Get The App

NCERT પુસ્તકોમાં INDIAને બદલે BHARAT લખાશે કે નહીં ? સમિતિએ કર્યો નવો ખુલાસો

Updated: Oct 26th, 2023

GS TEAM

Google News
Google News
NCERT પુસ્તકોમાં INDIAને બદલે BHARAT લખાશે કે નહીં ? સમિતિએ કર્યો નવો ખુલાસો 1 - image

Bharat in NCERT Book : ગઈકાલે NCERT પુસ્તકોમાં દેશનું નામ INDIAને બદલે ભારત લખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેવા સમાચાર વહેતા થયા હતા ત્યારે હવે NCERTએ આ મામલે સ્પષ્ટતા કરતા (NCERT has clarified) કહ્યું હતું કે હજું સુધી આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 

હજુ INDIAને બદલે ભારત લખવાની ભલામણ કરી

NCERT દ્વારા ગઠિત સમિતિએ શાળાના અભ્યાસક્રમમાં ફેરફાર લાવવા માટે કેટલાક સૂચનો (some suggestion) આપ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે હિંદુ યોદ્ધાઓની વિજય ગાથાઓ (Hindu warriors)ને પણ અભ્યાસક્રમમાં સામેલ કરવી જોઈએ. જો કે NCERTએ સ્પષ્ટ કર્યું છે કે આ સૂચનો પર હાલ ટિપ્પણી કરવી ઉતાવળ હશે અને આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સી. આઈ. ઈસાક (CI. Issac)ની આગેવાની હેઠળની સમિતિએ શાળાના અભ્યાસક્રમમાં પ્રાચીન ઈતિહાસને બદલે શાસ્ત્રીય ઈતિહાસ (classical history)નો સમાવેશ કરવા તેમજ તમામ વિષયોમાં ભારતીય જ્ઞાન પ્રણાલી (Indian knowledge system)નો સમાવેશ કરવાનું સૂચન કર્યું હતું. પેનલના અધ્યક્ષ સી.આઈ. ઇસાકે વધુમાં કહ્યું હતું કે NCERT દ્વારા ગઠિત સમિતિએ સ્કૂલના પાઠ્યપુસ્તકોમાં INDIAને બદલે ભારત લખવાની ભલામણ કરી છે.

ભારત નામ પ્રથમવાર G20 સમિટમાં સત્તાવાર જોવા મળ્યું હતું

ભારત નામ પ્રથમ સત્તાવાર રીતે જોવા મળ્યુ હતું જ્યારે કેન્દ્ર સરકારે નવી દિલ્હી (New Delhi)માં તાજેતરમાં યોજાયેલ G20 સમિટ (G20 summit)માં 'પ્રસિડેન્ડ ઓફ ઈન્ડિયા'ને બદલે "પ્રેસિડેન્ટ ઓફ ભારત" (President of BHARAT) નામ સાથે આમંત્રણ મોકલ્યું હતું. આ ઉપરાંત કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાનની નેમ પ્લેટ પર INDIAને બદલે 'BHARAT' લખેલુ જોવા મળ્યુ હતું.

NCERT પુસ્તકોમાં INDIAને બદલે BHARAT લખાશે કે નહીં ? સમિતિએ કર્યો નવો ખુલાસો 2 - image