2030 સુધી ભારતીય રેલવે 100% રિન્યુએબલ એનર્જી પર ચાલતું રેલવે નેટવર્ક બનશે, જાણો સરકારનો પ્લાન
નવી દિલ્હી, 16 માર્ચ 2021 મંગળવાર
રેલવે પ્રધાન પીયુષ ગોયલે આજે લોક સભામાં મોટી ઘોષણા કરી છે, તેમણે કહ્યું ભારતીય રેલવે 2030 સુધી દુનિયાની પહેલી એવી અને એટલી મોટી રેલવે તંત્ર બની જશે જે સો ટકા રિન્યયએબલ એનર્જી પર ચાલશે.
તેમણે સંસદમાં જણાવ્યું કે રેલવે ઇલેક્ટ્રિફિકેશન પર કામ ચાલી રહ્યું છે, પહેલા વર્ષે લગભગ 650 કિમી રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશનનું કામ થતું હતું, આ વર્ષે સરકાર લગભગ 5,500 થી 6,000 કિમી રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન કરવા જઇ રહી છે, ગયા વર્ષે કોરોનાનાં કારણે 4,000 કિમી રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશનનું કામ થયું. અને વર્ષ 2023 સુધી સમગ્ર દેશનાં રેલવે નેટવર્કનું ઇલેક્ટ્રિફિકેશન થઇ જશે.
રેલવે પ્રધાને જણાવ્યું કે સરકારે 1000 રેલવે સ્ટેશનો અને રેલવેની 400 ઇમારતો પર સોલાર પેનલ લગાવી છે, હાલ રેલવે પાસે જમીન છે, જો કે તેની સાચવવી પણ મુશ્કેલ કામ છે, તેના પર અતિક્રમણ થઇ રહ્યું છે, તેથી સરકારે આ યોજના બનાવી છે. વર્ષ 2030 સુધી ભારતીય રેલવે નેટવર્ક સો ટકા રિન્યુએબલ એનર્જી એટલે કે શુન્ય કાર્બન ઉત્સર્જક રેલવે નેટવર્ક બની જશે. અને પર્યાવરણની પણ સુરક્ષા થશે.