દ.ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘ મહેર : વઘઈમાં 5, વ્યારામાં 4 ઈંચ
- વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતો કામમાં જોતરાયા
- મધુબન ડેમમાં પાણીની આવક ઘટતા 16 હજાર ક્યુસેક પાણી છોડાયું
નવસારી,વાંસદા,તા.26 જુલાઈ 2019, શુક્રવાર
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની મહેર જોવા મળી હતી. વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતો ખેતીકામમાં જોતરાઈ ગયા છે. ડાંગ જિલ્લાનાં વઘઈમાં સૌથી વધુ પ ઈંચ, તો તાપી જિલ્લાના વ્યારામાં ૪ ઇંચ વરસાદ પડયો હતો.
ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહેતા ડાંગી ખેડૂતો ડાંગર સહિત નાગલીનાં પાકોની રોપણીમાં હોંશે હોંશે જોતરાયા છે. અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીઓ બંને કાંઠે થઈ વહેતી જોવા મળી હતી. ગુરુવારે રાત્રીનાં શિવારીમાળ નજીક વિજતાર ઉપર વૃક્ષ ધરાશયી થતાં બેથી ત્રણ ગામડાઓની વીજળી ડૂલ થઈ ગઈ હતી. શુક્રવારે સાપુતારા વીજ કંપનીનાં સ્ટાફે યુદ્ધનાં ધોરણે મરામતની કામગીરી કરતા વીજ લાઈન પૂર્વવત થઈ હતી. ગુરૂવારે સાંજે ૬ વાગ્યાથી શુક્રવારે સાંજે ૪ વાગ્યા સુધીનાં રર કલાકમાં સૌથી વધુ વઘઈમાં ૪.૯૬ ઈંચ વરસાદ નોંધાયો હતો.
નવસારી જિલ્લામાં શુક્રવારે બીજા દિવસે વરસાદનું જોર ધીમું પડયું હતું. સાંજે ૪ઃ૦૦ વાગ્યા સુધીનાં ર૪ કલાકમાં જિલ્લામાં સરેરાશ ૧.૩ ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વાંસદામાં ર.ર. ઈંચ વરસાદ પડયો હતો. ચાલુ વર્ષે મોસમનો અત્યાર સુધીમાં સરેરાશ ૩૩ ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ખેરગામમાં ૪૬ ઈંચ અને સૌથી ઓછો જલાલપોરમાં રપ.પ ઈંચ વરસાદ નોંધાયો છે.
તાપી જિલ્લામાં શુક્રવારે પણ નિઝર અને કુકરમુંડા તાલુકાને બાદ કરતા સર્વત્ર વરસાદ નોંધાયો હતો. વ્યારાના બેડકુવા નજીક ગામે પવનમાં રમેશભાઇ ગામીતના કાચા ઘર પર વૃક્ષ પડયું હતું. જેથી વીજપોલ પણ વળી ગયો હતો.
વલસાડ જિલ્લામાં હળવો વરસાદ પડયો હતો. મધુબન ડેમમાં પાણીની આવક ઘટીને ૨૧ હજાર ક્યુસેક થઇ હતી. તેની સામે ડેમ સત્તાવાળાઓએ ૧૬ હજાર ક્યુસેક પાણી છોડયું હતું.
દક્ષિણ ગુજરાતનો વરસાદ
વઘઈ |
૫.૦ ઈંચ |
સુબીર |
૩.૫ ઈંચ |
આહવા |
૨.૭ ઈંચ |
સાપુતારા |
૧.૩ ઈંચ |
વાંસદા |
૨.૨ ઈંચ |
ખેરગામ |
૧.૫ ઈંચ |
ગણદેવી |
૧.પ ઈંચ |
નવસારી |
૧.૦ ઈંચ |
જલાલપોર |
૦.૫ ઈંચ |
વલસાડ |
૧.૪ ઈંચ |
ધરમપુર |
૦.૭ ઈંચ |
કપરાડા |
૦.૭ ઈંચ |
પારડી |
૦.૫ ઈંચ |
દાદરા |
૨.૦ ઈંચ |
દમણ |
૦.૫ ઈંચ |
વ્યારા |
૪.૦ ઇચ |
સોનગઢ |
૨.૬ ઇઁચ |
ઉચ્છલ |
૨.૬ ઇંચ |
વાલોડ |
૨.૫ ઇંચ |
ડોલવણ |
૧.૦ ઇઁચ |