Get The App

મેટ્રોમાં પહોંચી ગઇ ફિલ્મ ભૂલભૂલૈયાની મંજુલિકા, ડરીને ભાગી ગયા યાત્રી,જુઓ વીડિયો

Updated: Jan 25th, 2023

GS TEAM


Google News
Google News
મેટ્રોમાં પહોંચી ગઇ ફિલ્મ ભૂલભૂલૈયાની મંજુલિકા, ડરીને ભાગી ગયા યાત્રી,જુઓ વીડિયો 1 - image


નવી દિલ્હી,તા. 25 જાન્યુઆરી 2023, બુધવાર

મેટ્રોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરી ભૂલ ભુલૈયા ફિલ્મની 'મંજુલિકા' ના ગેટઅપમાં આવીને લોકોને ડરાવી રહી છે. વીડિયોમાં લોકો આરામથી બેઠા છે અને અચાનક તેમની સામે એક છોકરી દેખાય છે જે ડરાવની લાગે છે. 

આ વીડિયોમાં જોઇ શકાય છે કે, કેટલાક લોકો વાસ્તવમાં પોતાની સીટ પરથી ઉભા થતા ગયા. આ વીડિયો નોઈડા મેટ્રોનો છે, પરંતુ તે ક્યાંનો છે તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. નોઈડા મેટ્રો રેલ કોર્પોરેશનના પ્રવક્તા નિશા વાધવને જણાવ્યું હતું કે, વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક મહિલા અને એક પુરૂષ પેસેન્જર ડરીને તે કોચમાંથી ભાગી જાય છે, ત્યારબાદ ડરાવી દેતી મહિલા એક સીટ પર બેસી જાય છે. 

આ પછી, તે જ કોચમાં, સ્પેનિશ વેબ સિરીઝ 'મની હેઇસ્ટ' જેવો પોશાક પહેરેલો એક માણસ પ્રવેશે છે. તેના હાથમાં બે બેગ છે. ખાસ વાત એ છે કે, કોચમાં સવાર વ્યક્તિ આ સમગ્ર ઘટનાનો વીડિયો શૂટ કરી રહ્યો હતો, જેના કારણે એવું લાગી રહ્યું છે, કે આ કામ માત્ર રીલ બનાવવા માટે કરવામાં આવ્યું હતું. જે બાદ ત્રણેય કેરેક્ટર ડાન્સ કરવા લાગે છે.

Tags :