For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

“BJP ને ત્યાં સુધી હરાવી ન શકાય જ્યાં સુધી....” વિપક્ષને પ્રશાંત કિશોરની સલાહ

Updated: Mar 21st, 2023

Article Content Image

-હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ.

નવી દિલ્હી,તા. 21 માર્ચ 2023, મંગળવાર

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના ફાયદા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, વિપક્ષી એકતા એક દેખાડો છે અને તે ફક્ત પાર્ટી અથવા નેતાઓને સાથે લાવવાથી શક્ય નહી થાય. 

પ્રશાંત કિશોરે એક ઇન્ટરવ્યુહમાં જણાવ્યુ કે, “જો તમે ભાજપને પડકારવા માંગતા હોવ તો તમારે તેની તાકાત - હિન્દુત્વ, રાષ્ટ્રવાદ અને કલ્યાણને સમજવું પડશે. તે ત્રણ સ્તરીય સ્તંભ છે. જે પણ BJP ને ચુનોતી આપવા માંગે છે તેણે આ ત્રણમાંથી ઓછામાં ઓછી બે બાબતોમાં સુધારો કરવો પડશે.”

તેમણે વધુમાં કહ્યું કે, “હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ. ગાંધીવાદી, આંબેડકરવાદી, સમાજવાદી અને સામ્યવાદી… વિચારધારા ખૂબ મહત્વની છે, પણ તમે વિચારધારાના નામે અંધશ્રદ્ધા ન કરી શકો”

તેમણે કહ્યું, 'મીડિયામાં તમે લોકો વિપક્ષી ગઠબંધનને પાર્ટીઓ અથવા નેતાઓના એક સાથે આવવાના રૂપમાં જોઈ રહ્યા છો. કોણ કોની સાથે લંચ કરી રહ્યું છે, કોને ચા માટે આમંત્રિત કરવામાં આવે છે… હું તેને વિચારધારાની રચનામાં જોઉં છું. જ્યાં સુધી વૈચારિક ગઠબંધન ન થાય ત્યાં સુધી ભાજપને હરાવવાનો કોઈ રસ્તો નથી.

પ્રશાંત કિશોરે કહ્યુ કે, તેમની વિચારધારા 'મહાત્મા ગાંધીની વિચારધારા' છે અને બિહાર 'જન સૂરજ યાત્રા' ગાંધીની કોંગ્રેસ વિચારધારાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ છે.

ચૂંટણી વ્યૂહરચનાકારે 2014થી ઘણી જીત મેળવી છે. પ્રશાંત કિશોર હવે 'જન સૂરજ યાત્રા'માં બિહારની મુલાકાતે છે. તેઓ કહે છે કે, આ માત્ર રાજ્યને સમજવા અને નવી રાજકીય વ્યવસ્થા બનાવવાનો પ્રયાસ છે.

રાજકીય વર્તુળોમાં 'પીકે' તરીકે ઓળખાતા પ્રશાંત કિશોરે કહ્યું કે, 'આ બિહારની આસપાસના ભાગ્ય અને પ્રવચનને બદલવા માટે છે. બિહાર જાતિ આધારિત રાજકારણ અને ઘણા ખોટા કારણોસર જાણીતું છે. આ સમય છે કે, બિહારના લોકો શું કરવા માટે સક્ષમ છે. 

કોંગ્રેસને પુનર્જીવિત કરવાની યોજના રજૂ કર્યા પછી તેમની અને ગાંધી પરિવાર વચ્ચેના મતભેદો પર પ્રશાંત કિશોરે કહ્યું કે, 'મારું લક્ષ્ય કોંગ્રેસનો પુનર્જન્મ હતો. તેમનો હેતુ ચૂંટણી જીતવાનો હતો.  જે રીતે તે મારા વિચારોને અમલમાં મૂકવા માંગતા હતા તેના માટે હું સહમત ન હતો.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 

પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વિશે વાત કરતા કહ્યું કે, 'તે માત્ર ચાલવા માટે નથી. ભારત જોડો યાત્રાના છ મહિનામાં ઘણી પ્રશંસાની સાથે સાથે ટીકા પણ થઈ છે. આ યાત્રા પાર્ટીની ચૂંટણીનું ભાવી સુધારવા માટે છે. હું માત્ર ચાર જિલ્લાઓને આવરી શક્યો. મારા માટે પ્રવાસ એ કોઈ મિશન નથી પણ ક્ષેત્રને સમજવા માટે છે.

Gujarat