Get The App

એઆઇની મદદથી કેન્સરના ડિટેકશનથી લઈને રસી ફક્ત 48 કલાકમાં મળશે

Updated: Jan 23rd, 2025

GS TEAM

Google News
Google News
એઆઇની મદદથી કેન્સરના ડિટેકશનથી લઈને રસી ફક્ત 48 કલાકમાં મળશે 1 - image


- ઓરેકલના સીઇઓ લેરી એલિસનનો ચોંકાવનારો દાવો

- યુએસમાં કેન્સરની રસી વિકસાવવા ૫૦૦ અબજ ડોલરનો સ્ટારગેટ પ્રોજેક્ટ : રશિયાની નવી રસીના પગલે ટ્રમ્પનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ

નવી દિલ્હી: રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને આ વર્ષની શરૂઆતમાં ટીવી પર આપેલાં ભાષણમાં જાહેર કર્યા અનુસાર રશિયાએ કેન્સરની રસી વિકસાવી લીધી છે અને તેને આવતાં વર્ષથી દર્દીઓની સારવાર કરવા માટે મફત પુરી પાડવામાં આવશે તેમ  જાહેર થયા બાદ યુએસમાં પણ નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટોચના ત્રણ ઉદ્યોગપતિઓને વ્હાઇટ હાઉસમાં બોલાવી તેમની પાસે એઆઇની સહાયથી કેન્સરની રસી વિકસાવવાના ૫૦૦ અબજ ડોલર્સના સ્ટારગેટ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. 

સોફ્ટ બેન્ક, ઓપન એઆઇ અને ઓરેકલ એમ ત્રણ કંપનીઓ દ્વારા સહિયારા ધોરણે સ્ટારગેટ નામના પ્રોજેક્ટ માટે તત્કાળ ૧૦૦ એબજ ડોલર્સ ફાળવવાની જાહેરાત કરી હતી. ઓરેકલના સીઇઓ લેરી એલિસને જણાવ્યું હતું કે યુએસ દ્વારા એઆઇની સહાયથી ૪૮ કલાકમાં કેન્સરની વ્યક્તિગત રસી વિકસાવવામાં આવશે. પ્રમુખ ટ્રમ્પે આ પ્રોજેક્ટને ઇતિહાસમાં સૌથી મોટો એઆઇ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ ગણાવ્યો હતો. 

રશિયાના પ્રમુખ પુતિને આ વર્ષના આરંભે ટીવી પર પ્રવચન કરતાં  જણાવ્યું હતું કે આપણે નવી પેઢીની ઇમ્યુનોલોમોડયુલેટરી ડ્રગ્સ એટલે કે કેન્સરની નવી રસી વિકસાવવાની નજીક પહોંચી ગયા છીએ. આ જાહેરાતને પગલે યુએસમાં પણ કેન્સરની રસી વિકસાવવાના મામલે ચક્રો ગતિમાન થઇ ગયા છે.ઓરેકલના સીઇઓ લેરી એલિસને દાવો કર્યો હતો કે આ સ્ટારગેટ પ્રોજેક્ટ હેઠળ કેન્સરનું નિદાન કરવાથી માંડી તેની કસ્ટમાઇઝડ રસી પુરી પાડવાનું કામ ૪૮ કલાકમાં પુરૂ કરવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે. 

રશિયા બાદ જો અમેરિકામાં પણ કેન્સરની રસી વિકસાવવામાં આવે તો તેનો ફાયદો આખી દુનિયાને થાય તેમ છે. કેન્સરની બિમારીને કારણે દુનિયામાં  દર વર્ષે લાખો લોકો મોતને ભેટે છે. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર દુનિયામાં સૌથી વધારે મોત થવાનું બીજા ક્રમનું કારણ કેન્સર છે. દુનિયામાં થતાં છ મોતમાંથી એક મોત કેન્સરના કારણે થાય છે. ભારતમાં પણ ૨૦૨૫માં કેન્સરના દર્દીઓની સંખ્યા પંદર લાખનો આંક વટાવી જવાની ધારણાં છે. ૨૦૨૩માં જ પંદર લાખ કેન્સરના કેસ નોંધાયા હતા. જેમાંથી ૮.૨૮ લાખ લોકોના મોત થયા હતા. કેન્સરની રસી બની જશે તો આ મોત નિવારી શકાશે. યુએસમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે દુનિયાના ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા સ્ટારગેટ પ્રોેજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. આ એક નવી અમેરિકન કંપની યુએસમાં એઆઇ ઇન્ફ્રાસ્ટ્રકચર  વિકસાવવા માટે ૫૦૦ અબજ ડોલર્સનું મૂડીરોકાણ કરશે. જેમાં ડેટા સેન્ટર અને કેમ્પસો બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં માઇક્રોસોફ્ટ અને એનવિડિયા જેવી કંપનીઓ પણ જોડાય તેવી સંભાવના છે. ઓપનએઆઇના સીઇઓ સામ અલ્ટમેને જણાવ્યું હતું કે આ યુગનો સૌથી મહત્વનો પ્રોજેક્ટ છે જે પ્રેસિડેન્ટ ટ્રમ્પ વિના સંભવી શક્યો ન હોત. હ્ય્દયરોગ માટે પણઆ રીતે જ સારવાર વિકસાવવામાં આવશે.

Tags :