VIDEO: ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર ચિચિયારીઓ, ઝિપલાઇન તૂટી જતાં 30 ફૂટ નીચે પડી બાળકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Zipline broke in Manali: ઉનાળાની ગરમીમાં લોકો મોટાભાગે ઉત્તર ભારતના કુલુ, મનાલી, શિમલા જેવા સ્થળોએ પ્રવાસ કરતાં હોય છે. તાજેતરમાં જ નાગપુરનો એક પરિવાર મનાલી ફરવા ગયો હતો, જ્યાં ઝિપલાઈનિંગ દરમિયાન તેમની પુત્રી સાથે દુખદ ઘટના બની છે. હકીકતમાં ઝિપલાઈનિંગ દરમિયાન કેબલ તૂટી પડતાં મનાલી ફરવા ગયેલા પરિવારની પુત્રી 30 ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ હતી. જેથી તેના પગે ફ્રેક્ચર થયું હતું.
આ પણ વાંચો : BIG BREAKING: પૂણેમાં બ્રિજ ધરાશાયી થતાં 10થી 15 લોકો નદીમાં તણાયા હોવાની આશંકા
પરિવારે લગાવ્યો અવ્યવસ્થાનો આરોપ
નાગપુરના રહેવાસી પ્રફુલ્લ બિજવે તેમની પત્ની અને પુત્રી ત્રિશા સાથે મનાલી ગયા હતા. જ્યાં ઝિપલાઈન દરમિયાન કેબલ તૂટી જતાં તે 30 ફૂટ ઊંડા ખાડામાં પટકાઈ હતી, જેથી તેના પગે ફ્રેક્ચર થયું હતું. પરિવારે આરોપ લગાવ્યો છે કે, ઝિપલાઈનિંગ સાઈટ પર સુરક્ષા વ્યવસ્થા પુરતા પ્રમાણમાં નહોતી અને દુર્ઘટના બાદ પણ કોઈ પ્રકારની સુવિધા નહોતી મળી. ઘટના બાદ ત્રિશાને પ્રાથમિક સારવાર માટે પહેલા મનાલીમાં લઈ જવામાં આવી હતી અને એ પછી ચંડીગઢમાં સારવાર આપવામાં આવી હતી.
આ પણ વાંચો : VIDEO : કેદારનાથમાં વરસાદી આફત, યાત્રા સ્થગિત થતાં ભક્તોને સુરક્ષિત સ્થળે રોકાવવા અપીલ
હાલમાં જ થઈ સર્જરી
ત્રિશાના પિતાએ જણાવ્યું કે, મારી પુત્રીની હાલત સ્થિર છે. જો કે, ત્રિશાને ઘણાં ફ્રેક્ચર છે. તેની સર્જરી ચાલી રહી છે. તે નાગપુર વેકેશન ગાળવા માટે આવી હતી.








