Get The App

ઝુબિન ગર્ગ ડેથ મિસ્ટ્રી: આયોજક-મેનેજર સહિત આઠ લોકોને સમન્સ, ગુવાહાટી હાજર થવા આદેશ

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
Zubeen Garg death case

Zubeen Garg Death Mystery : 'યા અલી' અને 'દિલ તું હી બતા' જેવા પોપ્યુલર ગીતના સિંગર ઝુબિન ગર્ગની મોત મામલે રહસ્ય ઘેરાતું જાય છે. સિંગાપોરમાં ડૂબવાના કારણે નિધન બાદથી જ આ મામલે તપાસની માંગ કરવામાં આવી રહી હતી. જે બાદ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ તપાસના આદેશ આપ્યા હતા. જે બાદ ઝુબિન ગર્ગના મેનેજર સિદ્ધાર્થ શર્મા અને નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલના આયોજક શ્યામકાનું મહંતા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી. હવે બંને વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવ્યા છે. 

આસામના મુખ્યમંત્રીએ કહ્યું છે, કે આ બંને દેશથી ભાગી ન જાય તે માટે નોટિસ જાહેર કર્યા છે. તેમના બૅન્ક ખાતા પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. અમે આસામને નેપાળ નહીં બનવા દઈએ. સિદ્ધાર્થ અને શ્યામકાનુએ ગુવાહાટી આવી નિવેદન નોંધાવવું પડશે. જો તેઓ ગુવાહાટી નહીં આવે તો તપાસ હજુ તેજ કરીશું. 

કુલ 8 લોકોને સમન્સ 

નોંધનીય છે કે આસામની CIDએ સિંગાપોર સ્થિત દેવજ્યોતિ હજારિકા, તન્મય ફુકન, ભાસ્કર દત્તા, વાજિદ એહમદ, સિદ્ધાર્થ બોરા, અભિમન્યુ તાલુકદાર, રૂપકમલ સાઇકિયા, પરિવેશ શર્માને પણ સમન્સ પાઠવવામા આવ્યા છે. તથા છઠ્ઠી ઓક્ટોબરે ગુવાહાટીમાં હાજર થવા આદેશ અપાયા છે. 

આ સિવાય આસામના મુખ્યમંત્રીએ એવી પણ જાહેરાત કરી છે કે જો આસામની પોલીસ આ મામલે તપાસ કરવામાં કાચી પડે તો તપાસ CBIને સોંપી દેવામાં આવશે. આ મામલે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રાલય સાથે પણ વાતચીત કરી છે.