Get The App

બંગાળમાં ફરી તણાવઃ સગીરા સાથે દુષ્કર્મ પછી નોર્થ 24 પરગણામાં RAF તહેનાત, બિરભૂમમાં નર્સની છેડતી

Updated: Sep 1st, 2024

GS TEAM

Google News
Google News
બંગાળમાં ફરી તણાવઃ સગીરા સાથે દુષ્કર્મ પછી નોર્થ 24 પરગણામાં RAF તહેનાત, બિરભૂમમાં નર્સની છેડતી 1 - image

Unrest In West Bengal: હાલમાં જ પશ્ચિમ બંગાળના કોલકાતામાં સરકારી હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર સાથેના દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈને પૂરા દેશમાં વિરોધ પ્રદર્શન થયા હતા. હજુ આ મામલો શાંત નથી થયો ત્યારે ફરીથી પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યગ્રામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સગીર બાળકી સાથે કથિત દુષ્કર્મની ઘટના થયા બાદ તેનો વિરોધ કરી રહેલી ભીડે આરોપીના ઘર અને તેના સંબંધીની દુકાનમાં તોડફોડ કરી હતી.

ટીએમસી(તૃણમૂલ કોંગ્રેસ)ના નેતાએ પીડિત પરિવારને સમગ્ર મામલાને ઉકેલવા માટે કહ્યું હતું. ત્યારે હાજર રહેલા લોકો ગુસ્સે થઇ ગયા હતા. આ દરમિયાન પીડિતાના પિતાએ જણાવ્યું છે કે, 'આરોપી અમારા ગામનો રહેવાસી છે. હું કલ્પના પણ નથી કરી શકતો કે તે આવું કંઈક કરી શકે છે. મારી 9 વર્ષની પુત્રી ઘરેથી મારી દુકાને આવતી હતી. તે સમયે તેણે તેના પર હુમલો કર્યો હતો, હું તેના માટે કડક સજાની માંગ કરું છું.'

આ પણ વાંચો: 15 ડૉક્ટરોની ગેંગ, વસૂલી-ગેસ્ટ હાઉસમાં યુવતીઓનો ખેલ, દારૂની પણ રેલમછેલ; આરોપી સંદીપ ઘોષના કાંડ અંગે મોટો ખુલાસો

પોલીસે હવે આ કેસમાં કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. 31 ઓગસ્ટ શનિવારેના રોજ રોહાંડા પંચાયતના રાજબાડી વિસ્તારમાં સગીર બાળકી સાથે કથિત દુષ્કર્મ ઘટના સામે આવતા જ સ્થાનિક લોકોએ આરોપીના ઘરની સામે દેખાવો શરૂ કર્યા હતા. તે દરમિયાન ટીએમસી નેતાએ પીડિતાના પરિવાર પર પોલીસ ફરિયાદ ન કરવા દબાણ હતું. તેની  દરમિયાનગીરીથી લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. મળતી માહિતી અનુસાર આરોપી પંચાયત સભ્યનો પતિ છે. ટોળાએ પંચાયતના સભ્યના ઘરને નિશાન બનાવ્યું હતું,

પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનોને આ વિસ્તારમાં તહેનાત કરવામાં આવ્યા હતા. અને ટોળાને વિખેરવા માટે ટિયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે પંચાયત સભ્યના પરિવારે દાવો કર્યો હતો કે આ હુમલો પાડોશી વિસ્તારના વિપક્ષી સીપીએમ પક્ષના સમર્થકો દ્વારા કરવામાં આવ્યો હતો.

આવી જ બીજી ઘટના પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લામાં સામે આવી છે. બિરભૂમ જિલ્લાના ઇલમબજાર વિસ્તારની એક હોસ્પિટલમાં એક દર્દીને તાવની ફરિયાદને લઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોક્ટરોની સલાહ પર નાઈટ શિફ્ટમાં કામ કરતી નર્સે તેને સલાઈન લગાવવાની તૈયારી કરી રહી હતી ત્યારે દર્દીએ નર્સના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કર્યો હતો.  અને જ્યારે તેણે તેની સાથે આ અંગે વાત કરી ત્યારે દર્દીએ તેને અપશબ્દો કહ્યા હતા.

ફરજ પર રહેલા ડોકટરે જણાવ્યું હતું કે, ચોટોચક ગામના રહેવાસી અબ્બાસ ઉદ્દીનને રાત્રે 8.30 કલાકે દાખલ કરવામાં આવ્યો હતો. આવતાની સાથે જ તેણે ગેરવર્તન કરવાનું શરુ કરી દીધું હતું. જ્યારે નર્સ સલાઈન લગાવવા ગઈ ત્યારે દર્દીએ હિંસક વર્તન કર્યું અને તેની સાથે છેડતી કરી હતી. અમે દર્દીના પરિવારને ફરિયાદ કરી હતું, પરંતુ દર્દીએ કોઈનું પણ સાંભળ્યું હતું નહીં. પીડિત નર્સે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરતા દર્દીની ધરપકડ કરી હતી.

બંગાળમાં ફરી તણાવઃ સગીરા સાથે દુષ્કર્મ પછી નોર્થ 24 પરગણામાં RAF તહેનાત, બિરભૂમમાં નર્સની છેડતી 2 - image

Tags :