Get The App

બહેન સાથે જ રિલેશનશિપ ઈચ્છતા યુવકે બોયફ્રેન્ડની કરી ક્રૂર હત્યા, ફ્રિજરમાં લાશ છુપાવી

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
બહેન સાથે જ રિલેશનશિપ ઈચ્છતા યુવકે બોયફ્રેન્ડની કરી ક્રૂર હત્યા, ફ્રિજરમાં લાશ છુપાવી 1 - image


Image Source: Twitter

Tripura Murder Case: ત્રિપુરામાં લવ ટ્રાએંગલના કારણે 26 વર્ષના યુવકની કથિત રીતે હત્યા કરી દેવામાં આવી છે અને તેના મૃતદેહને આઈસ્ક્રીમ ફ્રિજરમાં છુપાવી દેવામાં આવ્યો હતો. પોલીસે બુધવારે આ જાણકારી આપી. આ હત્યાકાંડ મામલે મુખ્ય આરોપી તરીકે યુવતીના પિતરાઈ ભાઈની ધરપકડ કરી લેવામાં આવી હતી, જે યુવતીને પ્રેમ કરતો હતો અને તેથી તેણે તેના બોયફ્રેન્ડની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. 

પશ્ચિમ ત્રિપુરાના એસપી કિરણ કુમારે જણાવ્યું કે, મૃતક યુવક 20 વર્ષની યુવતી સાથે રિલેશનશિપમાં હતો. બીજી તરફ આ જ યુવતીનો એક પિતરાઈ ભાઈ પણ તેને પ્રેમ કરતો હતો અને તેની સાથે રિલેશનશિપમાં રહેવા ઈચ્છતો હતો. તાજેતરમાં જ કપલ વચ્ચે ઝઘડો થયો હતો અને તેઓ વાતચીત નહોતા કરતા. આ વાતનો ફાયદો ઉઠાવીને આરોપીએ હત્યાનું કાવતરું ઘડ્યું. 


આરોપી યુવકે બાંગ્લાદેશથી MBBS કર્યું છે, તેણે 8 જૂનના રોજ પોતાના એક સબંધીના ઘરે (દક્ષિણ ઈન્દિરાનગર, પશ્ચિમ ત્રિપુરા) મૃતક યુવકને બોલાવ્યો હતો. ત્યાં હાજર અન્ય ત્રણ લોકો સાથે મળીને યુવકનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. 

બહેન સાથે જ રિલેશનશિપ ઈચ્છતા યુવકે બોયફ્રેન્ડની હત્યા કરી

ત્યારબાદ મૃતદેહને એક ટ્રોલી બેગમાં ભરી દીધો. આગલા દિવસે આરોપીએ પોતાના માતા-પિતાને ફોન કરીને અગરતલા બોલાવ્યા અને તેમને કહ્યું કે, તમે આ ટ્રોલી બેગ પોતાની સાથે ગંડાચેરા લઈ જાઓ. એસ.પીએ જણાવ્યું કે, આરોપીના માતા-પિતા કાર દ્વારા અગરતલા આવ્યા અને ટ્રોલી બેગ ગંડાચેરા લઈ ગયા. ત્યાં તેમણે પોતાની દુકાનના આઈસ્ક્રીમ ફ્રિજરમાં મૃતદેહને છુપાવી દીધો. 

આ પણ વાંચો: ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીમાં 24 સ્થળોએ ED ના દરોડા, 27 કરોડનો મની-લોન્ડરિંગ કેસ

પોલીસે જણાવ્યું કે, આરોપી યુવતીનો ફાયદો ઉઠાવવા માગતો હતો, જેણે તાજેતરમાં જ પોતાના પિતાને ગુમાવ્યા હતા. આરોપી જાણતો હતો કે, જ્યાં સુધી યુવતીનો પ્રેમી જીવિત છે ત્યાં સુધી તે પોતાના ઈરાદામાં સફળ નહીં થઈ શકે. તેથી તેણે પ્રેમીની હત્યાનું કાવતરું ઘડ્યું. આરોપી ઘણીવાર છોકરીના ઘરે (બાંકુમારી, પૂર્વ અગરતલા પોલીસ સ્ટેશન વિસ્તાર) આવતો હતો.

આરોપીના માતા-પિતા સહિત 6 લોકોની ધરપકડ

પીડિત પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી અને સૌથી પહેલા આરોપી પિતરાઈ ભાઈની ધરપકડ કરી. એસપીએ જણાવ્યું કે, 'તેની કબૂલાતના આધારે બુધવારે આઈસ્ક્રીમ ફ્રીઝરમાંથી લાશ મળી આવી હતી. પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.' પોલીસે આરોપીના માતા-પિતા સહિત કુલ 6 લોકોની ધરપકડ કરી છે.

Tags :