પગના ઓપરેશન માટે હોસ્પિટલ પહોંચી મહિલા, ડોક્ટરોની ભૂલના કારણે હાથ પણ કાપવો પડ્યો!
પટના, તા. 13 માર્ચ 2021, શનિવાર
બિહારના મુજફ્ફરપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પગના ઓપરેશન દરમિયાન ડોક્ટરોએ એક મહિલાને ખોટી જગ્યા પર સોય લગાવી દીધી. જેના કારણે હવે તેનો હાથ પણ કાપવો પડ્યો છે. આ ઘટના બિહારના બ્રહ્મપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલની છે. લગભગ 11 મહિના સુધી હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ આ મહિલા શુક્રવારે પોતાના ઘરે પહોંચી છે.
ત્યારબાદ તે વળતર મંગવા માટે પોતાના દિકરા સાથે ખાનગી હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં હોસ્પિટલના કર્મચારીઓએ તેમની સથે મારપીટ પણ કરી. આ દરમિયાન હોસ્પિટલમાં મોટો હોબાળો થયો. તો ઘટનાસ્તળે પહોંચેલી પોલીસને પણ મહિલાના પરિવારના લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે બંને પક્ષોને સમજાવીને મામલેને શાંત પાડ્યો છે.
પીડિતા મહિલા આભા રાયએ જણાવ્યું કે તે ત્રણ ફેબ્રુઆરી 2020ના રોજ પોતાના ઘરે પડી ગઇ હતી. જે દરમિયાન તેના પગમાં ફ્રેક્ચર થયું, ત્યારબાદ તેમના પરિવારે તેણીને બ્રહ્મપુરાના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરી. જ્યાં ડોક્ટરોએ તેના પગનું ઓપરેશન કરવાની વાત કરી.
ત્યારબાદ એવું કંઇક થયું કે તેનો હાથ પમ કાપવો પડ્યો. હોસ્પિટલ દ્વારા મહિલાને બાંયેધરી આપવામાં આવી હતી કે તેઓ તેને આર્ટફિશિયલ હાથ લગાવી આપશે. પરંતુ બાદમાં હોસ્પિટલનો સ્ટાફે તેમ કરવાની ના પાડી અને ઝગડો પણ કર્યો.