વેસ્ટ ઈન્ડિઝ-શ્રીલંકા વચ્ચેની વન ડે મેચમાં મધમાખીઓનો હુમલો
નવી દિલ્હી, તા. 15 માર્ચ 2021, સોમવાર
વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા વચ્ચે ગઈકાલે રમાયેલી સિરિઝની ત્રીજી વન ડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝે શ્રીલંકાને પાંચ વિકેટથી હરાવીને વન ડે સિરિઝ 3-0થી જીતી લીધી હતી.
આ મેચમાંમ શ્રીલંકાએ 274 રન બનાવ્યા હતા.જેના જવાબમાં બ્રાવોની સેન્ચુરીની મદદથી વેસ્ટ ઈન્ડિઝે આ લક્ષ્ય પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કર્યુ હતુ.જોકે આ મેચ દરમિયાન ચર્ચાનો વિષય મધમાખીઓનો હુમલો રહ્યો હતો.
શ્રીલંકાની ઈનિંગની 38મી ઓવર ચાલી રહી હતી ત્યારે મધમાખીઓનુ એક ઝુંડ મેદાન પર ધસી આવ્યુ હતુ.જેના પગલે ખેલાડીઓ અને અમ્પાયરોએ મેદાન પર સુઈ જઈને પોતાનો બચાવ કરવો પડ્યો હતો.
મેદાન પર જેવી મધમાખીઓની એન્ટ્રી થઈ હતી કે, તરત ફિલ્ડીંગ ભરી રહેલા વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ પોતાની જગ્યા પર જ સુઈ ગયા હતા.જોકે મધમાખીઓના હુમલામાં ખેલાડીઓનો આબાદ બચાવ થયો હતો.કોઈ ખેલાડીને મધમાખી કરડી હોય તેવા અહેવાલ મળ્યા નથી. શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વેસ્ટ ઈન્ડિઝમાં વન ડે સિરિઝ રમાઈ રહી છે.વેસ્ટ ઈન્ડિઝે ઘરઆંગણે રમાતી સિરિઝ જીતી લીધી છે.