ત્રણ દિવસમાં 60 ફોન-મેસેજથી ત્રાસીને યુવકે ઈન્ટરવ્યુ છોડયો
સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ
મોટી કંપનીમાં કામ કરવાના બહાને યુવક પર ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાના અહેવાલ
રેડિટ પર એક પોસ્ટમાં યુઝરે જણાવ્યું કે, દુનિયાની સૌથી મોટી કંપનીમાંથી નોકરીની ઓફર જોઈને તે ખુશ થઈ ગયો હતો. પરંતુ, ત્રણ દિવસની અંદર જ તેને કંપની તરફથી મહિલા દ્વારા ૪ ઈમેઈલ, ૧૫ ફોન કોલ અને ૪૫ વખત ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવ્યા હતા.
આ દરમિયાન યુવકે ત્રણ વખત ફોન પર વાત કરી હતી. બધા જરૂરી ઈમેઈલનું આદાન-પ્રદાન કર્યું હતું. છતાં તેણીએ સંપર્ક કરવાનું બંધ કર્યું નહતું. એક વખત તે કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. તે વખતે તેને સતત ફોન કરવામાં આવ્યા હતા.
આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ૧૫ ફોન કોલ અને ૪૫ ટેક્સ્ટ મેસેજને અસામાન્ય વર્તણૂક કહી છે. અન્યએ મજાકમાં કહ્યું કે, આ મહિલાએ ટેલિમાર્કેટર બનવા જોઈતું હતું. અન્યએ કહ્યું કે, આ સાયબર ગઠિયા પણ હોઈ શકે.