India

ચીનમાં સત્તા પરિવર્તન થશે ? શી-જિનપીંગના આ નિર્ણયોથી તેવા સંકેતો મળી રહ્યા છે

By GS TEAM
7 Jul 20252 mins read
ચીનમાં સત્તા પરિવર્તન થશે ? શી-જિનપીંગના આ નિર્ણયોથી તેવા સંકેતો મળી રહ્યા છે

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાયનામાં આંતરિક સંઘર્ષ ચાલે છે

શી-જિનપિંગે પોતાની સત્તાની વહેંચણી શરૂ કરી દીધી છે જે કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખ્ય વિભાગોના વડાઓ વચ્ચે થઈ રહી છે

નવી દિલ્હી: ચીનમાં આજકાલ એવી ઘટનાઓ બની રહી છે કે જેથી ત્યાં સત્તા પરિવર્તનની અટકળો તેજ બની રહી છે. પોતાને આજીવન પ્રમુખપદે સ્થાપ્યા પછી શી જિનપિંગે પોતાની સત્તાઓ કોમ્યુનિસ્ટ પાર્ટીના વિવિધ વિભાગોના વડાઓને સોંપવાનું શરૂ કરી દીધું છે. ૧૨ વર્ષથી વધુ સમય પ્રમુખપદે રહ્યા પછી શી-જિનપિંગે આ કાર્યવાહી શરૂ કરતાં અટકળો સહજ રીતે તેજ બની છે.

સરકારી સમાચાર એજન્સી શિન્હુચાએ જણાવ્યું હતું કે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાયના (ભઁભ) ના શક્તિશાળી ૨૪ સભ્યોની 'પોલિટ-બ્યુરો'એ ૩૦ જૂનની તેની બેઠકમાં પાર્ટીમાં કામ કરવા માટે નવા નિયમો બનાવ્યા તેની સમીક્ષા કરવામાં આવી છે. તેથી સત્તા હસ્તાંતરણની અટકળો તેજ થઈ છે.

૨૦૨૭માં સીપીસીની નવી ચૂંટણી યોજાશે. પાંચ વર્ષ પછી તેની નવી કોંગ્રેસ ચૂંટાશે. સીપીસીની કેન્દ્રીય સમિતિ ચીનમાં સર્વસત્તા ધરાવે છે. તેમાં નીતિવિષયક વિચારતા, કો-ઓર્ડીનેટિંગ સંસ્થાઓની રચના દરેકને અપાતી જવાબદારીઓ મુખ્ય કાર્યોની યોજના અને તેની ઉપર ધ્યાન રાખનારી સમિતિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે.

બીજી તરફ વિદેશમાં વસતા ચીનના અસંતુષ્ટ જૂથમાં એવી ચર્ચા થઈ રહી છે કે કઠોર નિયંત્રણ ધરાવતી સીપીસીમાં જ ગુપ્ત રીતે સત્તા સંઘર્ષ ચાલી રહ્યો છે. ચીન સ્થિત એક રાજકીય વિશ્લેષકે નામ ન આપવાની શર્તે કહ્યું હતું કે આ નિકાયોથી શી-જિનપિંગ દૂર જઈ રહ્યા છે. જે તેમની સેવા-નિવૃત્તિનો સંકેત આપે છે.

હોંગકોંગ સ્થિત 'સાઉથ-ચાયના-મોર્નિંગ-પોસ્ટે' રવિવારે એક વિશેષજ્ઞાનો હવાલો આપતાં કહ્યું હતું કે, શાસનના વિભિન્ન નિકાયો રેગ્યુલેટ કરવા માટે નિયમો બનાવી શકાય છે. કારણ કે આ સત્તા પરિવર્તનનો મહત્વનો સમય છે.

અન્ય વિશેષજ્ઞાોનું કહેવું છે કે, સી.પી.સી.ના સંસ્થાપક માઓ-ત્સે-તુંગ પછી સૌથી વધુ શક્તિશાળી ગણાતા 'શી' કેટલીક સત્તા પાર્ટીના મહત્વના વિભાગોને સોંપે તેમ છે.

છેલ્લા કેટલાયે સમયથી શી જાહેરમાં દેખાતા નથી તેઓ બ્રાઝિલમાં યોજાનારી બ્રિકસ દેશોની પરિષદમાં હાજર રહેવાના નથી. એક મંતવ્ય તેવું પણ છે કે તેઓની તબિયત પણ બરોબર નથી. તેઓ સત્તા કોને સોંપશે તે માટે એવો મત વહેતો થયો છે કે, ચીનની ભૂમિદળના વડા કદાચ તેમનું સ્થાન લઈ શકે જોકે તે આખરી સમય જ કરી શકે.