| Image FB Liam Hoekstra |
તા. 12 સપ્ટેમ્બર 2023, મંગળવાર
દુનિયાભરમાં એવા કેટલાય લોકો છે કે જેમા પોતાની ખાસ ક્વાલિટીઝ અને તેના કારનામાંના કારણે સતત ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક એવા બાળકની ચર્ચા ચાલી રહી છે, જેના કારનામા સાંભળીને તમારા પગ નીચેથી ધરતી સરકી જશે. વાસ્તવમાં જ્યારે આ બાળક 2 વર્ષનો હતો ત્યારે તેણે પોતાની નાની- નાની આંગળીથી લોખંડની એંગલને વાળી દીધી હતી. બાળકના આવા કેટલાય કારનામાને લઈને દુનિયા તેને મિની હલ્ક તરીકે ઓળખે છે.
આ બાળક એક ઝાટકે બરફની લાદીને તેની છાતી દ્વારા ટુકડે ટુકડા કરી નાખતો હતો
એવુ કહેવામાં આવે છે કે બોડી બનાવવી બાળકોના ખેલ નથી, પરંતુ મિશિગનના લિયામ હોકેસ્ટ્રા નામના આ બાળકે માત્ર 3 વર્ષની ઉંમરમા સિક્સ પેક બનાવીને લોકોને ચોંકાવી દીધા છે. આટલું જ નહી આ બાળક એક ઝાટકે બરફની લાદીને તેની છાતી દ્વારા ટુકડે ટુકડા કરી નાખે છે. અને આ કારણે આ બાળક આજે આ બાળક સોશિયલ મીડિયા પર મિની હલ્ક તરીકે છવાઈ ગયો છે.
આ બાળક માત્ર 6 મહિનામાં તે ઘરમાં દાદરા ચડીને ઉતરી શકતો હતો
એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2014માં તેણે વર્લ્ડસ સ્ટ્રોન્ગેસ્ટ ટોડલર નામની એક ડોક્યુમેંટ્રીમાં ભૂમિકા ભજવી હતી.જ્યા ડોક્ટરોએ કહ્યુ હતું કે તેને મેડિકલ મિસ્ટ્રીનો રોગ બતાવવામાં આવ્યો હતો. માહિતી પ્રમાણે તેની ઉંમર માત્ર 5 મહિનાની હતી ત્યારે તે ચાલતા શીખી ગયો હતો. તેમજ 6 મહિનામાં તે સીડી ચડીને ઉતરી શકતો હતો.
ડોક્ટરોના કહેવા પ્રમાણે આ બાળક માયોસ્ટેટિક નામના એક દુર્લભ જેનેટિક રોગનો શિકાર બન્યો છે
આ સાથે મહત્વની વાત તો એ છે કે તે 18 વર્ષની ઉંમરમાં ફર્નીચર ઉઠાવવામાં પણ સક્ષમ થઈ ગયો હતો. 1 વર્ષની ઉંમરમાં તે પુલ-અપ કરવામાં સમર્થ થઈ ગયો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે તેની બોડી પર સિક્સ પેક દેખાવા લાગ્યા હતા તેના કારણે થોડા સમય પછી તેને ઓળખવો પણ મુશ્કેલ બની ગયું હતું. ડોક્ટરોના કહેવા પ્રમાણે લિયામ માયોસ્ટેટિક નામના એક દુર્લભ જેનેટિક રોગનો શિકાર બન્યો છે. લિયામ હાલમાં 19 વર્ષનો છે, જે મુસ્કેગોન ચીફ્સની સ્કવર્ટ બી ટીમ માટે હોકી રમત રમી રહ્યો છે.


