ભારતમાં થવા જઈ રહી છે WWE ઈવેન્ટ, જાણો કયા-કયા સુપરસ્ટાર દમ દેખાડશે, કેવી રીતે મેળવશો ટિકિટ?
ઈવેન્ટમાં ધ ગ્રેટ ખલીની પણ થઈ શકે છે એન્ટ્રી
આ ઈવેન્ટ આગામી 8 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદમાં યોજાશે
Image WWE |
તા. 24 ઓગસ્ટ 2023, ગુરુવાર
ભારતમાં લગભગ 7 વર્ષ બાદ WWE ની લાઈવ ઈવેન્ટ થવાની છે. જેમા લગભગ 25 થી વધારે સુપરસ્ટાર્સ ભાગ લેવાના છે. તેમજ આ દરેક મેચ હૈદરાબાદમાં આગામી 8 સપ્ટેમ્બરમાં યોજાવાની છે. આવો જાણીએ આ ઈવેન્ટની ટિકિટ ક્યાથી બુક કરવાની છે.
આ ઈવેન્ટ આગામી 8 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદમાં યોજાશે
WWE ની સૌથી વધુ ઈવેન્ટ અમેરિકામાં યોજાય છે. જેના કારણે કેટલાક ભારતીય ફેન્સનો WWE લાઈવ દેખવાનું સ્વપ્ન જ રહી જતુ હોય છે. પરંતુ હવે WWE ફેન્સ ખુશખબરી આવી રહી છે. ખરેખર હવે WWE ની લાઈવ ઈવેન્ટ ભારતમાં થવા જઈ રહી છે. આ 8 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદમાં થવાની છે.
રમત ગમત અને યુવા સેવા મંત્રી ડો. વી શ્રીનિવાસ ગૌડની સાથે સાથે એડવાંસમેન્ટ, પ્રવાસન અને કલ્ચરલ વિભાગના પ્રમુખ સચિવ શૈલજા રામૈયાર, અગ્ર સચિવ, પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગ અને ડૉ. અંજનેયા ગૌડ, પ્રમુખ, તેલંગાણા સ્ટેટ સ્પોર્ટ્સ ઓથોરિટીએ રવિવારે કાર્યક્રમનું પોસ્ટર બહાર પાડ્યું.
મિનિસ્ટ્રીએ આ બાબતે જણાવતા કહ્યુ હતું કે, આ ઈવેન્ટ અમારા દેશમાં બીજી વાર આયોજીત થઈ રહી છે. આ ઈવેન્ટમાં કુલ 28 WWE સુપર સ્ટાર ભાગ લેવાના છે
ભારતમાં આવનારા સુપરસ્ટાર્સના લિસ્ટમાં વર્તમાન વર્લ્ડ હેવીવેટ ચેમ્પિયન સેથ 'ફ્રિકિન' રોલિન્સ, મહિલા વર્લ્ડ ચેમ્પિયન રિયા રિપ્લે, WWE ટેગ ટીમ ચેમ્પિયન્સ સેમી ઝેન અને કેવિન ઓવેન્સનો સમાવેશ થાય છે. આ સાથે અન્ય પસંદગીના કુસ્તીબાજો જેમ કે જિન્દર મહલ, ડ્રુ મેકઇન્ટાયર, બેકી લિંચ, નતાલ્યા, મેટ રિડલ, લુડવિગ કૈસર તેમજ બીજા કેટલાક આ કાર્યક્રમ માટે હૈદરાબાદમાં આવશે.
આ ઈવેન્ટમાં ધ ગ્રેટ ખલીની પણ થઈ શકે છે એન્ટ્રી
તમને જણાવી દઈએ કે આ ઈવેન્ટમાં ધ ગ્રેટ ખલીની પણ એન્ટ્રી થઈ શકે છે. તેનો ખુલાસો મહિલા WWE સુપરસ્ટાર્સ નટાલ્યાએ કર્યો છે. નટાલ્યાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને આશા છે કે ગ્રેટ ખલી આ ઈવેન્ટમાં જરુર એન્ટ્રી કરશે. વધુમાં વાત કરતા કહ્યું હતું કે ખલી મારી સારી મિત્ર છે.
આ પ્રમાણે છે ટિકિટના ભાવ
આ સાથે તમને જણાવી દઈએ કે આ ઈવેન્ટની ટિકિટ માટે બુક માય શો માં જવાનુ રહેશે. તેના માટે તમારે ઓનલાઈન જ ટિકિટ બુક કરાવવાની રહેશે. જેમાં આગળની સીટો માટેની કિંમત 15000 રુપિયા છે, મિડલની સીટની કિંમત 12000 રુપિયા છે, તેમજ બોટમ સીટની કિંમત 7500 અને બેકસીટની કિંમત 5000 રુપિયા છે.