India

પુતિન પછી ઝેલેંસ્કીને બોલાવવાની ભારતની યોજના

By GS TEAM
8 Dec 20252 mins read
પુતિન પછી ઝેલેંસ્કીને બોલાવવાની ભારતની યોજના


નવી દિલ્હી, તા. ૧૨

રશિયાનાં પ્રમુખ વ્લાદિમીર પુતીનની સફળ દિલ્હી યાત્રા પછી ભારત હવે યુક્રેનનાં પ્રમુખ ઝેલેંસ્કીને દિલ્હીમાં બોલાવવાની યોજના પર કાર્ય કરી રહ્યું છે. નિષ્ણાતો આ યોજનાને ભારતની વિદેશ નીતિનું બેલેન્સિંગ એક્ટ ગણાવી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જાન્યુઆરી, ૨૦૨૬માં ઝેલેંસ્કી ભારત આવે તેવી શક્યતા છે. જો કે તેમની યાત્રાની તારીખ નક્કી કરવામાં આવી નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર ભારત છેલ્લા કેટલાક સપ્તાહથી યુક્રેનના પ્રમુખના કાર્યાલયનાં સંપર્કમાં છે. ભારતના આ પ્રયત્નો પ્રમુખ પુતિનની નવી દિલ્હી યાત્રા પહેલાથી ચાલુ છે.

આ અંગે ભારત અને યુક્રેન અધિકારીઓની વચ્ચે કેટલાક સપ્તાહથી વાતચીત ચાલી રહી છે. ઝેલેંસ્કીની યાત્રાથી ભારતને રશિયા-યુક્રેન યુદ્ધના બંને પક્ષો સાથે જોડાયેલા રહેવાના પ્રયત્નોને બળ મળશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી જુલાઇ ૨૦૨૪માં મોસ્કો ગયા હતાં અને ત્યારબાદ એક જ મહિના પછી ઓગસ્ટમાં યુક્રેન ગયા હતાં.

યુક્રેનના પ્રમુખ ઝેલેંસ્કીના પ્રસ્તાવિત યાત્રાનો સમય અનેક વાતો પર નિર્ભર કરશે. જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજના કેવી રીતે આગળ વધે છે તેના પર છે.

યુક્રેનના પ્રમુખ ઝેલેંસ્કી અત્યાર સુધી વર્ષ ૧૯૯૨,૨૦૦૨ અને ૨૦૧૨ એમ ત્રણ વખત ભારત આવ્યા છે. મોદીએ ઝેલેંસ્કી સાથે ઓછામાં ઓછી વખત આઠ વખત ફોન પર વાત કરી છે. બંને નેતા અલગ અલગ પ્લેટફોર્મ પર એકબીજાને ચાર વખત મળ્યા છે.

ઓગસ્ટ, ૨૦૨૪માં યુક્રેનની યાત્રા દરમિયાન મોદીએ ઝેલેંસ્કીને જણાવ્યું હતું કે અમે શાંતિના પક્ષમા છીએ. અમે બુદ્ધ અને ગાંધીની ધરતી પરથી શાંતિનો સંદેશ લઇને આવ્યા છે.