કેમ બ્લુ અથવા રેડમાં નહીં પણ સફેદ કલરમાં છે વંદે ભારત ટ્રેન, બારીઓમાં પણ છુપાયેલું છે રહસ્ય
વંદે ભારત ટ્રેનમાં 6 કોટિંગ લગાવવામાં આવ્યા છે છેલ્લે ટ્રાન્સપરન્ટ કલર કરાયો છે
બારીઓના કલર અને કાચ યુરોપની ટ્રેન જેવા રાખવામાં આવ્યા છે.
Image Twitter |
તા. 27 માર્ચ 2023, સોમવાર
ભારતમાં રેલગાડી વિશે વાત કરવામાં આવે તો સૌથી પહેલા આપણા મગજમાં રેલના પાટા પર દોડતી લાલ અને વાદળી કલરની રેલગાડીઓ આપણા મગજમાં આવી જાય છે. તાજેતરમાં તા. 15 ફેબ્રુઆરી 2019 ના રોજ આ જુની તસ્વીરો બદલતા જોવા મળી રહી છે. અને તેમાં વંદે ભારત ટ્રેન નો કલર જોવાથી આપણને ખબર પડી રહી છે. જે બીજી દરેક ગાડીઓથી અલગ પ્રકારની જોવા મળે છે. અને તેની સ્પીડ પણ બીજી ગાડીઓથી વધારે છે. જાણીએ તેના નવા રુપરંગ વિશે.
વંદે ભારત ટ્રેનમાં કલરના 6 કોટિંગ લગાવવામાં આવ્યા છે, છેલ્લે ટ્રાન્સપરન્ટ કલર કરાયો છે
ટ્રેનના કલર વિશે રેલવેના એન્જીનિયરે વાત કરતા જણાવ્યુ કે, અમે સફેદ અને વાદળી પહેલા લાલ અને કાળો, ક્રીમ અને લાલ કલર કરવાની કોશિષ કરી હતી. આ ટ્રેનને પહેલા લગ્જરી કારની જેમ કલર કરવામાં આવ્યો હતો. જેમાં 6 કોટિંગ લગાવવામાં આવ્યા હતા અને છેલ્લે ટ્રાન્સપરન્ટ કલર કરવામાં આવ્યો હતો. જે ધુળને જામ થતી અટકાવે છે. એટલા માટે આ પ્રકારનો કલર કરવામાં આવ્યો છે.
બારીઓના કલર અને કાચ યુરોપની ટ્રેન જેવા રાખવામાં આવ્યા છે.
આ બાબતે અન્ય એક એન્જિનિયરે વાત કરતાં કહ્યું હતુ કે, અમે જોયુ કે યુરોપની ટ્રેનોમાં જ્યા દરવાજો ખુલે છે ત્યા પાછળ ફુટસ્ટેન્ડ હોય છે. એટલે અમે પણ આપણી ટ્રેનમાં આવુ કરવાનો વિચાર કર્યો. અને ત્યાની ટ્રેનમાં એક જ બારી હોય છે. તેથી અમે ભારતની ટ્રેનમાં આવી સિસ્ટમ કરવાનો વિચાર કર્યો હતો. કે જેથી કરીને ટ્રેનમાં એક જ કાચ રાખવામાં આવે અને તે દેખવામાં પણ અલગ જોવા મળે. અને સ્વચ્છતા પણ રહે તે માટે આવો કલર અને સારો દેખાય.