કોંગ્રેસના 137 વર્ષના ઇતિહાસમાં 57 અધ્યક્ષ, સોનિયાએ સૌથી વઘુ સમય માટે સંભાળી કમાન
- કોંગ્રેસની શરૂઆત બ્રિટિશ સરકારી એલન ઓક્ટાવિયન હ્યુમે કરી હતી
નવી દિલ્હી, તા. 19 ઓક્ટોબર 2022, બુધવાર
કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી છેલ્લા બે મહિના કે બે વર્ષથી રાજકીય ગતિવિધિઓમાં ચર્ચાનો મોટો વિષય રહ્યો છે. આજે તે એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થવા જઈ રહી છે. કારણ કે, 1998 બાદ પહેલીવાર કોંગ્રેસને બિન-ગાંધી અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂરે પાર્ટીના આ ટોચના પદ માટે દાવેદારી રજૂ કરી છે.
ત્યારે હવે પક્ષના પૂર્વ અધ્યક્ષોને પણ જાણવું જરૂરી બન્યું છે. દિવસ હતો 28 ડિસેમ્બર અને વર્ષ હતું 1885. ત્યારે બોમ્બેની તત્કાલીન તેજપાલ સંસ્કૃત કોલેજમાં લગભગ 72 સમાજ સુધારકો, પત્રકારો અને વકીલો ભેગા થયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ સત્ર યોજાયું હતું. કોંગ્રેસની શરૂઆત બ્રિટિશ સરકારી એલન ઓક્ટાવિયન હ્યુમે કરી હતી.
અત્યાર સુધી આ દિગ્ગજોએ સંભાળી કોંગ્રેસની કમાન
- વોમેશ ચંદ્ર બેનર્જી
- દાદાભાઈ નવરોજી
- બદરુદ્દીન તૈયબજી
- જોર્જ યુલ
- સર વિલિયમ વેડરબર્ન
- ફિરોઝ શાહ મહેતા
- આનંદ ચાર્લૂ
- અલફ્રેડ વેબ
- સુરેન્દ્રનાથ બેનર્જી
- રહમતઉલ્લાહ એમ સયાની
- શી શંકરન નાયર
- રોમેશ ચંદ્ર દત્ત
- સર નારાયણ ગણેશ ચંદાવરકર
- દિનશો એદૂલજી વાચા
- લાલમોહન ઘોષ
- હેનરી જ્હોન સ્ટેડમેન કોટન
- ગોપાલકૃષ્ણ ગોખલે
- રાસબિહારી ઘોષ
- પંડિત મદન મોહન માલવીય
- બિશન નારાયણ ધર
- રાવ બહાદુર રઘુનાથ નરસિંહ મુધોલકર
- રાવ બહાદુર રઘુનાથ નરસિંહ મુધોલકર
- નવાબ સૈયદ મોહમ્મદ બહાદુર
- ભૂપેન્દ્ર નાથ બોઝ
- ભગવાન સત્યેન્દ્ર પ્રસન્ના સિંહા
- અંબિકા ચરણ મઝુમદાર
- એની બેસન્ટ
- સૈયદ હસન ઈમામ
- મોતીલાલ નેહરુ
- સી વિજયરાઘવાચેરીયર
- હકીમ અજમલ ખાન
- દેશબંધુ ચિત્તરંજન દાસ
- જગજીવન રામ
- અબુલ કલામ આઝાદ
- મોહનદાસ કરમચંદ ગાંધી
- સરોજિની નાયડુ
- એસ શ્રીનિવાસ આયંગર
- મુખ્તાર અહેમદ અંસારી
- જવાહરલાલ નેહરુ
- સરદાર વલ્લભભાઈ પટેલ
- નેલ્લી સેનગુપ્તા
- રાજેન્દ્ર પ્રસાદ
- સુભાષ ચંદ્ર બોઝ
- જેપી ક્રિપલાણી
- પટ્ટાભી સીતારામૈયા
- પુરુષોત્તમ દાસ ટંડન
- યુએન ઢેબર
- ઈન્દિરા ગાંધી
- નીલમ સંજીવ રેડ્ડી
- કે કામરાજ
- નીજલિંગપ્પા
- શંકર દયાલ શર્મા
- દેવકાંત બરુઆ
- રાજીવ ગાંધી
- પીવી નરસિમ્હા રાવ
- સીતારામ કેસરી
- સોનિયા ગાંધી
- રાહુલ ગાંધી
- સોનિયા ગાંધીએ સૌથી વઘુ સમય માટે સંભાળી કમાન
હાલમાં વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સૌથી લાંબા સમય સુધી કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે. તેમણે વર્ષ 1997માં પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ લીધું હતું. 1998ની લોકસભાની ચૂંટણીના થોડા સમય પહેલા તેમણે પાર્ટીમાં વધતી માંગ વચ્ચે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો હતો. એપ્રિલ 1998માં તેઓ પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી 2022
ઓગસ્ટની શરૂઆતમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી યોજાવાના સમાચારો સામે આવવા લાગ્યા હતા. જોકે, લાંબા સમયથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ટોચના પદ માટે રાહુલ ગાંધીને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. શરૂઆતમાં પાર્ટી અધ્યક્ષની પસંદગી માટે 20 સપ્ટેમ્બરની તારીખ માનવામાં આવતી હતી પરંતુ બાદમાં તેને લંબાવી દેવામાં આવી હતી અને 19 ઓક્ટોબરે કોંગ્રેસને નવા અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે.
કોંગ્રેસના નવા કેપ્ટન માટે દિગ્વિજય સિંહ, મુકુલ વાસનિક, એકે એન્ટની, અશોક ગેહલોત જેવા અનેક દિગ્ગજોના નામ સામે આવ્યા હતા પરંતુ ફાઈનલ મુકાબલો મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે રહ્યો.