે વર્ષા ઋતુની. આકાશમાં એક છલકતું વાદળું ચડી આવે છે અને તે તેને દૂત બનાવી પોતાની પ્રિયતમાને સંદેશો પહોંચાડવાનું કહે છે. કાલિદાસે આ કવિતામાં મોસમ વિજ્ઞાાનીઓની જેમ ઋતુઓ, વનસ્પતિશાસ્ત્રીની જેમ ફૂલઝાડનો, જીવ વિજ્ઞાાનીઓની જેમ વૈવિધ્યપૂર્ણ પ્રાણી જગતનો પીછો કર્યો છે.
પોતાના પોએટિક એક્સ્પ્રેશનને લઈને તો આ કવિતા આજે પ્રસ્તુત છે જ ઉપરાંત તેમાં અનેક એવાં પ્રાણીઓ અને વનસ્પતિની વાત કરવામાં આવી છે જે આજે કાં તો કાળના પેટમાં પચી ગયા છે અથવા ધીમે-ધીમે લુપ્ત થવા તરફ સરકી રહ્યા છે. આથી મેઘદૂત એ માત્ર કાવ્યગ્રંથ નથી. હિમાલયથી મધ્યભારત સુધીનાં પ્રકૃતિ, પ્રાણી અને વનસ્પતિ જગતનો ઐતિહાસિક દસ્તાવેજ પણ છે.
યક્ષને જેમ તેની પ્રિયતમાનો વિયોગ થયો હતો એમ વિકાસોન્મુખ મનુષ્યજાતિ પ્રકૃતિ સાથેનો સંપર્ક ગુમાવી ચૂકી છે. તેનો નંબર આપણા સ્માર્ટફોનમાંથી ક્યારે ડિલિટ થઈ ગયો છે તેની આપણને ખબર નથી રહી. કદાચ સ્માર્ટફોન આવ્યા પહેલા જ. લોકડાઉનમાં યક્ષ જેવા આપણે પણ કોઈ દૂત થકી પ્રકૃતિ સુધી આપણો સંદેશ પહોંચાડવાનો મોકો કેમ ન શોધીએ? આપણી પાસે ન તો કોઈ વાદળ છે ન તો કોઈ હંસ. એટલે આપણને બ્રિટનના કવિ સાયમન આર્મિટેજની ગરજ છે.
સંપૂર્ણ પ્રકૃતિ પરસ્ત જીવન શક્ય નથી, કિન્તુ ભૌતિકવાદ અને પ્રકૃતિના ત્રાજવા બેલેન્સ કરવા અનિવાર્ય છે. ભૌતિકવાદ એલોપેથી છે તો પ્રકૃતિ અલ્ટરનેટ મેડિસિન. બેયની પોતાની મહત્તા છે. કોરોનાથી બચવા માટે રોગ પ્રતિકારક ક્ષમતા પાવરફૂલ બનાવવી જરૂરી છે. તે પ્રીવેન્ટીવ સાયન્સ છે. પાણી પહેલા પાળ બાંધવાની વાત છે. એટલે જ વડા પ્રધાન મોદી આયુષ મંત્રાલયના માધ્યમથી, પોતાના ટ્વિટ્ટર હેન્ડલ થકી ભારતવાસીઓને કોરોનાથી બચવા ઇમ્યુન સિસ્ટમ સશક્તિકરણના આયુર્વેદિક ઉપાયો સુઝાડે છે. જેમ કે ગરમ પાણી પીવું, ચ્યવનપ્રાશ ખાવું, એક ચમચી તલ અથવા કોપરેલથી કોગળા કરવા આદિ. રાતોરાત ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ ન થઈ જાય એ સાચું પણ જાગ્યા ત્યારથી સવાર માનીને ચાલવામાં ખોટું શું છે? સંભવ છે કે ઘણાની ઇમ્યુન સિસ્ટમ સારી થાય અને કોરોનાનો કોબ્રા તેમને કરડી ન શકે.
અલ્ટરનેટ થેરાપીઝની પોતાની ખૂબીઓ અને પોતાની મર્યાદાઓ છે તેમ તે પ્રિવેન્ટીવની સાથોસાથ ક્યોરની બાબતમાંય સારું કામ કરે છે. દુનિયાભરમાં એકબાજુ કોવિડ-૧૯ મટાડવા મેલેરિયા, મર્સ, એઇડ્સ, ઇબોલાની દવાના પ્રયોગ થાય છે, પ્લાઝમા થેરોપી અજમાવાય છે એ વેળાએ એ પણ નોંધવું ઘટે કે ચીને પુરાતન, રૂઢિગત ચાઇનીઝ મેડિસીન થકી પણ હજારો કોવિડ-૧૯ગ્રસ્ત દરદીઓને તાજામાજાસાજા કરેલા છે.
હ્યુબેઈ પ્રાન્તમાં વેન્ગ નામનો એક જુવાનિયો બસ ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તે કોરોનાના ખાટલામાંથી ઊભો થઈને ફરી એ જ સહજતાથી ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો છે. તેને લાગે છે કે ચાઇનીઝ કંપની દ્વારા બનાવવામાં આવેલા યેલો-બ્રાઉન સૂપે તેનો જીવ બચાવ્યો. આ સૂપ એટલે ચીનના પરંપરાગત ચિકિત્સાશાસ્ત્રની જ એક દવા. ચીનમાં એલોપેથીની સાથોસાથ પરંપરિત ચિકિત્સા પદ્ધતિનો પૂરભર ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના શુભ મંગલ પરિણામ પણ જડયા છે.
ઔદ્યોગિક ક્રાંતિ બાદ અંગ્રેજોએ અને યુરોપિયન દેશોએ જ્યારે વિશ્વને ગુલામ બનાવ્યું ત્યારે તેના ઉત્પાદનો દુનિયાને વેચવા બીજા દેશોનું જે સારું હોય તેનેય નકારી દેતા. તેનો છેદ ઉડાડી દેતા, જેથી કોઈ કોમ્પીટશનનો સામનો ન કરવો પડે, જેથી રસ્તો ચોખ્ખોચણાક થઈ જાય. એટલે જ આજની તારીખે આયુર્વેદને અઠ્ઠેગઠ્ઠે બેટિંગ કરતો પૂછડિયો બેટ્સમેન અને એલોપેથીને ઇશુના ગિરિપ્રવચનોમાંથી ટપકતું અંતિમ સત્ય ગણનારાનો તોટો નથી. અંગ્રેજો પોતાની ચાલીકીથી વાકેફ હતા. તેઓ સાવ ભસ્માસુર તો નહોતા કે પોતાનો હાથ પોતાના જ માથે મૂકી દે. અંદરથી જાણતા હતા કે તેઓ શું કરી રહ્યા છે. એટલે જ આજે અમેરિકા, યુરોપમાં આયુર્વેદિક ફૂડ પાર્ક વધતા જાય છે. આયુર્વેદ તેમની જીવનશૈલીનો સાર્વભૌમ પ્રદેશ બનતો જાય છે. એટલે જ સાલ ૨૦૧૭માં લંડનમાં આયોજિત એક પ્રદર્શનમાં વેલકમ કલેક્શનમાં આયુર્વેદની પ્રાચીન હસ્તપ્રતો મૂકવામાં આવી હતી. તેના નિષ્ણાતોના સેશન ગોઠવી સવાલ-જવાબ દ્વારા તેના વિશેની સાદી સમજ મહેક સમ પ્રસારવામાં આવી હતી.
યુરોપ-અમેરિકામાં લેબ ટેસ્ટેડ ન હોય એ બધું જ ઊંટવૈદુ હોય એવું થોડું છે? એટલે જ ચીનને પ્રાચીન જ્ઞાાનને પસ્તી ગણી કાઢવાની કુટેવ પડી નથી. કોવિડ-૧૯ના જંગમાં દુનિયા આખીમાં વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિના પ્રયોગો ન કરવાનું કહેવામાં આવી રહ્યું છે તેવા સમયે ચીને બેય મોરચા ખુલ્લા રાખ્યા. એ જ રહસ્ય છે કે પહેલો વિક્ટિમ હોવા છતાં ચીનમાં અમેરિકા, ઇટલી, સ્પેન જેટલાં મરણ નથી થયાં. શામાટે કોવિડ-૧૯નો ઇલાજ આયુર્વેદથી ન થઈ શકે. જેમ એલોપેથિક વિજ્ઞાાની રીસર્ચ કરે એમ આયુર્વેદિક વિજ્ઞાાનીઓને પણ સંશોધન માટે પ્રોત્સાહન આપવું જોઈએ. શા માટે આયુર્વેદ, જગતની તમામ ચિકિત્સાપદ્ધતિઓ. સંભવ છે કે કાલે સવારે એમાંથી કોઈ સારી દવા, કોઈ અક્સીર ઉપચાર પદ્ધતિ મળી આવે. આયુર્વેદને ઘરગુથ્થુ ઉપચાર પૂરતી સીમિત કરી કેપિટલિસ્ટિક એલોપેથિક માયાજાળમાંથી આપણે બહાર નીકળવું જોઈએ.
જાન્યુઆરીમાં હ્યુબેઈ પ્રાન્તમાં કોવિડ-૧૯ વ્યાપકપણે ફેલાવા લાગતા ચીનના આરોગ્ય મંત્રાલયે તેની વેબસાઇટ પર ટીસીએમ(ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસીન)ની જુદી-જુદી ઉપચાર પદ્ધતિની યાદી મૂકી. ૫,૦૦૦ ટીસીએમ વિશેષજ્ઞાોને દરદીઓની સારવાર માટે કામે લગાડયા. આ રહસ્ય છે પહેલો પીડિત હોવા છતાં ચીનમાં ઓછા મોત થવાનું. નહીં તો સામાન્ય રીતે એવું થાય કે પહેલો શિકાર વધારે પીડાય, બીજો તેનાથી અનુભવમાંથી શીખે ને ત્રીજો પહેલા-બીજાના અનુભવમાંથી શીખીને સૌથી ઓછો પીડાય. અહીં ઊંધું થયું. અત્યારે દુનિયાની સ્થિતિ છે તેની તુલનાએ ચીનની સ્થિતિ સાવ સામાન્ય કહેવાય. શા માટે? જવાબ છે ટીસીએમ.
ચાઇનાની એક મહિલા અધિકારીએ ધ ઇકોનોમિસ્ટ પત્રિકા સાથેની વાતચીતમાં ફોડ પાડયો કે, ચીનમાં ૯૦ ટકા સારવાર ટીસીએમની મદદથી કરવામાં આવી છે. અને જેટલા દરદીઓ પર પરંપરાગત ચાઇનીઝ ચિકિત્સાનો પ્રયોગ થયો તેમાંથી ૯૦ ટકા સાજા થયા છે. ચીને કમ્બોડિયા, ઇરાક અને ઇટલીમાં તેના તબીબો મોકલ્યા છે. આ દેશોને પોતાની પરંપરાગત દવાઓ ડોનેટ કરી છે. અંગ્રેજોએ જેવી રીતે ચીનને મફતમાં અફીણ આપ્યું હતું એવી રીતે!? ભવિષ્યમાં તે ટીસીએમનું વર્લ્ડ માર્કેટ ઊભું કરવાની કોશિશ કરશે. દસે દિશામાંથી યુઆન ઉસેડશે. જે એલોપેથીના દુકાનદારોને નહીં ગમે. એટલે જ અમેરિકા અને બીજા ઘણા દેશો આટલા માણસો મરી રહ્યા હોવા છતાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિની શરણમાં જવાનો ઇનકાર કરી રહ્યા છે. તેઓ એલોપેથીના મહાકાય બિઝનેસને વેન્ટિલેટર પર લાવી દેવાની આલ્પ્સ કે એન્ડીઝ બ્લન્ડર કરવા માગતા નથી. (ક્રમશઃ)
આજની નવી જોક
છગન ગેલેરીમાં ઠેકડા મારતો હતો.
મગને તેને જોયો, પણ કશું પૂછ્યું નહીં.
છગન (એ જોઈને મગનને)ઃ તમે વોટ્સએપ પર જોક વાંચી લીધી લાગે છે.
મગનઃ મેં મીણબત્તીઓ પણ નહોતી સળગાવી.
છગનઃ હેં!?