India

QS World University Ranking 2026: દુનિયાની ટોપ યુનિવર્સિટીઓમાં ભારતની 50, IIT દિલ્હીની મોટી છલાંગ

By GS TEAM
19 Jun 20252 mins read
TukuTouch Logo
QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026 ની યાદી જાહેર કરવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે લગભગ 50% ભારતીય યુનિવર્સિટીઓના રેન્કિંગમાં સુધારો થયો છે, જેમાં ભારતમાં IIT દિલ્હી ટોચ પર છે. વૈશ્વિક સ્તરે, મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) એ આ વર્ષે 14મી વખત 'વર્લ્ડ બેસ્ટ યુનિવર્સિટી'નું સ્થાન જાળવી રાખ્યું છે. આ વર્ષે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી (IIT દિલ્હી) આ યાદીમાં 123મા સ્થાને છે, વર્ષ 2025 માં તેનું સ્થાન 150મુ હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

QS World University Ranking 2026: દુનિયાની ટોપ યુનિવર્સિટીઓમાં ભારતની 50, IIT દિલ્હીની મોટી છલાંગ
 (IIT Delhi website)

QS World University Ranking 2026: QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026 ની યાદી જાહેર કરવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે લગભગ 50% ભારતીય યુનિવર્સિટીઓના રેન્કિંગમાં સુધારો થયો છે, જેમાં ભારતમાં IIT દિલ્હી ટોચ પર છે. વૈશ્વિક સ્તરે, મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) એ આ વર્ષે 14મી વખત 'વર્લ્ડ બેસ્ટ યુનિવર્સિટી'નું સ્થાન જાળવી રાખ્યું છે. આ વર્ષે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી (IIT દિલ્હી) આ યાદીમાં 123મા સ્થાને છે, વર્ષ 2025 માં તેનું સ્થાન 150મુ હતું. 

QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026 ભારતમાં IIT દિલ્હી ટોચ પર 

આઠ વર્ષમાં પહેલી વાર, IIT દિલ્હી QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026 માં IIT બોમ્બેને પાછળ છોડીને ટોચની યુનિવર્સિટી બની IIT બોમ્બે ગયા વર્ષે ભારતની ટોપ યુનિવર્સિટીમાં 118મા રેન્કિંગ સાથે પ્રથમ સ્થાને હતું. જે હવે 11 ક્રમ નીચે આવીને 129મુ સ્થાન ધરાવે છે. 

આ પણ વાંચો: મોડી રાતે પૂણેમાં ગમખ્વાર અકસ્માત, કાર ઊભી પીકઅપમાં ઘૂસી જતાં 8 લોકોના દર્દનાક મોત

રેન્કિંગ યાદીમાં ભારતની 8 સંસ્થાઓનો સમાવેશ

આ ત્રણ પછી, IIT ખડગપુર અને IISc બેંગ્લોરે ચોથું અને પાંચમું સ્થાન મેળવ્યું છે. દિલ્હી યુનિવર્સિટી (DU) એ પણ તેના રેન્કિંગમાં સુધારો કર્યો છે. તે હવે 328મા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે ગયા વર્ષે તે 407મા સ્થાને હતી. આ વર્ષે ભારતની 8 નવી યુનિવર્સિટીને રેન્કિંગમાં સામેલ કરવામાં આવી છે. જેના કારણે હવે ભારતની કુલ 54 યુનિવર્સિટી QS રેન્કિંગ લિસ્ટમાં સામેલ છે. આ રીતે, ભારત 54 યુનિવર્સિટી સાથે ચોથા સ્થાને છે, જે અમેરિકા (192), યુકે (90) અને ચીન (72) પછી આવે છે.