India

Viral: રીલનો શોખ ભારે પડ્યો! ધસમસતા પ્રવાહમાં તણાયો 22 વર્ષનો યુટ્યુબર, કેમેરામાં કેદ થયા ખૌફનાક દ્રશ્યો

By GS TEAM
25 Aug 20252 mins read
TukuTouch Logo
એક 22 વર્ષના યુટ્યુબરને રીલ બનાવવાનો શોખ ભારે પડી ગયો. ઝરણા પર એક વીડિયો શૂટ કરતી વખતે અચાનક પાણીનો પ્રવાહ આવતા એક જ ઝટકામાં યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો. આ કાળજુ કંપાવનારી ઘટના ઓડિશાના કોરાપુટ જિલ્લાના ડુડુમા ઝરણા પર બની હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ હતી, જેનો વીડિયો હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Viral: રીલનો શોખ ભારે પડ્યો! ધસમસતા પ્રવાહમાં તણાયો 22 વર્ષનો યુટ્યુબર, કેમેરામાં કેદ થયા ખૌફનાક દ્રશ્યો

Image Source: Twitter

Duduma Waterfall: એક 22 વર્ષના યુટ્યુબરને રીલ બનાવવાનો શોખ ભારે પડી ગયો. ઝરણા પર એક વીડિયો શૂટ કરતી વખતે અચાનક પાણીનો પ્રવાહ આવતા એક જ ઝટકામાં યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો. આ કાળજુ કંપાવનારી ઘટના ઓડિશાના કોરાપુટ જિલ્લાના ડુડુમા ઝરણા પર બની હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ હતી, જેનો વીડિયો હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ધસમસતા પ્રવાહમાં તણાયો 22 વર્ષનો યુટ્યુબર

ગંજામ જિલ્લાના બહેરામપુરનો રહેવાસી યુટ્યુબર સાગર ટુડુ તેના મિત્ર સાથે તેની ચેનલ માટે દુદુમા ઝરણા પર એક વીડિઓ બનાવી રહ્યો હતો. બંને ડ્રોન કેમેરાથી સુંદર દ્રશ્યો કેદ કરી રહ્યા હતા. આ દરમિયાન સાગર એક મોટા પથ્થર પર ઊભો રહીને વીડિઓ શૂટ કરવા લાગ્યો. તે જ સમયે મચાકુંડા ડેમમાંથી અચાનક પાણી છોડવાને કારણે ઝરણામાં પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો અને યુવક તેમાં તણાઈ ગયો. 


વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, પ્રવાહ એટલો ઝડપી હતો કે યુટ્યુબરને પોતાને સંભાળવાની તક જ ન મળી અને તે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો. આ દરમિયાન તેનો મિત્ર અને ત્યાં હાજર અન્ય લોકો તેને બચાવવા માટે બૂમો પાડતા રહ્યા, પરંતુ પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે કોઈ તેની નજીક જવાની હિંમત ન કરી શક્યું.

વીડિયો વાયુ વેગે વાયરલ

@viprabuddhi X હેન્ડલથી આ વીડિયો શેર કરીને યુઝરે જણાવ્યું કે, વીડિયો શૂટ કરતી વખતે 22 વર્ષનો યુટ્યુબર કોરાપુટના દુદુમા ઝરણામાં તણાઈ ગયો. આ વીડિયો વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે, તેના પર નેટિજન્સ ભાત-ભાતની કોમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો: સ્કૂલો-એરપોર્ટ બંધ, 5 લાખ લોકોને અસર: વિયેતનામમાં કાજિકી વાવાઝોડાની દહેશત

 રેસ્ક્યુ ઓપરેશન ચાલુ 

બીજી તરફ દુર્ઘટનાની સૂચના મળતા જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ. હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. યુટ્યુબરનો હજુ સુધી કોઈ સુરાગ નથી મળ્યો.