Get The App

કારના કલરની પસંદગી પરથી જાણી શકાય છે તમારી બૌદ્ધિક ક્ષમતા, સંશોધનના રિપોર્ટમાં દાવો

સફેદ કલર પસંદ કરવાવાળા લોકોનો આઈક્યુ લેવલ લગભગ 95.71 સ્કોર જોવા મળ્યો હતો

Updated: Mar 26th, 2023

GS TEAM

Google News
Google News
કારના કલરની પસંદગી પરથી જાણી શકાય છે તમારી બૌદ્ધિક ક્ષમતા, સંશોધનના રિપોર્ટમાં દાવો 1 - image

Image Envato

તા, 26 માર્ચ 2023, રવિવાર

તમને સાંભળીને નવાઈ લાગશે પરંતુ દરેક કલર સાથે કોઈને કોઈ રહસ્ય જોડાયેલુ હોય છે. આ સાથે કારના કલર પસંદગી પર કરવામા આવેલા એક સંશોધનમાં એક નવું  જ સત્ય બહાર આવ્યુ છે. તમે ક્યારેય વિચાર્યુ છે કાર તમારી બૌદ્ધિક ક્ષમતા વિશે બતાવે છે. તમે અત્યાર સુધી આ વાતને નજર અંદાજ કરી હશે પરંતુ આ સંશોધનમાં બહાર આવેલી વિગતો તમારે જાણવી મહત્વની છે. 

તાજેતરમાં એક સંશોધન થયું હતું જેમા આ વાત સામે આવી છે. કે કારનો કલર પસંદગી એ તેના માલિકના બૌદ્ધિક ક્ષમતા વિશે માહિતી આપે છે. આ સંશોધનના આધારે કોઈ એક ખાસ કલરના વાહન માલિક વધારે બુદ્ધિમાન  હોય છે. 

સફેદ કલર પસંદ કરવાવાળા લોકોનો આઈક્યુ લેવલ લગભગ 95.71  સ્કોર જોવા મળ્યો હતો

આ બાબતે યુકેમા એક સંશોધન થયુ હતુ જેમા કારના કલર એ બતાવે છે કે તમે કેટલા બુદ્ધિશાળી છો. આ સંશોધનમાં અલગ અલગ રંગના વાહનોના માલિકોનો  આઈક્યુ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ સંશોધનમાં જોવા મળ્યુ કે સફેદ કલર પસંદ કરવાવાળા લોકોનો આઈક્યુ લેવલ લગભગ 95.71  સ્કોર જોવા મળ્યો હતો. જે સૌથી વધારે હતો. અને લીલા રંગની કારના માલિકના આઈક્યુ સૌથી ઓછો જોવા મળ્યો હતો. જે 88.43ના સ્કોર પર જોવા મળ્યો હતો. આ સંશોધનના મળેલા જુદા-જુદા કલરની કારનો કલર પસંદ કરવાવાળા લોકોની બૌદ્ધિક ક્ષમતા કેટલી છે. 

ક્મ કલર IQ લેવલ

1 સફેદ  95.71

2 ગ્રે          94.97

3 લાલ          94.88

4 બ્લુ         93.60

5 બ્લેક 92.83

6 સિલવર 92.67

7 ગ્રીન 88.43